ETV Bharat / bharat

Jammu And Kashmir Encounter: બે અલગ- અલગ એન્કાઉન્ટરમાં છ આતંકવાદીઓ માર્યા ગયા, એક પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત - Kulgam And Anantnag Encounters

દક્ષિણ કાશ્મીરના કુલગામ અને અનંતનાગ જિલ્લામાં બે અલગ- અલગ એન્કાઉન્ટરમાં (Jammu And Kashmir Encounter) સુરક્ષા દળોએ બે પાકિસ્તાની આતંકવાદીઓ સહિત છ આતંકવાદીઓને ઠાર માર્યા છે. ત્યારે એન્કાઉન્ટરમાં એક પોલીસ જવાન ઈજાગ્રસ્ત (One Policeman Injured) થયાના સમાચાર છે.

JAMMU AND KASHMIR ENCOUNTER
JAMMU AND KASHMIR ENCOUNTER
author img

By

Published : Dec 30, 2021, 7:13 AM IST

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં બુધવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની બે અલગ- અલગ અથડામણમાં (Jammu And Kashmir Encounter) બે પાકિસ્તાની નાગરિકો સહિત જૈશ-એ-મોહમ્મદના છ આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ એન્કાઉન્ટર દક્ષિણ કાશ્મીરના કુલગામ અને અનંતનાગ જિલ્લામાં ( Kulgam And Anantnag Encounters) થયા હતા.

એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓની હાજરી વિશે ગુપ્ત માહિતીના આધારે, સુરક્ષા દળો દ્વારા કુલગામ જિલ્લાના મિરહામા વિસ્તારમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. સર્ચ ઓપરેશન દરમિયાન છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી અને એન્કાઉન્ટર શરૂ કર્યું. આ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા.

એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયો

કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે જણાવ્યું હતું કે, અનંતનાગ અને કુલગામમાં થયેલા એન્કાઉન્ટરમાં પ્રતિબંધિત સંગઠન જૈશ-એ-મોહમ્મદના છ આતંકવાદીઓ માર્યા ગયા હતા, જેમાંથી ચારની ઓળખ કરવામાં આવી છે, જેમાં બે પાકિસ્તાની અને બે સ્થાનિક આતંકવાદી છે. અન્ય બે આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે. કુલગામમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદના સભ્યો હતા. તેમની પાસેથી એક એમ-4 અને બે એકે-47 રાઈફલ પણ મળી આવી છે. સુરક્ષા દળો માટે આ એક મોટી સફળતા છે. બીજી એન્કાઉન્ટર દુરુના અનંતનાગ જિલ્લાના નૌગામ શાહબાદમાં સુરક્ષા દળો દ્વારા ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન દરમિયાન થઈ હતી. તેમણે કહ્યું કે, ફાયરિંગ દરમિયાન એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત (One Policeman Injured) થયો હતો, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર માર્યો

અનંતનાગના દુરુ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ પોતાને ઘેરાયેલા જોઈને સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પહેલા સુરક્ષા દળોએ છુપાયેલા આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાનું કહ્યું પરંતુ તેઓ માન્યા નહીં અને ગોળીબાર ચાલુ રાખ્યો. આ પછી સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પહેલા અનંતનાગમાં એન્કાઉન્ટર થયું હતું, તે દરમિયાન સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર માર્યો હતો. જેની ઓળખ ફહીમ ભટ તરીકે થઈ હતી, જે કડીપોરા વિસ્તારનો રહેવાસી હતો. જમ્મુ અને કાશ્મીર પોલીસ અનુસાર ફહીમ આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર (ISJK) સાથે સંકળાયેલો હતો અને બિજબેહારા પોલીસ સ્ટેશનના ASI મોહમ્મદ અશરફની હત્યામાં સામેલ હતો.

આ પણ વાંચો: Good News for Tax Payers: હવે ITR વેરિફિકેશન ફેબ્રુઆરી સુધી કરી શકાશે, IT વિભાગે તારીખ લંબાવી

આ પણ વાંચો: PETROL AND DIESEL PRICE REDUCED : ઝારખંડમાં 26 જાન્યુઆરીથી પેટ્રોલ 25 રૂપિયા સસ્તું થશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.