માંડ્યા: કર્ણાટકના શ્રીરંગપટનામાં શનિવારે હિન્દુ સંગઠનોના એલાનને (Vishwa Hindu Parishad) ધ્યાનમાં રાખીને કર્ણાટક પોલીસે પોતાની (security beefed up) તૈયારી મસ્જિદની સુરક્ષા આપવા માટે વધારી દીધી છે. ઘણી સંસ્થાઓએ શ્રીરંગપટનાની જામિયા મસ્જિદમાં (Jamia masjid security Alert) પૂજા કરવાની જાહેરાત કરી હતી. તંત્રએ હનુમાન ભક્તો અને કાર્યકર્તાઓને રોકવા માટે મસ્જિદ પાસે બંદોબસ્ત ગોઠવી દીધો છે. પછી કર્ણાટક પોલીસના કર્મચારીઓને ટીમ બનાવીને જે તે પોઈન્ટ પર ગોઠવી દીધા છે.
આ પણ વાંચો: જ્ઞાનવાપી પર હવે સંતસમાજ મેદાને, આ સ્વામીએ કર્યો અન્નજળનો ત્યાગ અભિષેક માટે થશે કોની પીછેહઠ?
આ હિન્દુ સંસ્થાનું એલાન: વિશ્વ હિંદુ પરિષદ (VHP) અને બજરંગ દળે તમામ કાર્યકરોને શનિવારે શ્રીરંગપટનામાં ભેગા થવાની અપીલ કરી હતી. આ સંગઠનોએ જામિયા મસ્જિદમાં પ્રવેશ કરીને ત્યાં પૂજા કરવાની જાહેરાત કરીને 'શ્રીરંગપટના ચલો' નારો આપ્યો છે. હિન્દુ સંગઠને માંગ કરી છે કે જિલ્લા પ્રશાસન વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના આધાર પર જામિયા મસ્જિદનો સર્વે કરે. વહીવટીતંત્રે તેમની માંગનો જવાબ આપ્યો ન હતો. આ પછી હિન્દુ સંગઠનોએ મસ્જિદમાં પૂજા કરવાની જાહેરાત કરી. શ્રી રામ સેનાના સ્થાપક પ્રમોદ મુથાલિકે પણ મસ્જિદના સર્વેક્ષણમાં વિલંબના વિરોધમાં 'શ્રીરંગપટના ચલો' આંદોલનને સમર્થન આપ્યું છે.
કોઈને એન્ટ્રી નહીં: સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે હિન્દુ સંગઠનના કાર્યકરોને શ્રીરંગપટનામાં પ્રવેશતા રોકવાની તૈયારી કરી લીધી છે. જો કે, તેઓને ચોક્કસ જગ્યાએ પ્રાર્થના કરવા અને ગીતો ગાવાની મંજૂરી આપવામાં આવશે. જો તેઓ નિર્ધારિત સ્થળથી આગળ વધવાનો પ્રયાસ કરશે તો તેમની પણ ધરપકડ કરવામાં આવશે. દરમિયાન વિશ્વ હિંદુ પરિષદના નેતા પુનીતે કહ્યું કે શ્રીરંગપટના પહોંચનારા કાર્યકરો જામિયા મસ્જિદમાં પ્રવેશ કરશે નહીં, પરંતુ તેઓ બધા શાંતિપૂર્ણ રીતે ભજન ગાશે. આ માટે જિલ્લા વહીવટી તંત્ર પાસે પરવાનગી માંગવામાં આવી છે. તેમણે કહ્યું કે સરકારે સ્થળ પર આવીને સ્પષ્ટતા કરવી પડશે કે મસ્જિદનો સર્વે ક્યારે થશે. જો વહીવટી તંત્ર સર્વે નહીં કરે તો કોર્ટનો દરવાજો ખટખટાવશે.
આ પણ વાંચો: અમે હવે ઇતિહાસને ભારતના પરિપ્રેક્ષ્યથી જોઈ રહ્યા છીએ: RSS વડા મોહન ભાગવત
ટીપુ સુલતાને બંધાવેલી મસ્જિદ: જામિયા મસ્જિદનું નિર્માણ મૈસુરના ભૂતપૂર્વ શાસક ટીપુ સુલતાન દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ હિન્દુ કાર્યકરો દાવો કરે છે કે મસ્જિદ હનુમાન મંદિરને તોડીને બનાવવામાં આવી હતી. જામિયા મસ્જિદ, જે મસ્જિદ-એ-આલા તરીકે જાણીતી છે, તે શ્રીરંગપટના કિલ્લાની અંદર સ્થિત છે. તે 1786-87માં ટીપુ સુલતાનના શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હતું. મસ્જિદમાં ત્રણ શિલાલેખ છે, જેમાં પ્રોફેટ મુહમ્મદના નવ નામોનો ઉલ્લેખ છે.