ETV Bharat / bharat

ઝારખંડ હાઈકોર્ટે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યપ્રધાન રાવતને આપી નોટિસ - Attempt to overthrow the government in Uttarakhand

ઝારખંડ હાઈકોર્ટે (Jharkhand High Court) ઉત્તરાખંડના પૂર્વ મુખ્યપ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવતને ઝારખંડ હાઈકોર્ટ દ્વારા નોટિસ મોકલવામાં (Notice has been sent to former CM of Uttarakhand Trivendra Singh Rawat) આવી છે. આ ઘટના બ્લેકમેલની ફરિયાદ અને ઉત્તરાખંડમાં સરકારને તોડવાના પ્રયાસ સાથે સંબંધિત છે.

ઝારખંડ હાઈકોર્ટે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યપ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવતને મોકલી  નોટિસ

author img

By

Published : Mar 26, 2022, 7:31 AM IST

રાંચીઃ ઝારખંડ હાઈકોર્ટે ઉત્તરાખંડના(Jharkhand High Court) પૂર્વ મુખ્યપ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવત અને અમૃતેશ સિંહ ચૌહાણને પણ નોટિસ પાઠવવામાં (Notice has been sent to former CM of Uttarakhand Trivendra Singh Rawat)આવી છે. શુક્રવારે હાઇકોર્ટે ઉત્તરાખંડમાં સરકારને પછાડવાની કોશિશ(Attempt to overthrow the government in Uttarakhand) અને અમૃતેશ સિંહ ચૌહાણને બ્લેકમેલ કરવાના આરોપી ઉમેશ કુમારની અરજી પર સુનાવણી કર્યા બાદ આ નોટિસ જારી કરવામાં આવી હતી. ઉમેશ કુમારે ઝારખંડ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને નીચલી કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી પર રોક લગાવવાની માંગ કરી હતી.

આ પણ વાંચો:બુટમાં સંતાડયું હતું 19.45 લાખનું પ્રવાહી સ્વરૂપમાં સોનું, જયપુર એરપોર્ટ પર ફૂટયો ભાંડો

સીએમને નોટિસ: મળતી માહિતી મુજબ આ સુનાવણીમાં ઉત્તરાખંડના પૂર્વ સીએમને પોતાનો પક્ષ રજૂ કરવા માટે નોટિસ મોકલવામાં આવી છે. શુક્રવારે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં ઉમેશ કુમાર વતી દલીલ કરી હતી. હાલમાં ઝારખંડ હાઈકોર્ટે આ કેસમાં આરોપી ઉમેશ વિરુદ્ધ રાંચીની નીચલી કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી પર રોક લગાવી દીધી છે.

ઉમેશ શર્મા વિરુદ્ધ FIR: સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, રાંચીના અરગોરા પોલીસ સ્ટેશનમાં ઉત્તરાખંડ સરકારને તોડવાની કોશિશ, બ્લેકમેલિંગ અને ધમકી આપવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે. આમાં રાંચીના કદ્રુના રહેવાસી અમૃતેશ સિંહ ચૌહાણ દ્વારા ઉમેશ શર્મા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી, જેમાં તેમના પર બળજબરીથી પુરાવા માંગવાનો અને ધમકી આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ FIR વર્ષ 2018માં ઉમેશ શર્મા વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી. આ પછી ઝારખંડ પોલીસે આરોપીની દેહરાદૂનથી ધરપકડ કરી હતી. રાંચીની નીચલી કોર્ટમાં ઉમેશ વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે.

આ પણ વાંચો:ધામી સતત બીજી વાર ઉત્તરાખંડના સીએમ બન્યા, રાજ્યપાલે લેવડાવ્યા શપથ

ઉમેશ પર આરોપો: શુક્રવારે હાઈકોર્ટમાં ઉમેશ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, ઉમેશ પર આરોપો લગાવવામાં આવ્યા છે. એમાં કોઈ સત્ય નથી. તેની સામે એક પણ પુરાવો આપવામાં આવ્યો નથી. આમ તેની સામે કોઈ કેસ કરવામાં આવતો નથી. તેથી નોંધાયેલ કેસ અને તમામ કાર્યવાહી રદ થવી જોઈએ.

આ છે આખી ઘટના: FIRમાં અમૃતેશ કુમાર ચૌહાણે કહ્યું હતું કે, ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવત સાથે તેમના સારા સંબંધો છે. ઉમેશ શર્માએ તેને એક ખાનગી ન્યૂઝ ચેનલના માલિક તરીકેની ઓળખ આપી મળવા બોલાવ્યો હતો. વોટ્સએપ કોલ્સ અને મેસેજ મોકલીને અમૃતેશને લોકતાંત્રિક સરકારને પછાડવા માટે ગુપ્ત માહિતી એકત્રિત કરવાનું કહેવામાં આવ્યું હતું. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ઉમેશ કુમારે જો તેમ ન કર્યું તો તેને EDના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. તેણે તેના પર દિલ્હી અથવા દેહરાદૂન જઈને મળવાનું દબાણ કર્યું. આ કેસની સુનાવણી દરમિયાન ઝારખંડ હાઈકોર્ટે પૂર્વ મુખ્યપ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવતને નોટિસ મોકલી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.