ETV Bharat / bharat

UP Crime News : યુપીમાં પ્રોફેસરની વિદ્યાર્થીની સાથે અશ્લીલ હરકતો, B.Ed અને TET પાસ કરાવાનું કહીને શારીરિક સંબંધ બાંધવા માટે કર્યું દબાણ - UP Crime

ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાની ટીડી કોલેજના પ્રોફેસરનો વાયરલ વીડિયો સામે આવ્યો છે. પ્રોફેસર વિદ્યાર્થિનીઓને પોતાની કેબિનમાં બોલાવતો હતો અને અશ્લીલ વાતો કરતો હતો. પ્રોફેસરના આ ગંદા કૃત્ય અને ઈરાદાને સમજીને એક વિદ્યાર્થીએ તેની વાતચીતનો વીડિયો બનાવ્યો હતો.

પ્રોફેસરની વિદ્યાર્થીની સાથે અશ્લીલ હરકતો

author img

By

Published : May 26, 2023, 8:35 PM IST

ઉત્તર પ્રદેશ: જૌનપુર જિલ્લામાં સ્થિત પૂર્વાંચલ યુનિવર્સિટી સાથે જોડાયેલી ટીડી કોલેજ આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. ચર્ચા એજ્યુકેશન સિસ્ટમની સારી કે ખરાબ હોવાની નથી પરંતુ પ્રોફેસરના ગંદા કાર્યોની છે. શિક્ષણ મંદિરને કલંકિત કરનાર પ્રોફેસરે એક વિદ્યાર્થિનીને B.Ed અને TET પાસ કરવાનું કહીને તેની સાથે અશ્લીલ વાતો કરી એટલું જ નહીં, શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ પણ કર્યું હતું.

પ્રોફેસરને પાઠવી નોટિસ: જો કે વિદ્યાર્થિની પણ ખૂબ જ હોંશિયાર નીકળી હતી અને તેણે ગુપ્ત રીતે પ્રોફેસરની તમામ વાતો રેકોર્ડ કરી હતી અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ કોલેજના પ્રિન્સિપાલે નોટિસ પાઠવી પ્રોફેસર પાસેથી ખુલાસો માંગ્યો છે. હજુ સુધી પોલીસ સુધી ફરિયાદ પહોંચી નથી. વીડિયોમાં પ્રેક્ટિકલમાં માર્કસ વધારવા માટે આરોપી પ્રોફેસર વિદ્યાર્થીની સાથે અશ્લીલ હરકતો કરી રહ્યો છે.

આરોપી શિક્ષક સામે કાર્યવાહી કરવા માંગ: પ્રિન્સિપાલે જણાવ્યું કે, પ્રથમ નજરે આ વીડિયો અમારી કોલેજના પ્રોફેસરનો હોવાનું જણાય છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ વીડિયોના આધારે આરોપી શિક્ષકને લેખિતમાં પોતાનો કેસ રજૂ કરવા શનિવાર સુધીનો સમય આપવામાં આવ્યો છે. હાલમાં વિદ્યાર્થીઓને આ અંગેની જાણ થતાં જ તેઓએ આચાર્યની ઓફિસનો ઘેરાવ કર્યો હતો અને આરોપી શિક્ષક સામે વહેલી તકે કાર્યવાહી કરવા મક્કમ છે.

  1. CBI files charge sheet: છોકરીઓના અશ્લીલ વીડિયો પ્રકાશિત કરનાર પીએચડી વિદ્યાર્થીની ચાર્જશીટ દાખલ
  2. Jamnagar News: જામનગરમાં લંપટ પ્રિન્સિપાલે 15 વર્ષની વિદ્યાર્થીની સાથે આચર્યું દુષ્કર્મ

કોલેજના પ્રિન્સિપાલે શું કહ્યું: મામલાની ગંભીરતા જોઈને લાઈન બજારની પોલીસ ટીડી કોલેજ કેમ્પસમાં પહોંચી ગઈ છે. અને કહ્યું હતું કે જો પીડિત વિદ્યાર્થીનીના અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવશે તો તેઓ વિરોધ કરશે અને ન્યાય માટે લડત આપશે. કોલેજના પ્રિન્સિપાલ આલોક કુમાર સિંહે જણાવ્યું કે ગુરુવારે સાંજે લખનૌના એક પત્રકારે એક વીડિયો મોકલીને પૂછ્યું કે શું આ વીડિયો તમારી કોલેજના કોઈ શિક્ષકનો છે. જેની તપાસમાં તેની કોલેજના પ્રોફેસરનો વીડિયો સામે આવ્યો હતો. આ અંગે નોટિસ જારી કરવામાં આવી છે.

For All Latest Updates

TAGGED:

UP Crime
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.