ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીર પોલીસે ગિલાનીના નિધન પછીના ઘટનાક્રમના 4 વિડીયો શેર કર્યા, કર્યો ચોંકાવનારો દાવો - અલગતાવાદી નેતા

જમ્મુ-કાશ્મીર પોલીસે સોમવારના અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના નિધન બાદના ઘટનાક્રમનો વિડીયો શેર કર્યો છે.

ગિલાનીના મૃતદેહને પાકિસ્તાની ઝંડાથી ઢાંકવાને લઇને UAPA હેઠળ કેસ

author img

By

Published : Sep 7, 2021, 1:45 PM IST

  • જમ્મુ-કાશ્મીર પોલીસે પોતાના ટ્વિટર હેન્ડલ પર 4 વિડીયો શેર કર્યા
  • પાકિસ્તાન તરફથી ફેલાવવામાં આવી રહેલી અફવાઓ ફગાવી
  • કેટલાક લોકો ગિલાનીનો મૃતદેહ હૈદરપોરા કબ્રસ્તાનથી નીકાળવાની ફિરાકમાં હતા
  • મૃતદેહને કબરમાંથી નીકાળી જૂના શહેર સ્થિત ઈદગાહ કબ્રસ્તાનમાં દફન કરવાનો હતો પ્લાન

શ્રીનગર: જમ્મુ-કાશ્મીર પોલીસે સોમવારના કહ્યું કે, તેના અધિકારીઓએ ત્યારે અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના ઘર પર ત્રણ કલાક રાહ જોવી પડી જ્યારે તેઓ તેમના મૃત્ય બાદ તેમને દફન કરવા માટે લઇ ગયા હતા. પોલીસે કહ્યું કે, કદાચ પાકિસ્તાન અને અસામાજિક તત્વોના દબાણથી ગિલાની પરિવાર દેશ વિરોધી ગતિવિધિઓમાં સામેલ થયો. જમ્મુ-કાશ્મીર પોલીસે કથિત રીતે સરહદ પારથી ફેલાવવામાં આવી રહેલી અફવાઓનું ખંડન કરતા પોતાના ટ્વિટર હેન્ડલના માધ્યમથી 4 વિડીયો શેર કર્યા છે.

ગિલાનીના મૃતદેહને પાકિસ્તાની ઝંડાથી ઢાંકવાને લઇને UAPA હેઠળ કેસ

જમ્મુ-કાશમીર પોલીસે ગિલાનીના મૃતદેહને પાકિસ્તાની ઝંડાથી લપેટવા અને તેમના ઘર પર કથિત રીતે દેશ વિરોધી નારા લગાવવાને લઇને Unlawful Activities (Prevention) Act (UAPA) હેઠળ કેસ નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિનાલીનો મૃતદેહ હૈદરપોરા સ્થિત કબ્રસ્તાનથી નીકાળીને જૂના શહેર સ્થિત ઈદગાહ કબ્રસ્તાનમાં દફનાવવાથી રોકવા માટે શહેરના કેટલાક વિસ્તારોમાં સત્તાવાળાઓ દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે સોમવારે પાંચમા દિવસે સામાન્ય જનજીવન પ્રભાવિત રહ્યું હતું.

સાવચેતીના ભાગરૂપે હૈદરપોરા અને ઇદગાહની આસપાસ પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા

અધિકારીઓએ કહ્યું કે, એવી જાણકારી મળી હતી કે, તોફાની તત્વો ગિલાનીના મૃતદેહને ઈદગાહ કબ્રસ્તાનમાં દફન કરવા માટે કબરથી નીકાળવાનો પ્રયત્ન કરી શકે છે, જ્યાં કેટલાક આતંકવાદીઓ અને બે ટોચના અલગતાવાદી નેતાઓ - અબ્દુલ ગની લોન અને મીરવાઈઝ મોહમ્મદ ફારૂક દફનાવવામાં આવ્યા છે. અલગતાવાદીઓ તરફથી ગત વર્ષે ફેબ્રુઆરીમાં જાહેર કરવામાં આવેલા એક નિવેદન પ્રમાણે ગિલાનીએ ઈદગાહ કબ્રસ્તાનમાં દફનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, 91 વર્ષિય ગિલાનીનું બુધવારના તેમના ઘરે નિધન થયું હતું.

વધુ વાંચો: ગિલાનીના અંતિમ સંસ્કાર પર મહેબુબા મુફ્તીનું નિવેદન, મૃત શરીરને તો સન્માન મળવું જ જોઈએ

વધુ વાંચો: સોમવાર સાંજ સુધી કાશ્મીરમાં ફરી શરૂ કરાશે મોબાઇલ ઇન્ટરનેટ સેવા, ગિલાનીના મોત બાદ લાગી હતી રોક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.