નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથે (Former CM of Madhya Pradesh Kamal Nath) સોમવારે કહ્યું કે, તેમને પાર્ટી અધ્યક્ષ પદમાં રસ (Not interested in Congress President post) નથી. તેમણે આ ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે રાજસ્થાનમાં ઘટનાક્રમ બાદ મીડિયાના એક વિભાગમાં એવા અહેવાલો આવ્યા હતા કે, કમલનાથ પણ કોંગ્રેસ અધ્યક્ષ પદના સંભવિત ઉમેદવારોમાં સામેલ થઈ શકે છે.
કમલનાથે કહ્યું મને અધ્યક્ષ પદમાં કોઈ રસ નથી : કમલનાથે સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. સૂત્રોનું કહેવું છે કે, આ બેઠક રાજસ્થાનમાં રાજકીય સંકટના સંદર્ભમાં હતી અને કમલનાથ આ સંકટને ઉકેલવામાં ભૂમિકા ભજવી શકે છે. મધ્યપ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ કમલનાથે પત્રકારોના એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, 'મને અધ્યક્ષ પદમાં કોઈ રસ નથી. હું માત્ર (સોનિયા ગાંધીને) નવરાત્રીની શુભકામનાઓ આપવા આવ્યો છું.'