- બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા કોમી હિંસા ભડકાવનાર વ્યક્તિની ધરપકડ
- પોલીસે સીસીટીવી ફૂટેજ જોયા બાદ આરોપીની ઓળખ કરી
- બાંગ્લાદેશમાં અનેક દુર્ગા પૂજા પંડાલો પર હુમલા કરવામાં આવ્યા
નવી દિલ્હી: ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા(Durga Puja) માં હિન્દુઓ(Hindus) વિરુદ્ધ કોમી હિંસા ભડકાવનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા વ્યક્તિનું નામ ઇકબાલ હુસેન(Iqbal hossain) જાણવા મળ્યું છે. માહિતી આપતા પોલીસે જણાવ્યું કે, આ વ્યક્તિને કોક્સબજારથી કુમલાના નાનુઆર દિઘીના કિનારે કામચલાઉ પૂજા મંડપમાં રાખવાની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ જોયા બાદ આરોપીની ઓળખ કરી હતી.
અસદુઝમાન ખાન કમાલે આ વ્યક્તિની ધરપકડની પુષ્ટિ કરી
પોલીસના જણાવ્યા અનુસાર, ઇકબાલ હુસેન, જે આશરે 35 વર્ષનો છે, કુમિલા શહેરના સુજાનગર વિસ્તારમાં રહેતા નૂર અહેમદ આલમનો પુત્ર છે. કોક્સબજાર જિલ્લા પોલીસ અધિક્ષક (એસપી) હસનુઝ્ઝમાને કહ્યું કે, અમે ઇકબાલ હુસેન નામની વ્યક્તિની ધરપકડ કરી છે. હવે તેને કોમીલા પોલીસને સોંપવામાં આવશે.આ યુવાનની રાત્રે કોક્સબજારની મધ્યમાં સુગંધા પોઇન્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. બાંગ્લાદેશના ગૃહપ્રધાન અસદુઝમાન ખાન કમાલે આ વ્યક્તિની ધરપકડની પુષ્ટિ કરી છે..
ધાર્મિક ગ્રંથનું અપમાન કરવાનો આરોપ
સોશિયલ મીડિયા પર કુમિલામાં એક પૂજા સમિતિ પર ધાર્મિક ગ્રંથનું અપમાન કરવાનો આરોપ લાગ્યો હતો. ધાર્મિક પુસ્તકના અપમાનના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હતા. જે બાદ હંગામો થયો હતો અને હિંસા ફાટી નીકળી હતી. જે બાદ બાંગ્લાદેશમાં અનેક દુર્ગા પૂજા પંડાલો પર હુમલા કરવામાં આવ્યા હતા. વીડિયો ફૂટેજમાં, હુસૈન કુરાનની નકલ સાથે રસ્તા પર ચાલતા જોવા મળે છે. થોડા સમય પછી, તેના હાથમાં કુરાન જોવા મળ્યું ન હતું, ત્યારબાદ તે હાથમાં ગદા લઈને ફરતો હતો.
આ પણ વાંચોઃ ચિંતાથી આશ્વાસન સુધીની સફર એટલે રસીકરણ અભિયાન : વડાપ્રધાન મોદી
આ પણ વાંચોઃ મિત્ર દેશોને રક્ષા નિકાસનો વધારો કરવા માટેના પ્રયાસો ચાલુ જ છે : રક્ષા સચિવ