- જમ્મુ-કાશ્મીરના બાંદીપોરાના શોકબાબા જંગલમાં એન્કાઉન્ટર શરૂ
- પોલીસ અને સુરક્ષા દળોએ ઓપરેશનને અંજામ આપીને કાર્યવાહી હાથ ધરી
- એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બાંદીપોરાના શોકબાબા જંગલમાં એન્કાઉન્ટર (Encounter) શરૂ થઈ ગયું છે. પોલીસ અને સુરક્ષા દળોએ ઓપરેશનને અંજામ આપીને કાર્યવાહી હાથ ધરી છે.
સોપોરમાં મોડી રાતની એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા
ગઈકાલે જમ્મુ-કાશ્મીર (jammu kashmir)ના સોપોરમાં મોડી રાતની એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, સ્થળ પરથી હથિયારો અને દારૂગોળો સહિત વાંધાજનક સામગ્રી મળી આવી છે. સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસ જાણકારી આપી છે કે, એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે.
આ પણ વાંચો: Encounter Underway in Jammu Kashmir : શ્રીનગરમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચેના એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર
લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ માર્યા ગયા
જમ્મુ-કાશ્મીરના સોપોરમાં મોડી રાતની એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. કાશ્મીર ઝોન પોલીસે (kashmir police) શુક્રવારે જણાવ્યું હતું કે, બારામુલ્લા જિલ્લાના સોપોરના વરપોરા ગામમાં એક એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમની પાસેથી હથિયારો અને દારૂગોળો સહિતની સામગ્રી મળી આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો: સોપોર એન્કાઉન્ટર: બે આતંકવાદીઓ માર્યા ગયા, સર્ચ ઓપરેશન ચાલુ છે