- શૂન્ય બજેટ ખેતી અને ખેડૂત બન્યા પ્રેરણારુપ
- 13 વર્ષ પહેલા શૂન્ય બજેટની ખેતી કરી હતી શરૂ
- ખેતીના મોડેલને જોવા સેંકડો ખેડૂતો દ્વારા મુલાકાત
હરિયાણા: વર્તમાન સમયમાં લોકો નવી નવી બિમારીઓના શિકાર બને છે. વૈજ્ઞાનિકો પણ ફળો અને શાકભાજીમાં વપરાતા પેસ્ટિસાઇડને આ પાછળનું એક મોટું કારણ માનતા હોય છે. ખેડુતો જંતુઓથી મુક્તિ મેળવવા માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે છે. જેની અસર લોકો પર પણ પડે છે. કરનાલ જિલ્લાના નસીરપુર ગામના ખેડૂત જગતરામ પણ આવી જ બીમારીઓથી પીડિત હતા. જેના કારણે તેણે નક્કી કર્યું હતું કે હવે તે ઝેર મુક્ત ખેતી કરશે. આજથી 13 વર્ષ પહેલા તેણે શૂન્ય બજેટની ખેતી શરૂ કરી હતી. આજે તે અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે.
મજબૂરીથી શરૂ કરી હતી ખેતી
ઓર્ગેનિક ખેતી (organic farming) કરનારા ખેડૂત જગતરામે ETV BHARAT સાથે વાત કરતા કહ્યુ કે, મેં આ કાર્ય નફાને લીધે નહીં પરંતુ મજબૂરીથી શરૂ કર્યું છે. મારુ સ્વાસ્થ્ય સારું ન હોવાથી આ કાર્ય શરુ કર્યુ હતુ. પરંતુ હવે બિમારીઓથી ઘણી રાહત મળી છે.
ઓર્ગેનિક અને ટપક સિંચાઈ પદ્ધતિથી થાય છે ખેતી
શિવકુમારે ETV BHARAT સાથે વાતચીતમાં જણાવ્યુ કે, અહીં તમામ કાર્ય ઓર્ગેનિક અને ટપક સિંચાઈ પદ્ધતિથી કરવામાં આવે છે. અહીં બધું જ કાર્બનિક છે. અહીં અનેક પ્રકારના ફળો, શાકભાજી, કઠોળ ઉગાડવામાં આવી છે. જો નાનો કે મોટો કોઈ ખેડૂત આ રીતે જૈવિક ખેતી કરશે તો તેનો ફાયદો થશે.
જૈવિક શાકભાજી નાના પાયે ઉગાડવાનું શરુ કર્યુ
જગત રા કહે છે કે, મોટાભાગના લોકો ઓર્ગેનિક ફૂડ ખાવાની વાત કરે છે. પરંતુ આ પ્રકારના ખોરાક ખાનારા લોકો બહુ ઓછા હોય છે. મને ઉગાડનારાઓ વિશે ખબર નથી પણ ખાનારા ખૂબ ઓછા છે. આપણે ખૂબ કામ કરીને ઉગાડતા હોઈએ છીએ. સખત પરંતુ ઓછા લોકો કાર્બનિક ઉત્પાદનો ખાય છે. આ એક પ્રકૃતિને લગતું કામ છે. તે આનંદની સાથે ઘણી છૂટછાટ આપે છે. જો તમારે કામ શીખવું હોય તો તમે પહેલા તમારા પરિવાર માટે આ રીતે જૈવિક શાકભાજી નાના પાયે ઉગાડવાનું શરુ કરી પછી ધીરે ધીરે જ્યારે લોકોને આ વિશે માહિતી મળશે ત્યારે તમારું કામ પણ વધશે.
આ પણ વાંચો: આ આદિવાસી મહિલાઓ ઓનલાઇન સાવરણી વેચીને બનશે આત્મનિર્ભર
13 વર્ષ પહેલા શરુ કરવામાં આવી હતી જૈવિક ખેતી
જગતરામ દ્વાર 13 વર્ષ પહેલા શરુ કરવામાં આવેલી જૈવિક ખેતીથી તેના પરિવારજનો તો બિમારી મુક્ત થયા હતા પરંતુ આજે શુન્ય બજેટમાં શરુ કરેલી ખેતી અન્ય લોકો માટે પ્રેરણારુપ બની છે.