હૈદરાબાદ: આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન જગનમોહનના બેન અને YSRTPના અધ્યક્ષ વાય.એસ શર્મિલાએ પોતાની પાર્ટીનો કોંગ્રેસમાં વિલય કર્યો છે. રાજધાની દિલ્હીમાં કોંગ્રેસના મુખ્ય કાર્યાલયમાં અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની હાજરીમાં તેઓ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા અને પોતાની પાર્ટીનો કોંગ્રેસમાં વિલય કર્યો, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે કોંગ્રેસનો ખેસ પહેરાવીને તેમને વિધિવત રીતે કોંગ્રેસમાં આવકાર આપ્યો હતો, જ્યારે રાહુલ ગાંધીએ ફુલોનો ગુલદસ્તો આપીને તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યુ હતું.
-
#WATCH | YS Sharmila merges YSR Telangana Party with Congress
— ANI (@ANI) January 4, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
"Congress party is still the largest secular party of our country and it has always upheld the true culture of India and built foundations of our nation..." pic.twitter.com/lk6hlGdZBq
">#WATCH | YS Sharmila merges YSR Telangana Party with Congress
— ANI (@ANI) January 4, 2024
"Congress party is still the largest secular party of our country and it has always upheld the true culture of India and built foundations of our nation..." pic.twitter.com/lk6hlGdZBq#WATCH | YS Sharmila merges YSR Telangana Party with Congress
— ANI (@ANI) January 4, 2024
"Congress party is still the largest secular party of our country and it has always upheld the true culture of India and built foundations of our nation..." pic.twitter.com/lk6hlGdZBq
વાય.એસ. શર્મિલાએ ગઈકાલે ઇદુપુલાપાયની પોતાની યાત્રા દરમિયાન કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ તેલંગાણાની વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી તે ફક્ત કોંગ્રેસના નેતૃત્વ વિશે વિચારી રહ્યાં છે. તેલંગાણામાં તાજેતરની વિધાનસભાની ચૂંટણી દરમિયાન, વાયએસ શર્મિલાએ સતત કોંગ્રેસ પાર્ટીને ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું કે, "હું કોંગ્રેસ પાર્ટીને ટેકો આપી રહી છું કારણ કે આ તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી પ્રચંડ જીતની એક તક છે. કેસીઆરએ તેમના 9-કાયદામાં લોકોને આપેલા કોઈપણ વચનને પૂર્ણ કર્યા નથી એજ કારણ છે કે, હું કેસીઆરને ઇચ્છતી ન્હોતી કે તેઓ ફરી વખત સત્તામાં આવે. મહત્વપૂર્ણ છે કે, હાલમાં જ યોજાયેલી તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં 64 બેઠકો પર કોંગ્રેસ પાર્ટીનો વિજય થયો છે.
એવી પણ અટકળો લગાવાઈ રહી છે કે, વાય.એસ.શર્મિલાને લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટો હોદ્દો પણ મળી શકે છે. આંધ્રપ્રદેશની ચૂંટણીમાં પણ શર્મિલાની મહત્વની ભૂમિકા રહેવાની શક્યતા છે, કોંગ્રેસે પ્રથમ વખત તેલંગાણામાં સંપૂર્ણ બહુમતી મેળવી, કોંગ્રેસ તેલંગાણા વિધાનસભાની 119 માંથી 64 બેઠકો જીતી છે. જ્યારે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)એ 38 બેઠકો જીતી હતી.