નવી દિલ્હી : દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના કાઉન્ટર ઇન્ટેલિજન્સ યુનિટ (CIU) દ્વારા સંસદ સુરક્ષા ભંગ કેસની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે હાલમાં તમામ છ આરોપીઓની એકસાથે પૂછપરછ કરવામાં આવી છે. પોલીસે આ કાર્યવાહી ચેઈન ઓફ ઈવેન્ટ્સ સાથે મેચ કરવા માટે કરી હતી. જેથી પોલીસ ખાતરી કરી શકે કે તમામ આરોપીઓના નિવેદન એકસમાન છે કે નહીં.
સંસદ સુરક્ષા ભંગ : આ અંગે દિલ્હી પોલીસના અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે તમામ 6 આરોપીઓને સ્પેશિયલ સેલના પાંચ અલગ-અલગ યુનિટમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં તેમને સતત ગ્રીલિંગ કરવામાં આવ્યા હતા. આ પહેલા બુધવારના રોજ આરોપીઓને કાઉન્ટર ઇન્ટેલિજન્સ યુનિટને (CIU) સોંપવામાં આવ્યા હતો. જ્યાં આરોપીઓની સંયુક્ત પૂછપરછ કરવામાં આવી હતી.
CIU દ્વારા તપાસ : દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે તેઓ ફરીથી જારી કરાયેલા સિમ કાર્ડના માધ્યમથી ઈમેલને પુનઃપ્રાપ્ત કરવા માટે ભારતીય કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમની મદદ લઈ રહ્યા છે. આ ઉપરાંત સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં વધુ લીડ મેળવા માટે સ્પેશિયલ સેલ છ ટીમ સાથે મળીને કામ કરી રહી છે. આ તમામ ટીમ લખનૌ, મૈસુર, કર્ણાટક, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને હરિયાણામાં આરોપીઓ સાથે જોડાયેલા સ્થળ પર દરોડા પાડી રહી છે.
આરોપીઓની કડક પૂછપરછ : આ દરમિયાન ચાર આરોપીઓની સાત દિવસની કસ્ટડી ગુરુવારના રોજ પૂરી થઈ હતી, જેમાં મનોરંજન, અમોલ, સાગર અને નીલમ સામેલ છે. વર્ષ 2001 સંસદ આતંકવાદી હુમલાની 22 મી વરસી પર થયેલા સુરક્ષા ભંગે સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો. આ દરમિયાન દિલ્હી પોલીસે કહ્યું કે, આરોપીએ નાશ કરેલા સિમકાર્ડની મદદથી એક ઈમેલને એક્સેસ કરવાનો પ્રયાસ કરી કરવામાં આવી રહ્યો છે.