કર્ણાટક : આફ્રિકાના ઈથોપિયાથી બેંગ્લોર આવેલા એક વ્યક્તિમાં મંકીપોક્સના લક્ષણો જોવા મળ્યા(Symptoms of monkey pox) હતા. જો કે, તેના રિપોર્ટમાં પુષ્ટિ થઈ છે કે તેને ચિકનપોક્સ છે, મંકીપોક્સ નથી. કર્ણાટકના આરોગ્ય પ્રધાન ડૉ. કે. સુધાકરે જણાવ્યું હતું કે, મંકીપોક્સ માટે વ્યક્તિના નમૂનાનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને જાણવા મળ્યું હતું કે તેને અછબડાં(Symptoms of chickenpox) છે.
આ પણ વાંચો - વધુ એક રાજ્યમાં મંકી પોક્સનો કેસ સામે આવ્યો, સ્કૂલના 4-5 બાળકોના સેમ્પલ લેવામાં આવ્યા
રિપોર્ટ આવ્યો નેગેટીવ - સ્વાસ્થ્ય પ્રધાન સુધાકરે આ અંગે ટ્વીટ કરીને જણાવ્યું કે, 'બેંગ્લોર આવેલા ઈથોપિયન મૂળના એક વ્યક્તિનો ટેસ્ટ કરવામાં આવ્યો જ્યારે તેને મંકીપોક્સના લક્ષણો જણાયા હતા. હવે તેનો ટેસ્ટ રિપોર્ટ મંકીપોક્સ નેગેટિવ હોવાની પુષ્ટિ થઈ છે અને તેને ચિકનપોક્સ હોવાનું જાણવા મળ્યું છે. 'રાજ્યમાં મંકીપોક્સને રોકવા માટે, જે દેશોમાં ચેપ લાગ્યો છે ત્યાંથી આવતા મુસાફરોની એરપોર્ટ પર તાવ, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, થાક અને લસિકા ગાંઠોમાં સોજો જેવા લક્ષણો માટે તપાસ કરવામાં આવી રહી છે.'
આ પણ વાંચો - દેશમાં જોવા મળ્યો નવા વાયરસનો પ્રથમ કેસ, કોરોના કરતા પણ ખતરનાક ગણવામાં આવી રહ્યો છે
આફ્રિકાથી આવ્યો હતો વ્યક્તિ - 4 જુલાઈના રોજ એક ખાનગી હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે આવેલા એક ઈથોપિયન વ્યક્તિને મંકીપોક્સ હોવાનું નિદાન થયું હતું. શહેરની ખાનગી હોસ્પિટલમાં દર્દીની સારવાર ચાલી રહી છે. વ્યક્તિના શરીર પર ખંજવાળ અને શરીરના કેટલાક ભાગોમાં નાના ફોલ્લા હતા. આની દેખરેખ રાખતા આરોગ્ય વિભાગના અધિકારીઓએ નમૂનાને પુણેના NIV (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજી)માં મોકલ્યા હતા, જ્યાંથી ચિકનપોક્સનો રિપોર્ટ હવે પોઝિટિવ આવ્યો છે.