- જાવેદ અખ્તર માનહાનિ કેસમાં અભિનેત્રી કંગના રનૌત આજે કોર્ટમાં પહોંચી
- માનહાનિ મામલે કંગનાએ પણ જાવેદ અખ્તર પર આરોપ લગાવ્યો
- કંગનાએ બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝમનો આરોપ લગાવ્યો હતો
મુંબઈ: જાવેદ અખ્તર માનહાનિ કેસમાં અભિનેત્રી કંગના રનૌત આજ કોર્ટમાં પહોંચ્યાં હતાં. અદાલતે ગયા અઠવાડિએ કહ્યં હતું કે અભિનેત્રી 20 સપ્ટેમ્બરની સુનાવણીની આગલી તારીખ સુધી હાજર નહીં થાય તો અદાલત કંગના વિરૂધ્ધ વોરંટ કાઢશે. આ વર્ષે ફેબ્રુઆરીમાં કોર્ટ સમક્ષ હાજર થયા પછી રનૌત પહેલીવાર સોમવારે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની અદાલતમાં હાજર થઈ હતી. આ કેસમાં કંગનાએ કાઉન્ટર એપ્લિકેશન ફાઈલ કરી છે. કંગનાએ કહ્યું કે કોર્ટે સુનાવણી વિના સાક્ષીઓ તપાસ્યા વિના 2 વાર વોરંટ ઇશ્યૂ કરવાનું કહ્યું છે. જેનાથી કોર્ટ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.
કંગનાએ શું કહ્યું
જાવેદ અખ્તર માનહાનિ મામલે કંગનાએ પણ જાવેદ અખ્તર પર આરોપ લગાવ્યો હતો. કંગનાએ જાવેદ અખ્તર પર ખંડણીની કલમો 383, 384, 387, 503, 506, r/w 44,33 IPC કલમો હેઠળ કેસ કર્યો છે. આ મામલાની સુનાવણી 1 ઓક્ટો્બરે થશે. હવે જાવેદ અખ્તર દ્વારા દાખલ કરાયેલા માનહાનિ કેસની સુનાવણી 15 નવેમ્બરે થશે.
શું છે પૂરો મામલો
એક્ટર સુશાંતસિંહ રાજપૂતના મોત પછી અભિનેત્રી કંગના રનૌતે બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિજમનો આરોપ લગાવ્યો હતો. તે દરમિયાન કંગના રાણાવતે ગીતકાર જાવેદ અખ્તરનું નામ પણ લીધું. કંગનાના નિવેદનથી દુ:ખી ગીતકાર જાવેદ અખ્તરે કંગના સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં 7-8 મી મુદત પડી છે પરંતુ કંગના એક પણ સુનાવણીમાં કોર્ટમાં હાજર થઈ ન હતી.
છેલ્લી સુનાવણી દરમિયાન કંગનાને અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થવાનું હતું, પરંતુ કંગના કોર્ટમાં પહોંચી નહોતી. કંગનાના વકીલે કોવિડના લક્ષણોનું કારણ દર્શાવીને થોડા દિવસની છૂટછાટ માટે અરજી કરી હતી. કોર્ટે 6 દિવસની રાહત આપતા સુનાવણી 20 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખી હતી.
આ પણ વાંચોઃ સમન્થા અક્કિનીએ આપ્યો મીડિયાને તીખો જવાબ, જુઓ વીડિયો
આ પણ વાંચોઃ મહેશ ભટ્ટના બર્થડે સેલિબ્રેશનમાં રણબીર આલિયા સાથે જોવા મળ્યો - તસવીરો જુઓ