ETV Bharat / bharat

રાજસ્થાન સરદારપુરા વિધાનસભા પર અશોક ગેહલોતની જીત, ભાજપના ઉમેદવારને 26,396 મતથી પછાડ્યા

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે, જેમાં રાજસ્થાનમાં બહુમતી સાથે ભાજપ સરકાર બનતી  દેખાઈ રહી છે. ત્યારે જોધપુરની સરદારપુરા વિધાનસભા સીટ પરથી અશોક ગેહલોતે ફરી એકવાર મોટી જીત મેળવી છે. તેમણે ભાજપના ઉમેદવાર પ્રો. મહેન્દ્રસિંહ રાઠોડને 26,396 મતોથી હરાવ્યા છે. Rajasthan vidhan sabha chunav assembly election Result 2023

રાજસ્થાન સરદારપુરા વિધાનસભા પર અશોક ગેહલોતની જીત

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 3, 2023, 5:12 PM IST

રાજસ્થાન : અશોક ગેહલોત જોધપુર જિલ્લાની સરદારપુરા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતી ગયા છે. તેમણે ભાજપના મહેન્દ્ર સિંહ રાઠોડને 26,396 મતોથી હરાવ્યા છે. અશોક ગેહલોતને 96,869 વોટ મળ્યા હતા, જ્યારે બીજેપી ઉમેદવારને 70,463 વોટ મળ્યા હતા. જોકે મુખ્યપ્રધાન તરીકે ચૂંટણી લડ્યા હોવા છતાં અશોક ગેહલોત તેમના અગાઉના વિજયના આંકડા જાળવી શક્યા ન હતા. વર્ષ 2018 માં અશોક ગેહલોતે 45 હજારથી વધુ મત સાથે ચૂંટણી જીતી હતી. આ વખતે રેકોર્ડ બ્રેકિંગ મતોથી જીતનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ તે શક્ય ન બન્યું અને તેઓ 26,396 મતોથી જીત્યા છે.

  • #WATCH | Delhi: On BJP's lead in Rajasthan, CM Ashok Gehlot says "I have always said that I will accept the mandate of the people and I extend my best wishes to the future government. I hope they work for the welfare of the people of the state...The results are shocking..." pic.twitter.com/r7uxhOUk2P

    — ANI (@ANI) December 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સરદારપુરા બેઠક સૌથી હોટ બેઠકોમાંથી એક હતી કારણ કે, કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સીએમ અશોક ગેહલોત અહીંથી ચૂંટણી મેદાનમાં હતા. અશોક ગેહલોત અહીંથી સતત છઠ્ઠી વખત ચૂંટણી જીત્યા છે. તેઓ 1977 માં પહેલીવાર અહીંથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. ત્યારથી તેઓ સતત આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1998 માં કોંગ્રેસ નેતા માનસિંહ દેવડાએ આ સીટ અશોક ગેહલોત માટે છોડી દીધી હતી. દેવડાના રાજીનામા પછી અશોક ગેહલોત અહીં યોજાયેલી પેટાચૂંટણીમાં જીત્યા અને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા. જોકે આ પહેલા તેમણે મુખ્યપ્રધાન પદના શપથ લીધા હતા. 1998 ની પેટાચૂંટણી બાદ ગેહલોત સતત છઠ્ઠી વખત સરદારપુરા બેઠક પરથી ધારાસભ્ય બન્યા છે.

આ વખતે ભાજપ દ્વારા અશોક ગેહલોતની સામે પ્રો. મહેન્દ્રસિંહ રાઠોડને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. તેઓ રાજસ્થાનના પૂર્વ મુખ્યપ્રધાન વસુંધરા રાજેના નજીકના ગણાય છે, પરંતુ તેઓ અહીં બહુ અસરકારક સાબિત થયા ન હતા. આખરે તેમને સીએમ અશોક ગેહલોત સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

અશોક ગેહલોતની ચૂંટણી યાત્રા :

  • 1999 : મેઘરાજ લોહિયાને 49,280 મતોથી હરાવ્યા
  • 2003 : મહેન્દ્ર ઝાબકને 18,991 મતોથી હરાવ્યા
  • 2008 : રાજેન્દ્ર ગેહલોતને 15,340 મતોથી હરાવ્યા
  • 2013 : શંભુસિંહ ખેતાસરને 18,484 મતોથી હરાવ્યા
  • 2018 : શંભુ સિંહ ખેતાસરને 45,597 મતોથી હરાવ્યા

1999 પેટા ચૂંટણીના પરિણામ : 1999 ની પેટાચૂંટણીમાં અશોક ગેહલોતને 69,856 મત મળ્યા, જે કુલ મતના 46.7 % હતા. જ્યારે ભાજપના મેઘરાજ લોહિયાને 20,576 મત મળ્યા, જે 14 % હતા. અશોક ગેહલોતે ભાજપના મેઘરાજ લોહિયાને 49,280 મતોથી હરાવ્યા હતા.

2003 ચૂંટણી પરિણામ : 2003 માં અશોક ગેહલોતને 58,509 વોટ મળ્યા હતા, જે કુલ વોટના 56.76 % હતા. જ્યારે ભાજપના મહેન્દ્ર ઝાબકને 39,518 મત મળ્યા, જે 38.32 % હતા. અશોક ગેહલોત 18,991 મતોથી ચૂંટણી જીત્યા હતા.

2008 ચૂંટણી પરિણામ : 2008 માં અશોક ગેહલોતને 55,516 વોટ મળ્યા હતા, જે કુલ વોટના 55.42 % હતા. જ્યારે ભાજપના રાજેન્દ્ર ગેહલોતને 40,176 મત મળ્યા, જે 40.1 % હતા. અશોક ગેહલોત 15340 મતોથી ચૂંટણી જીત્યા હતા.

2013 ચૂંટણી પરિણામ : 2013 માં અશોક ગેહલોતને 77,835 વોટ મળ્યા હતા, જે કુલ વોટના 54.96 % હતા. જ્યારે ભાજપના ઉમેદવાર શંભુ સિંહ ખેતાસરને 59357 મત મળ્યા, જે 41.91 % હતા. અશોક ગેહલોત 18478 મતોથી જીત્યા હતા.

2018 ચૂંટણી પરિણામ : 2018 માં અશોક ગેહલોતને 97,081 વોટ મળ્યા , જે કુલ મતદાનના 63.31 % હતા. જ્યારે ભાજપના ઉમેદવાર શંભુસિંહ ખેતાસરને 51,484 મત મળ્યા, જે 33.57 % હતા. અશોક ગેહલોત 45597 મતોથી ચૂંટણી જીત્યા હતા.

  1. ઝાલારાપાટનથી વસુંધરા રાજેની મોટી જીત, કોંગ્રેસના રામલાલને મોટા માર્જિનથી હરાવ્યા
  2. ABVPમાંથી પોતાની રાજકીય સફર શરૂ કરી, TDPમાં પ્રવેશ કર્યો, પછી કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો, જાણો કોણ છે રેવંત રેડ્ડી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.