ETV Bharat / bharat

રોહિંગ્યાઓને આશરો આપનારાઓ વિરુદ્ધ અભિયાન, જમ્મુકાશ્મીર પોલીસ દ્વારા કાર્યવાહી - Action by Jammu and Kashmir Police

જમ્મુકાશ્મીરમાં પોલીસે રોહિંગ્યાઓને આશરો આપનારાઓ વિરુદ્ધ અભિયાન છેડ્યું છે. ભારતમાં ગેરકાયદે રહેતાં રોહિંગ્યાઓે સહિતના વિદેશી લોકોને આશ્રય આપવામાં અને સરકારી લાભો મેળવવામાં સહાય કરનારા તમામ લોકો સામે આજે જમ્મુકાશ્મીર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

રોહિંગ્યાઓને આશરો આપનારાઓ વિરુદ્ધ અભિયાન, જમ્મુકાશ્મીર પોલીસ દ્વારા કાર્યવાહી

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 19, 2023, 2:03 PM IST

જમ્મુકાશ્મીરમાં પોલીસે રોહિંગ્યાઓને આશરો આપનારાઓ વિરુદ્ધ અભિયાન છેડ્યું છે. ભારતમાં ગેરકાયદે રહેતાં રોહિંગ્યાઓે સહિતના વિદેશી લોકોને આશ્રય આપવામાં અને સરકારી લાભો મેળવવામાં સહાય કરનારા તમામ લોકો સામે આજે જમ્મુકાશ્મીર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.જમ્મુ : ભારતમાં ગેરકાયદે રહેતાં રોહિંગ્યાઓે સહિતના વિદેશી લોકોને આશ્રય આપવામાં અને સરકારી લાભો મેળવવામાં સહાયક બની રહેલા તમામ લોકો સામે આજે જમ્મુકાશ્મીર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. એફઆઈઆર નંબર P/S સતવારી એફઆઈઆર નંબર.270 , P/S દ્વારા નીચેના પોલીસ સ્ટેશનોમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. અનુક્રમે ત્રિકુટા નગર એફઆઈઆર નંબર 352, P/S બાગ-એ-બહુ FIR નં.107, P/S ચન્ની હિમ્મત FIR નં.184, P/S નોવાબાદ એફઆઈઆર નંબર.191, P/S ડોમના એફઆઈઆર નંબર 370, P/S નગરોટા એફઆઈઆર નંબર. 527 નોંધવામાં આવી ચૂકી છે. આ એફઆઈઆરમાં જે લોકો અન્ય રાષ્ટ્રના વિદેશીઓ (રોહિંગ્યા) લોકોને આશ્રય આપવાના આરોપી હોવાનું જાણવા મળ્યું છે.

કડક કાર્યવાહી થશે : મેજિસ્ટ્રેટની હાજરીમાં થયેલી પ્રક્રિયા મુજબ જમ્મુ જિલ્લાના વિવિધ સ્થળોએ જ્યાં બિનભારતીય નાગરિકોને આવાસ આપવામાં આવે છે. આવીે સુવિધા આપનારા લોકોના રહેણાંક સ્થળોએ પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. સર્ચ દરમિયાન ગેરકાયદેે મેળવેલા ભારતીય દસ્તાવેજો જેવા કે પાન કાર્ડ, આધાર કાર્ડ, બેંક દસ્તાવેજો સહિતની અન્ય ગુનાહિત સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને અન્ય વિગતો બાદમાં જણાવવામાં આવશે. આ ઉપરાંત ભવિષ્યમાં આવા તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ પોલીસ સૂત્રો જણાવી રહ્યાં છે.

સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી : જમ્મુના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (ડીઆઈજી) શક્તિ પાઠકે મંગળવારે જણાવ્યું હતું કે પોલીસે દેશના બિનનાગરિક, રોહિંગ્યાઓના સંદર્ભમાં બહારથી આવતા લોકોને દસ્તાવેજો અને પ્લોટ પૂરા પાડતા લોકો સામે શહેરમાં વિવિધ સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીએ એમ પણ કહ્યું કે તપાસ ચાલુ છે. જમ્મુ શહેરમાં અલગઅલગ સ્થળોએ લોકોએ બહારથી આવેલા લોકોને તેમના પ્લોટ આપ્યા છે. અમે તપાસ કરી રહ્યા છીએ કે તેમને આ સુવિધાઓ કોણ આપી રહ્યું છે અને તેમને ભારત સરકારની સુવિધાઓ મેળવવામાં મદદ કરે છે. સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. જમ્મુમાં લગભગ 29-30 સ્થળોએ સર્ચ ચાલી રહ્યું છે. અમે દસ્તાવેજોની ચકાસણી કરી રહ્યા છીએ અને તેને આ દસ્તાવેજો આપવામાં કોણે મદદ કરી.

રોંહિગ્યાઓને સરકારી લાભો અપાવનારા પર કાર્યવાહી : જમ્મુ અને કાશ્મીર પોલીસે જમ્મુના ભથિંડી વિસ્તારમાં રોહિંગ્યા કોલોનીમાં સર્ચ કર્યું હતું. આ વિશે જ્મ્મુ પોલીસે મંગળવારે પ્રેસ રિલીઝમાં માહિતી આપી હતી કે રોહિંગ્યાઓને આશ્રય આપવાના આરોપીઓ સામે વિવિધ પોલીસ સ્ટેશનોમાં પ્રથમ માહિતી અહેવાલ દાખલ કરવામાં આવ્યા છે. આજે, દેશના નાગરિકો સિવાયના રોહિંગ્યાઓને આશ્રય આપવામાં અને સરકારી લાભો મેળવવામાં મદદરૂપ બનેલા તમામ લોકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ એફઆઈઆરમાં જે લોકો પર વિદેશીઓને (રોહિંગ્યા)ને દેશમાં આશ્રય આપવાનો આરોપ લાગ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે મેજિસ્ટ્રેટની હાજરીમાં પ્રક્રિયા મુજબ શોધખોળની હાથ ધરવામાં આવી હતી. જમ્મુ જિલ્લાના વિવિધ સ્થળોએ જ્યાં બિનભારતીયોને આશ્રય આપવામાં આવે છે અને સુવિધા આપનારાઓના રહેણાંક સ્થળો પર પણ સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું.

  1. UP ATS News: UP ATS દ્વારા ગેરકાયદે રહેતા 40થી વધુ રોહિંગ્યા મુસ્લિમોની ધરપકડ
  2. ઓવૈસીના ગઢમાં અમિત શાહની લલકાર, કહ્યું - એક વાર લખીને આપો પછી હું રોહિંગ્યા અંગે કાર્યવાહી કરીશ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.