નવી દિલ્હીઃ IPL (Indian Premier League 2022)ની શરૂઆત ક્રિકેટ પ્રેમીઓ માટે કોઈ ભેટથી ઓછી નથી. આ મહિને એટલે કે 26 માર્ચથી IPLની નવી સિઝન શરૂ થશે. પ્રથમ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામસામે (CSK KKR to clash in IPL opener) ટકરાશે. જ્યારે ફાઈનલ મેચ 29 મે 2022ના રોજ રમાશે.
આ પણ વાંચો: રાહુલ દ્રવિડે કહ્યું- "શેન વોર્ન સામે રમવાનો લાભ અને સન્માન મળ્યું"
IPLની પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે
IPLની પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે, જે સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. IPL 2022 લીગની છેલ્લી મેચ વાનખેડે સ્ટેડિયમમાં 22 મેના રોજ સાંજે 7.30 કલાકે રમાશે. જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સની ટીમો આમને-સામને થશે. આ વખતે કુલ 12 ડબલ હેડર મેચ જોવા મળશે. એટલે કે જે દિવસે એક જ દિવસે બે મેચ રમાશે. IPLમાં મોટાભાગની મેચો સાંજે 7.30 વાગ્યે રમાશે, જ્યારે પ્રથમ મેચ બપોરે 3.30 વાગ્યે અને બીજી મેચ સાંજે 7.30 વાગ્યે રમાશે જે દિવસે બે મેચ છે. પ્લેઓફ મેચોનું શેડ્યૂલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી.
આ પણ વાંચો: TATA IPL 2022: સુરતના આગણે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમની પ્રેક્ટિસ કરશે
સ્પર્ધાઓ ક્યાં યોજાશે?
IPL મેચોની વાત કરીએ તો આ વખતે યોજાનારી લીગની તમામ 70 મેચો મુંબઈ અને પુણેમાં રમાશે. મુંબઈમાં કુલ 55 મેચો રમાવાની છે જ્યારે 15 મેચ પુણેમાં રમાશે. આ વખતે મુંબઈના વાનખેડેમાં 20, સીસીઆઈમાં 15, ડીવાય પાટિલ સ્ટેડિયમમાં 20 મેચ રમાશે. જ્યારે 15 મેચ પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાશે.