નવી દિલ્હી : એન્જિનિયરિંગમાં એડમિશન માટે JEE મેઈન પરિણામ 2023માં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે એલર્ટ છે. JEE મેઇન 2023 સત્ર 1નું પરિણામ ટૂંક સમયમાં જાહેર થવાની અપેક્ષા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ સંયુક્ત પ્રવેશ પરીક્ષા (મુખ્ય) 2023 ના પ્રથમ સત્ર માટે અંતિમ આન્સર કી બહાર પાડી છે. અગાઉ પ્રોવિઝનલ આન્સર કી બહાર પાડવામાં આવી હતી.
આ પણ વાંચો : Valentine Week PRAPOSE DAY 2023: ગમતી વ્યક્તિને પ્રપોઝ કરવા આવું કંઈક કરો
JEE મેઈન પરિણામ 2023 : JEE મે જાન્યુઆરી 2023ની અંતિમ આન્સર-કી 5 ફેબ્રુઆરીના રોજ બહાર પાડવામાં આવી હતી. તેને ડાઉનલોડ કરવા માટે, સત્તાવાર વેબસાઇટ, jeemain.nta.nic.in પર જાઓ. NTA એ હજુ સુધી સત્તાવાર રીતે જાન્યુઆરી સત્રના પરિણામો જાહેર કરવાની કોઈ તારીખની પુષ્ટિ કરી નથી. ઉમેદવારોને તેના વિશે ટૂંક સમયમાં જાણ કરવામાં આવશે.
આ પણ વાંચો : Valentine Week Chocolate Day: જાણો શા માટે ઉજવવામાં આવે છે ચોકલેટ ડે