- વિદેશ પ્રધાનનો સેશેલ્સનો પ્રવાસ પૂર્ણ
- દ્વિપક્ષીય સંબંધ મજબુત કરવા પર મુક્યો ભાર
- વૈવેલ રામકલાવન સાથે કરી મુલાકાત
જયશંકર 27- 28 નવેમ્બરે સેશેલ્સ આવ્યા હતા. તેઓ અહીં સંયુક્ત અરબ અમીરાતના પ્રવાસ બાદ પહોંચ્યા હતા. તેમણે ત્રણ દેશોની પોતાની યાત્રામાં બહરીનનો પ્રવાસ પણ કર્યો હતો. આ યાત્રા મંગળવારે શરૂ થઇ હતી.
વૈવેલ રામકલાવન સાથે કરી મુલાકાત
આ યાત્રા દરમિયાન તેમણે સેશેલ્સના નવ-નિર્વાચિત ભારતીય મૂળના રાષ્ટ્રપતિ વૈવેલ રામકલાવન સાથે શુક્રવારે મુલાકાત કરી હતી અને તેમને જીતની શુભેચ્છા પાઠવી હતી. આ બેઠક દરમિયાન જયશંકર અને રામકલાવને લોકતંત્ર અને કાયદાના શાસનના મુલ્યોને શેર કરીને વિશ્વાસ દ્વારા મજબુત કરવામાં આવ્યા, જે બંને દેશો વચ્ચે ઐતિહાસિક સંબંધ પર ચર્ચા થઇ હતી.
વિદેશ મંત્રાલય તરફથી શનિવારે જણાવવામાં આવ્યું કે, જયશંકરે આ વાત પર ભાર મુકયો છે કે, ભારત-સેશેલ્સ વચ્ચે કોવિડ બાદ રાજકીય ભાગીદારી વધારવા માટે ભારત કૃત-સંકલ્પિત છે.
PM મોદીએ રામકલાવનને મોકલ્યો સંદેશો
આ પ્રવાસ દરમિયાન વડા પ્રધાન મોદીએ એક સંદેશો પણ રામકલાવન સુધી પહોંચાડ્યો હતો. ભારતે સેશેલ્સના રાષ્ટ્રપતિને 2021 માં ભારત આવવાનું આમંત્રણ પાઠવ્યું છે.