ETV Bharat / bharat

કમલનાથ છિંદવાડા બેઠક જીત્યા પણ કમલે(ભાજપે) આ જીત ઝાંખી કરી દીધી

મધ્ય પ્રદેશમાં ભાજપે પોતાના કહ્યા અનુસાર બહુમતથી જીત હાંસલ કરી, તો કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ કમલનાથ જીતીને પણ હારી ગયા. કમલનાથ છિંદવાડા બેઠક પરથી 35000 મતોથી જીત્યા છે. કમલનાથની આ જીત ઝાંખી પડી ગઈ છે. Madhya Pradesh Assembly Election 2023 Kamalnath Chhindwada BJP Congress

કમલનાથ છિંદવાડા બેઠક જીત્યા પણ કમલે(ભાજપે) આ જીત ઝાંખી કરી દીધી
કમલનાથ છિંદવાડા બેઠક જીત્યા પણ કમલે(ભાજપે) આ જીત ઝાંખી કરી દીધી
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 3, 2023, 6:06 PM IST

છિંદવાડાઃ 3 ડિસેમ્બર એટલે જજમેન્ટ ડે. મધ્ય પ્રદેશમાં ભાજપે સ્પષ્ટ બહુમત મેળવી લીધો છે. મધ્ય પ્રદેશની ચૂંટણી ખરાખરીનો જંગ હતી. કાઉન્ટ ડાઉન શરુ થયું ત્યારથી જ ભાજપના પક્ષમાં પરિણામ આવતું જણાયું હતું. આ ચૂંટણીમાં શિવરાજ અને કમલનાથ બંને એ એડીચોટીનું જોર લગાવી દીધું હતું. જો કે જનતાએ બંનેમાંથી શિવરાજ પર પસંદગી ઉતારી. કમલનાથ પોતાની હોમટાઉન બેઠક છિંદવાડા જીતી ગયા પણ પ્રદેશમાં કૉંગ્રેસે હાર ભાળવી પડી.

2018ની સંજીવની એટલે કમલનાથઃ છિંદવાડાને વિકાસ મોડલ તરીકે રજૂ કરીને 2018માં કમલનાથ કૉંગ્રેસને સત્તામાં પરત લાવ્યા હતા. જો કે સિંધિયા સમર્થક ધારાસભ્યોએ નારાજ થઈને ભાજપમાં ભળી જતા તેમણે મુખ્ય પ્રધાન પદ પરથી રાજીનામુ આપવું પડ્યું હતું. હવે ફરીથી કમલનાથ મધ્ય પ્રદેશના અધ્યક્ષ બન્યા ત્યારથી સતત કૉંગ્રેસને સત્તામાં પરત લાવવા મહેનત કરતા હતા. જો કે મધ્ય પ્રદેશની જનતાએ તેમના પર ભરોસો કર્યો નહીં.

મુખ્ય પ્રધાન બનવા માંગ્યા હતા વોટઃ મધ્ય પ્રદેશની જનતાએ કમલનાથને મુખ્ય પ્રધાન બનાવવાને બદલે ભાજપ પર પસંદગી ઉતારી, પણ છિંદવાડા બેઠકની જનતાએ કમલનાથને મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર ગણીને મત આપ્યા છે. ચૂંટણી પ્રચારમાં કમલનાથને મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન બનાવાશે તેવો ઉલ્લેખ હતો.

પુત્રના રાજકીય ભવિષ્ય પર અસરઃ મધ્ય પ્રદેશ કૉંગ્રેસ કમિટિના અધ્યક્ષ કમલનાથ માટે વિધાનસભા ચૂંટણી ખૂબ જ મહત્વની હતી, કારણ કે તેમના રાજકીય જીવનની આ અંતિમ ચૂંટણી હતી. તેમજ છિંદવાડા સાંસદ અને તેમના પુત્ર નકુલનાથની રાજકીય કારકિર્દી પર પણ તેની અસર થશે. 2019માં લોકસભાની ચૂંટણી નકુલનાથ જીત્યા હતા. જો કે 2024માં નકુલનાથ અને કમલનાથને ખૂબ સંઘર્ષ કરવો પડશે.

નારી સમ્માન યોજના ઝાંખી પડીઃ ભારતીય જનતા પાર્ટીની લાડલી બહેન યોજના સામે કૉંગ્રેસે નારી સમ્માન યોજનાની જાહેરાત કરી હતી. જો કે મધ્ય પ્રદેશની મહિલાઓએ શિવરાજ સરકાર પર ભરોસો કર્યો અને પૂર્ણ બહુમત સુધી પહોંચાડી દીધા. કમલનાથની નારી સમ્માન યોજના આ યોજના સામે ઝાંખી પડી ગઈ. જો કે છિંદવાડાની જનતાએ કમલનાથ મુખ્ય પ્રધાન બને તે માટે મત આપ્યા હતા.

  1. ત્રણ રાજ્યોમાં છવાયો મોદી મેજિક તો તેલંગાણામાં ચાલી કોંગ્રેસની ગેરંટીઓ
  2. વડાપ્રધાન મોદીની ગેરંટી અને અમિત શાહની વ્યૂહરચનાનો વિજય - વસુંધરા રાજે

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.