ETV Bharat / bharat

નિર્મલા સીતારમણે જોઈ કંતારા ફિલ્મ, પીયૂષ ગોયલે ઈન્ડસ્ટ્રીના દિગ્ગજોને આપી સલાહ - Kantara movie

ફિલ્મ નિહાળનાર નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ ફિલ્મના નિર્દેશકની પ્રશંસા કરી હતી. (Kantara movie watched Nirmala Sitharaman )ગોયલ આ ફિલ્મથી એટલા પ્રભાવિત થયા કે, તેમણે ઉદ્યોગના નેતાઓને કંતારાની સફળતાની નોંધ લેવા કહ્યું હતું.

નિર્મલા સીતારમણે જોઈ કંટારા ફિલ્મ, પીયૂષ ગોયલે ઈન્ડસ્ટ્રીના દિગ્ગજોને આપી સલાહ

author img

By

Published : Nov 3, 2022, 10:22 AM IST

બેંગલુરુ(કર્ણાટક): તારીખ 2 નવેમ્બર બુધવારે ઓછા બજેટની કન્નડ ફિલ્મ 'કંતારા'ની ભવ્ય સફળતાને કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ તરફથી પ્રશંસા કરવામાં આવી હતી,(Kantara movie watched Nirmala Sitharaman ) જેમણે ત્રણ દિવસીય વૈશ્વિક રોકાણકારોના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ફિલ્મ વિશે વાત કરી હતી.

સફળતાની નોંધ: ફિલ્મ નિહાળનાર નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ ફિલ્મના નિર્દેશકની પ્રશંસા કરી હતી. ગોયલ આ ફિલ્મથી એટલા પ્રભાવિત થયા કે, તેમણે ઉદ્યોગના નેતાઓને કંતારાની સફળતાની નોંધ લેવા કહ્યું હતું. નિર્મલા સીતારામન પણ મંચ પર હતા જ્યારે ગોયલે આ સંદર્ભ આપ્યો હતો, તેમણે સાંજે બીજેપી અને આરએસએસના કાર્યકરો સાથે ફિલ્મ જોઈ હતી.

ફિલ્મની પ્રશંસા: બાદમાં, તેણીએ ટ્વીટ કર્યું, "સ્વયંસેવકો અને શુભેચ્છકોની ટીમ સાથે બેંગલુરુમાં #KantaraMovie જોઈ. વેલ મેડ @shetty_rishab (લેખક/નિર્દેશક/અભિનેતા). આ ફિલ્મ તુલુવનાડુ અને કારાવલીની સમૃદ્ધ પરંપરાઓને કેપ્ચર કરે છે.” RSS પ્રાંત સહ પ્રચાર પ્રમુખ, રાજેશ પદમારના જણાવ્યા અનુસાર, "તેઓ સિનેમા હોલમાં સીતારમણની સાથે હતા, નિર્મલા સીતારમણે રિષભ શેટ્ટીને ફોન કર્યો અને ફિલ્મની પ્રશંસા કરી હતી"

કાંટારાની પુનઃરચના: ગોયલે વૈશ્વિક રોકાણકારોના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન કહ્યું હતું કે, "ફૉર્ચ્યુન 500 કંપનીઓ જે રીતે બેંગલુરુ અને કર્ણાટકના અન્ય ભાગોમાં અને તેની આસપાસ તેમના કામકાજને વિસ્તરણ કરવા માંગે છે, મને લગભગ લાગ્યું કે તે ફિલ્મ કાંટારાની પુનઃરચના જેવી છે." (Piyush Goyal to industry veterans )

રૂપિયા 300 કરોડને પાર: તેમણે આગળ કહ્યું કે, "આ ફિલ્મ ખૂબ જ ઓછા રોકાણવાળી ઓછી બજેટની ફિલ્મ છે જેમાં સ્વદેશી કલા અને કર્ણાટકની સંસ્કૃતિ દર્શાવવામાં આવી છે. મુખ્ય પ્રધાન (બસવરાજ બોમ્માઈ) એ મને કહ્યું કે તેણે તે મૂવીમાં જેટલું રોકાણ કર્યું હતું તેના કરતાં તે લગભગ 20 ગણું વટાવી ચૂક્યું છે. મને લાગે છે કે રૂપિયા 16 કરોડના રોકાણ સામે ફિલ્મ રૂપિયા 300 કરોડને પાર કરી ગઈ છે. મને લાગે છે કે અહીં ઉદ્યોગના તમામ કેપ્ટનોએ તેની નોંધ લેવી જોઈએ"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.