ETV Bharat / bharat

ISRO launched PSLV-C52 : ઈસરોએ આ વર્ષનો પ્રથમ ઉપગ્રહ કર્યો લોન્ચ, જાણો શું છે વિશેષ - ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન

ISRO Satellite: EOS-04 સેટેલાઇટ એ રડાર ઇમેજિંગ સેટેલાઇટ છે, જેનો ઉપયોગ કોઈપણ સિઝનમાં પૃથ્વીની ઉચ્ચ ગુણવત્તાની તસવીરો લેવા માટે કરવામાં આવશે.

PSLV-C52 launched : ISRO દ્વારા આ વર્ષનો પ્રથમ ઉપગ્રહ કરાયો લોન્ચ, જાણો શું છે વિશેષ

author img

By

Published : Feb 14, 2022, 7:08 AM IST

નવી દિલ્હી: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનએ (ISRO) આ વર્ષે તેનો પહેલો ઉપગ્રહ PSLV-C52 લોન્ચ કર્યો છે. આ ઉપગ્રહ આંધ્રપ્રદેશના સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટાથી PSLV યાનથી (PSLV-C52) લોન્ચ કરવામાં આવ્યો હતો. EOS-04 ઉપગ્રહ, જેનું વજન 1710 કિલો છે. તેને PSLV-C52 દ્વારા પૃથ્વીથી 529 કિમીની ઊંચાઈએ સૂર્યની ધ્રુવીય ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે.

આ પણ વાંચો: Invisible Black Hole:અન્ય એક 'અદ્રશ્ય' બ્લેક હોલની શોધ, ખગોળશાસ્ત્રીઓ અભ્યાસ કરવા આતુર

સેટેલાઇટને મળશે આ ફાયદો

ISRO દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, EOS-04 સેટેલાઇટ રડાર ઇમેજિંગ સેટેલાઇટ છે, જેનો ઉપયોગ કોઈપણ સિઝનમાં પૃથ્વીની ઉચ્ચ ગુણવત્તાની તસવીરો લેવા માટે કરવામાં આવશે. આના દ્વારા તે કૃષિ, વનસંવર્ધન, વૃક્ષારોપણ, જમીનની ભેજ, પાણીની ઉપલબ્ધતા અને પૂરની સંભાવનાવાળા વિસ્તારોનો નકશો તૈયાર કરવામાં મદદ કરશે.

એકસાથે આ ઉપગ્રહો પણ લોન્ચ કરવામાં આવશે

આ મિશન સાથે 2 નાના ઉપગ્રહો પણ લોન્ચ કરવામાં આવી રહ્યા છે. જેમાંથી એક છે INSPIREsat-1 સેટેલાઈટ, કે જે IIST (Institute of Space Science and Technology -IIST) ના વિદ્યાર્થીઓએ અમેરિકાની કોલોરાડો યુનિવર્સિટીની લેબોરેટરી ઓફ એટમોસ્ફિયર એન્ડ સ્પેસ ફિઝિક્સના વિદ્યાર્થીઓ સાથે મળીને તૈયાર કર્યું છે.

આ પણ વાંચો: Vayu Shakti 2022: એરફોર્સ 5 માર્ચે પોકરણમાં તાકાત બતાવશે

INS-2TD ઉપગ્રહ ઈસરો અને ભૂટાનનો સંયુક્ત ઉપગ્રહ

બીજો ઉપગ્રહ INS-2TD છે. જે ઉપગ્રહ ઈસરો અને ભૂટાનનો સંયુક્ત ઉપગ્રહ છે. જે એક બોલ્ડર અને ટેક્નિકલ ડેમોન્સ્ટ્રેટર સેટેલાઇટ (INS-2TD) છે. અગાઉ જાન્યુઆરીમાં જ ભારત સરકારે રોકેટ વૈજ્ઞાનિક એસ સોમનાથને ઈસરોના વડા તરીકે નિયુક્ત કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.