કટની, મધ્યપ્રદેશ : જબલપુર પોલીસે વરઘોડો નીકળતા પહેલા જ વરરાજાની ધરપકડ (Rape accused groom arrested) કરી હતી. જબલપુરના ભગવાનગંજ પોલીસ સ્ટેશનમાં વરરાજા વિરુદ્ધ દુષ્કર્મનો કેસ નોંધવામાં આવ્યો હતો. વરરાજા પર આરોપ છે કે, તેણે મંદિરમાં લગ્ન કર્યા બાદ તેના ફ્રેન્ડ પર દુષ્કર્મ (Rape on Girl friend ) ગુજાર્યું હતું. તેને હોટેલમાં લઈ ગયો હતો અને બાદમાં લગ્નની ના પાડી દીધી હતી.
આ પણ વાંચો : Dwarka Rape Case : દ્વારકામાં એક નરાધમે માસૂમ સાથે દુષ્કર્મ આચરી નગરીને અભડાવી
લગ્ન કરવાના બહાને આચરવામાં આવ્યું દુષ્કર્મઃ જબલપુર લોર્ડગંજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પ્રફુલ શ્રીવાસ્તવે જણાવ્યું કે, 24 વર્ષની એક યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે થોડા મહિના પહેલા જબલપુરમાં કામ કરવા આવેલા બહોરીબંદ, કટનીના દુદસરા પાટીના રહેવાસી અનુજ દુબે સાથે મિત્રતા થઈ હતી. સોશિયલ મીડિયા દ્વારા થોડા સમય પછી બન્ને પ્રેમમાં પડ્યા અને એક દિવસ અનુજ યુવતીને મંદિરે લઈ ગયો અને તેની સાથે લગ્ન કરી લીધા હતા. આ બાદ આરોપી યુવતીને હોટલમાં લઈ ગયો જ્યાં તેણે તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ દરમિયાન અનુજે યુવતીને ખાતરી આપી હતી કે, તે ટૂંક સમયમાં તેની સાથે તેના ઘરે વાત કરશે અને તેની સાથે સત્તાવાર રીતે લગ્ન કરી લેશે, પરંતુ બાદમાં આરોપીએ યુવતી સાથે વાત કરવાનું બંધ કરી દીધું અને લગ્ન કરવાની ના પાડી દીધી હતી.
વરઘોડો નીકળે તે પહેલા જ વરરાજા પકડાઈ ગયોઃ એએસપી સંજય અગ્રવાલે જણાવ્યું કે, યુવતીને ખબર પડી હતી કે અનુજના 15 એપ્રિલે લગ્ન થવાના છે. આ પછી તે શુક્રવારે ભગવાનગંજ પોલીસ સ્ટેશન પહોંચી, જ્યાં તેણે કહ્યું કે આરોપીનું વરઘોડો નીકળવાનો છે. જે બાદ જબલપુર પોલીસ ઉતાવળમાં કટની પહોંચી, જ્યાંથી તેણે વરઘોડો નીકળતા પહેલા આરોપી વરને પકડી લીધો હતો.
આ પણ વાંચો : Surat Rep Case : સુરતમાં ફરી એકવાર પાંચ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ
દુલ્હનના પિતાએ કહ્યું: અહીં આરોપી વરની ધરપકડ બાદ તેના સંબંધીઓએ આ અંગે યુવતીના પક્ષને જાણ કરી હતી. લગ્નની તમામ તૈયારીઓ થઈ ગઈ હતી, ત્યારબાદ દુલ્હનના પિતાએ અનુજના પરિવાર સાથે સંબંધ તોડી નાખ્યા હતા. હાલમાં દુલ્હનના પિતાનું કહેવું છે કે, તેઓ વધુ ખુશ છે કે તેમની પુત્રીના લગ્ન એક દુષ્કર્મી સાથે લગ્ન ન થયા.