શ્રીનગર(જમ્મુ-કાશ્મીર): સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને જુનિયર એન્જિનિયરની પરીક્ષાઓમાં ભ્રષ્ટાચારના સંબંધમાં પોલીસ સહાયક સબ-ઇન્સ્પેક્ટર (ASI) અને(Kashmir Police SI scam SSB ) CRPF કોન્સ્ટેબલ સહિત વધુ ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ પોલીસ ASI અશોક કુમાર જમ્મુ જિલ્લાનો છે જ્યારે CPF કોન્સ્ટેબલ સુરિન્દર કુમાર હરિયાણાનો છે. પોલીસ એએસઆઈના પુત્ર, પુત્રી અને જમાઈએ સબ ઈન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરી હતી. સીબીઆઈએ J&K પોલીસ સબ ઈન્સ્પેક્ટર ભરતી કૌભાંડમાં વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે.
કર્નલ સિંહની ધરપકડ: આ સિવાય સીબીઆઈએ દિલ્હી અને હરિયાણાના વધુ બે લોકોની પણ ધરપકડ કરી છે. (Sub Inspector Recruitment Scam)ધરપકડ કરાયેલા લોકો પ્રિન્ટિંગ પ્રેસના કર્મચારી છે. સીબીઆઈએ ગયા મહિને આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના કમાન્ડન્ટ ડૉ. કર્નલ સિંહની ધરપકડ કરી છે.કોર્ટે અધિકારીને દસ દિવસના સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનના રિમાન્ડમાં રાખવાનો આદેશ આપ્યો છે.
SSB સામે વિરોધ: નોંધનીય છે કે, જમ્મુ અને કાશ્મીર સેવા પસંદગી બોર્ડ (SSB) એ ગયા વર્ષે પોલીસમાં સબ-ઇન્સ્પેક્ટરની 1200 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી હતી. ઉમેદવારોએ આ પદો માટેની લેખિત પરીક્ષાના પરિણામોમાં અનિયમિતતાનો આક્ષેપ કર્યો હતો અને જમ્મુમાં SSB સામે વિરોધ દર્શાવ્યો હતો અને તેની તપાસની માંગ કરી હતી.
13 આરોપીઓની ધરપકડ: વિરોધ અને ટીકાઓ પછી, એલજી વહીવટીતંત્રે મુખ્ય સચિવ અરુણ કુમાર મહેતાની અધ્યક્ષતામાં એક પરીક્ષા સમિતિની રચના કરી હતી અને આ સમિતિએ પરિણામોમાં અનિયમિતતા જાહેર કરી હતી. આ સંબંધમાં સીબીઆઈએ અત્યાર સુધીમાં લગભગ 40 લોકો સામે કેસ નોંધ્યો છે અને તેમાંથી 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યાં એસએસબીએ ડિસેમ્બરમાં ફરીથી આ પરીક્ષાઓ યોજવાની જાહેરાત કરી છે.