ETV Bharat / bharat

Chandrayan 3 : ચંદ્ર પર સૂર્યોદય થતાં જ લેન્ડર અને રોવર ચાર્જ થવાની શરૂઆત થઈ, ISRO બંનેને સક્રિય કરી રહ્યું છે - 23મી ઓગસ્ટ

આજ સવારથી ISRO ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન સાથે સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યું છે. જેનાથી ISROના વૈજ્ઞાનિકો આ માહિતી પરથી અભ્યાસ કરી શકશે. વાંચો ચંદ્રયાન-3ની તાજેતરની સ્થિતિ વિશે વિગતવાર

ચંદ્ર પર સૂર્યોદય થતા લેન્ડર અને રોવરની સોલાર પેનલ ચાર્જ થવા લાગી

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 22, 2023, 1:08 PM IST

બેંગાલુરૂઃ ISRO સવારથી જ ચંદ્રયાન-3ના લેન્ડર અને રોવર સાથે સંપર્ક પ્રસ્થાપિત કરવાના પ્રયત્નો કરી રહ્યું છે. લેન્ડર અને રોવરમાંથી ઈસરોને જે માહિતી મળશે તે અતિ ઉપયોગી સાબિત થશે. જેના અભ્યાસથી ચંદ્રની સપાટીનું વિગતવાર વિશ્લેષણ કરી શકાશે. ઉલ્લેખનીય છે કે લેન્ડર અને રોવર સૌર ઊર્જાથી સંચાલિત થાય છે. આ મહિનાની શરૂઆતમાં 2જી અને 4થી તારીખે ચંદ્ર પર રાત થતા પહેલા જ લેન્ડર અને રોવર બંનેની ઊર્જા નહિવત થઈ ગઈ હતી. બંને નિષ્ક્રિય(સ્લીપ મોડમાં) થઈ ગયા હતા.

ISROની કોશિશઃ ચંદ્ર પર સૂર્યોદય થતાં જ લેન્ડર અને રોવરને સક્રિય કરતા ચંદ્રયાન-3ના પેલોડ દ્વારા ફરીથી અભ્યાસ શરૂ થઈ શકશે. ચંદ્રમાના દક્ષિણ ધૃવ જ્યાં લેન્ડર અને રોવર બંને સ્ટેન્ડ બાય છે.આજે 22મી સપ્ટેમ્બરે સૂર્યનો પ્રકાશ બંનેની સોલર પેનલ પર પડતાં જ બંને ચાર્જ થઈ જશે. ISRO અત્યારે લેન્ડર અને રોવરને સક્રિય કરવાની કોશિશ કરી રહ્યું છે.

  • Chandrayaan-3 Mission:
    🇮🇳Vikram soft-landed on 🌖, again!

    Vikram Lander exceeded its mission objectives. It successfully underwent a hop experiment.

    On command, it fired the engines, elevated itself by about 40 cm as expected and landed safely at a distance of 30 – 40 cm away.… pic.twitter.com/T63t3MVUvI

    — ISRO (@isro) September 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ચંદ્ર પર તાપમાન શૂન્યની નીચે 120-200 ડીગ્રી જેટલું થઈ જવાથી અમે લેન્ડર અને રોવરને સ્લીપ મોડમાં મુકી દીધા હતા. 20 સપ્ટેમ્બરની આસપાસ ચંદ્ર પર સૂર્યોદય થયો છે. તેથી 22 સપ્ટેમ્બર સુધી સોલર પેનલ અને અન્ય ઉપકરણો સંપૂર્ણ ચાર્જ થઈ જશે. જેથી અમે લેન્ડર અને રોવર બંનેને સક્રિય કરવાના પ્રયત્નો કરીશું...નિલેશ દેસાઈ (નિર્દેશક, અંતરિક્ષ અનુપ્રયોગ કેન્દ્ર, ISRO)

પૃથ્વીના 14 દિવસ એટલે ચંદ્રનો 1 દિવસઃ લેન્ડર અને રોવર બંને સક્રિય થતાં જ ISROને પ્રાયોગિક ડેટા મળી રહેશે. જેનાથી ચંદ્રની સપાટીનું વિશ્લેષણ વધુ સચોટતાથી થઈ શકશે. ચંદ્રમા પર લેન્ડ થયા બાદ લેન્ડર, રોવર અને પેલોડ દ્વારા અનેક પ્રયોગ કરવામાં આવ્યા હતા જેથી ચંદ્રમા પર રાત્રિ હોય તેટલા સમય(પૃથ્વીના 14 દિવસ) આ ડેટા પર ISRO અભ્યાસ કરી શકે. કારણ કે ચંદ્રનો એક દિવસ પૃથ્વીના 14 દિવસ બરાબર હોય છે.

  • #WATCH | Former ISRO Chairman G Madhavan Nair says, "Vikram Lander and Pragyan Rover have been in deep sleep for almost two weeks now. It is almost like checking out something from the freezer and then trying to use it. The temperatures would have gone beyond -150 degrees… pic.twitter.com/XYvQembeHq

    — ANI (@ANI) September 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ISROની આશાઃ લેન્ડર અને રોવરનું કુલ વજન 1,752 કિલોગ્રામ છે. તેઓ પૂરી કાર્યક્ષમતાથી કાર્ય કરે તે માટે ચંદ્ર પર પડતા સૂર્ય પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. ISROને આશા છે કે ચંદ્ર પર સૂર્યોદય થતા જ લેન્ડર, રોવર અને પેલોડની સોલાર પેનલ ચાર્જ થવાની શરૂઆત થઈ જશે. આજે 22મી સપ્ટેમ્બરે રોવર અને લેન્ડર ફરીથી કાર્યાન્વિત થશે.

23 ઓગસ્ટે ભારતે રચ્યો ઈતિહાસઃ ISRO દ્વારા લેન્ડરના રિસીવરને ચાલુ રાખવામાં આવ્યું છે. ભારતે 23 ઓગસ્ટે ચંદ્રમાની સપાટી પર ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમનું સોફ્ટ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચી દીધો હતો. ભારત ચંદ્રની સપાટી પર પહોંચનાર ચોથો અને ચંદ્રના દક્ષિણ ધૃવ પર પહોંચવાવાળો પ્રથમ દેશ બન્યો છે.

  1. ISRO Associate Director : ઈસરો એસોસિએટ ડાયરેક્ટર બન્યા રાજકોટના મહેમાન, ચંદ્રયાન 3 પ્રોજેક્ટને લઇ મહત્ત્વની વાતચીત
  2. Chandrayaan 3 : ચંદ્રયાન 3 માં અમદાવાદના એક વિદ્યાર્થીનો મહત્વનો ફાળો, જાણો કોણ છે આ યુવા વૈજ્ઞાનિક...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.