ન્યૂઝ ડેસ્ક: ભારતીય રેલ્વેની કંપની IRCON ઇન્ટરનેશનલ લિમિટેડે સાઇટ મેનેજરની જગ્યા માટે અરજીઓ (recruitment 2022) આમંત્રિત કરી છે. IRCON ઇન્ટરનેશનલે અરજીઓ આમંત્રિત કરી છે. IRCON ઇન્ટરનેશનલમાં (IRCON International) કોન્ટ્રાક્ટ આધારે સાઇટ મેનેજરની જગ્યાઓ માટે ભરતી કરશે. આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારો ખાલી જગ્યાની વિગતો અને અન્ય માહિતી વાંચી શકે છે. IRCON ઇન્ટરનેશનલ રિક્રુટમેન્ટ નોટિફિકેશન 2022 ની લિંક પણ નીચે આપવામાં આવી રહી છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 5 નવેમ્બર 2022 છે.
શૈક્ષણિક લાયકાત: આ ભરતીમાં મેનેજર પદ માટે 16 જગ્યાની ભરતી કરવામાં આવશે. આવશ્યક શૈક્ષણિક લાયકાતમાં સિવિલ એન્જિનિયરિંગમાં BE/B.Tech અથવા સિવિલ એન્જિનિયરિંગમાં ફુલ ટાઈમ ડિપ્લોમા કરેલ હોવું જરૂરી છે. કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ સુપરવિઝનમાં ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ઉચ્ચ વય મર્યાદા સાઇટ મેનેજર પોસ્ટ માટે મહત્તમ ઉંમર 45 વર્ષ છે.