મુંબઈ જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ફારૂક અબ્દુલ્લાએ દેશમાં (Farooq Abdullah) મુસ્લિમો સાથે કથિત દુર્વ્યવહારને લઈને કેન્દ્ર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ગુરુવારે મુંબઈમાં છગન ભુજબળના 75માં જન્મદિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન (75th birthday of Chhagan Bhujbal) વાત કહી હતી. ફારુક અબ્દુલ્લાએ કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, અમે તમારી સાથે છીએ. આપણે કાશ્મીરથી કન્યાકુમારી (Farooq Abdullah) સુધી દેશને એકજૂટ રાખવાનો છે. આ કાર્યક્રમમાં હાજરી આપનારા નેતાઓમાં શિવસેનાના ઉદ્ધવ ઠાકરે, ગીતકાર જાવેદ અખ્તર અને NCP નેતા અજિત પવારનો સમાવેશ થાય છે.
અમે તમારી સાથે છીએ નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું, અમે તમારી સાથે છીએ. કાશ્મીરથી કન્યાકુમારી સુધી આપણે દેશને એક રાખવો પડશે. હું મુસ્લિમ છું, પણ ભારતીય મુસ્લિમ. હું ચાઈનીઝ મુસ્લિમ નથી. તેણે વધુમાં કહ્યું કે, દરેક વ્યક્તિ અલગ હોઈ શકે છે. પરંતુ આપણે સાથે મળીને આ દેશનું નિર્માણ કરી શકીએ છીએ. તેને મિત્રતા કહેવાય. ધર્મ લોકોને એકબીજાને નફરત કરવાનું શીખવતો નથી. આ હિન્દુસ્તાન છે. તે દરેકનું છે.
ભાજપના નેતાઓના નિવેદન પર હોબાળો જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબ્દુલ્લાની ટિપ્પણી (Farooq Abdullah hits at BJP) દિલ્હીમાં એક કાર્યક્રમમાં ભાજપના બે નેતાઓએ કથિત રીતે નફરતભર્યા ભાષણો કર્યાના દિવસો પછી આવી છે. જેમાં તેમણે એક સમુદાયનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની હાકલ કરી હતી. 1 ઓક્ટોબરે નવી દિલ્હીમાં 25 વર્ષીય મનીષની હત્યા બાદ 9 ઓક્ટોબરે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બીજેપી સાંસદ પ્રવેશ વર્માએ આ નિવેદન આપ્યું હતું.
વિપક્ષોઓએ ભાજપને ઘેર્યો આ નિવેદન બાદ વિપક્ષી નેતાઓએ આ નિવેદનને ખતરનાક ગણાવતા ભાજપની ટીકા કરી હતી. આ વિવાદાસ્પદ નિવેદન અંગે કોંગ્રેસે કહ્યું હતું કે PM નરેન્દ્ર મોદી કેમ ચૂપ છે? બીજી તરફ, રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે ભાજપ પર સમાજને સાંપ્રદાયિક બનાવવા અને બંધારણનો નાશ કરવાનો આરોપ લગાવ્યો હતો.(farooq abdullah party)
તેજસ્વી યાદવે પણ કટાક્ષ કર્યો આ સિવાય બિહારના ડેપ્યુટી CM અને RJD નેતા તેજસ્વી યાદવે (Tejashwi Yadav) કહ્યું હતું કે, જો કોઈ વિદેશમાં ખાસ કરીને મુસ્લિમ દેશોમાં કામ કરતા ભારતીયો સાથે આવું વર્તન કરે તો શું થશે? આ નિવેદન પર AIMIMના વડા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે ભાજપ-RSS સાંસદ ખુલ્લી બેઠકમાં મુસ્લિમોનો બહિષ્કાર કરવાના શપથ લઈ રહ્યા છે. સત્ય એ છે કે ભાજપે મુસ્લિમો સામે યુદ્ધ શરૂ કર્યું છે.