ETV Bharat / bharat

મધ્યપ્રદેશ કોંગ્રેસના ટ્રબલ શૂટર કમલનાથની અત્યાર સુધીની રાજકીય સફર, છિંદવાડાથી કોંગ્રેસના ઉમેદવાર છે - કમલનાથ

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથ મધ્યપ્રદેશની રાજનીતિનો અગ્રણી ચહેરો છે. આ વખતે કમલનાથ ચૂંટણી લડી રહ્યા છે. 3 ડિસેમ્બરે આવનારા પરિણામો રાજ્યના રાજકારણની દિશા અને સ્થિતિ નક્કી કરશે. છિંદવાડાથી આવેલા અહેવાલમાં અમે તમને કમલનાથની રાજકીય સફર વિશે જણાવીશું.

મધ્યપ્રદેશ કોંગ્રેસના ટ્રબલ શૂટર કમલનાથની અત્યાર સુધીની રાજકીય સફર, છિંદવાડાથી કોંગ્રેસના ઉમેદવાર છે

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 2, 2023, 4:25 PM IST

ભોપાલ : 77 વર્ષની ઉમરના કમલનાથ મધ્યપ્રદેશ સહિત ભારતીય રાજકારણનો એક અગ્રણી ચહેરો રહ્યાં છે. કમલનાથનો જન્મ કાનપુરમાં થયો હતો, પરંતુ તેમણે મધ્ય પ્રદેશમાં પોતાનું રાજકીય વર્ચસ્વ સ્થાપિત કર્યું છે. તેઓ છિંદવાડાથી કોંગ્રેસના ઉમેદવાર છે ત્યારે 3 ડીસેમ્બરે પરિણામ સામે આવી જશે. કમલનાથને કોંગ્રેસના ટ્રબલ શૂટર કહેવામાં આવે છે. જાણો તેમની રાજકીય સફર વિશે.

એમપીમાં રાજકીય વારસો : કમલનાથ કાનપુરમાં જન્મ્યાા, કોલકાતામાં અભ્યાસ કર્યો અને મધ્યપ્રદેશમાં કારકિર્દી બનાવી છે., ઉત્તર પ્રદેશના કાનપુરમાં જન્મેલા કમલનાથે તેમનું શાળાકીય શિક્ષણ દહેરાદૂનની દૂન સ્કૂલમાંથી કર્યું હતું. આ પછી તેમના પિતાના બિઝનેસના સંબંધમાં કોલકાતા શિફ્ટ થઈ ગયાં. ત્યાંથી કમલનાથે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું. આ સમયગાળા દરમિયાન ગાંધી પરિવાર સાથે તેમની નિકટતા વધી હતી. ઈન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી અને કમલનાથ દૂન સ્કૂલમાં જ શાળાના મિત્રો બની ગયાં હતાં અને ત્યાંથી જ કમલનાથે પોતાની રાજકીય સફરની શરૂઆત કરી હતી.

પ્રથમ વખત છિંદવાડાથી 1980માં ંસાંસદ બન્યા કમલનાથ 1980માં પ્રથમ વખત છિંદવાડા લોકસભાથી સાંસદ બન્યા હતાં. તે પછી, તેઓ 1984, 1989, 1991, 1998, 1999, 2004, 2009 અને 2014માં સતત 9 વખત છિંદવાડા લોકસભા બેઠકથી જીતીને સાંસદ બનતાં રહ્યાં હતાં. કમલનાથ 1991 થી 1994 સુધી કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી, 1995થી 1996 સુધી કેન્દ્રીય કાપડ મંત્રી, 2004થી 2008 સુધી કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી, 2009થી 2011 સુધી કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી અને શહેરી મંત્રી રહ્યા. 2012થી 2014 સુધી વિકાસ અને સંસદીય બાબતો સંભાળી હતી.

હવાલા કૌભાંડમાં નામ આવતાં 1996માં ટિકિટ ન મળી પત્ની ચૂંટણી જીતી કોંગ્રેસે 1996ની ચૂંટણીમાં છિંદવાડા લોકસભાથી કમલનાથને ટિકિટ આપી ન હતી. વાસ્તવમાં તે સમયે હવાલા કૌભાંડમાં કમલનાથનું નામ સામે આવ્યું હતું. આ વખતે કોંગ્રેસ પાર્ટીએ કમલનાથના સ્થાને તેમની પત્ની અલકા નાથને મેદાનમાં ઉતાર્યા હતાં, જો કે અલકા નાથ પણ અહીં ચૂંટણી જીત્યા હતા. 1984ના શીખ રમખાણોમાં પણ કમલનાથનું નામ સતત લેવામાં આવે છે. ભાજપ હંમેશા આ મામલે તેમને ઘેરતો જોવા મળે છે.

સુંદરલાલ પટવા સામે ચૂંટણી હાર્યાં 1996માં જ્યારે કમલનાથની પત્ની અલકા નાથ છિંદવાડાથી સાંસદ બન્યા ત્યારે 1997માં કમલનાથે લોકસભામાંથી રાજીનામું અપાવી દીધું હતું. 1997માં છિંદવાડામાં ફરીથી લોકસભા પેટાચૂંટણી યોજાઈ. અહીં આ વખતે ભારતીય જનતા પાર્ટીએ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી સુંદરલાલ પટવાને મેદાનમાં ઉતાર્યા હતાં અને આ એકમાત્ર ચૂંટણી હતી જ્યારે કમલનાથ સુંદરલાલ પટવા સામે ચૂંટણી હારી ગયાં હતાં.

1968માં યુથ કોંગ્રેસમાં જોડાયા હતાં : કમલનાથે તેમના વિદ્યાર્થી જીવનથી જ રાજકારણની શરૂઆત કરી હતી. કમલનાથ 1968માં યુથ કોંગ્રેસમાં જોડાયા અને 1976માં તેમને ઉત્તર પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રભારી બનાવવામાં આવ્યાં. 1970થી 1981 સુધી, કમલનાથ અખિલ ભારતીય યુવા કોંગ્રેસની રાષ્ટ્રીય પરિષદના સભ્ય પણ હતાં. 1979માં યુથ કોંગ્રેસ દ્વારા કમલનાથને મહારાષ્ટ્ર નિરીક્ષકની જવાબદારી સોંપવામાં આવી હતી. કમલનાથ 2000થી 2018 સુધી અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ હતાં અને હાલમાં તેઓ મધ્ય પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ છે.

2018માં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બન્યાં, 2020માં સરકાર પડી : મધ્ય પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યાના 6 મહિના બાદ જ કમલનાથ કોંગ્રેસ માટે લાઈફલાઈન સાબિત થયા. 2018માં, કોંગ્રેસ સત્તામાં પાછી આવી અને 17 ડિસેમ્બર 2018ના રોજ, કમલનાથ મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાયા. લગભગ 15 મહિના સુધી મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન રહ્યા પછી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત સિંધિયા સાથેના વિવાદને કારણે, સિંધિયા ભાજપમાં તેમના સમર્થક ધારાસભ્યો સાથે જોડાઇ ગયાં. આમ થતાં કોંગ્રેસની સરકાર પડી ગઇ. ત્યારથી કમલનાથ ફરી એકવાર વિપક્ષની ભૂમિકામાં આવ્યાં છે અને છેલ્લા 3 વર્ષથી કોંગ્રેસ માટે સખત મહેનત કરી રહ્યા છે.

  1. કમલનાથના 'મારો ભારત મહાન નહીં બદનામ' નિવેદન પર શિવરાજનો જવાબ-કમલનાથ દેશદ્રોહી
  2. કમલનાથના નિવેદન પર ભડક્યા રાહુલ ગાંધી, કહ્યું- આવી ભાષા મને પસંદ નથી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.