ETV Bharat / bharat

કોહલી સતત 100 મેચ પછી પણ સદીથી વંચિત, રવિ શાસ્ત્રીએ આપી સલાહ

IPL 2022 ની 31મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) સામે પણ વિરાટ કોહલીનું બેટ શાંત રહ્યું હતું. દુષ્મંત ચમીરાએ પહેલા જ બોલ પર કોહલીને ઓફ સાઇડમાં ફસાવી દીધો હતો. 2017 પછી IPLમાં કોહલીનો આ પહેલો ગોલ્ડન ડક હતો. આ સાથે જ તેની સદી વીના મેચ પુરી થવાનો આ 100મો દાવ હતો.

કોહલીની સતત 100 મેચ સદી ફટકાર્યા વિના જતા રવિ શાસ્ત્રીએ કોહલીને આપી મોટી સલાહ

author img

By

Published : Apr 20, 2022, 9:57 PM IST

મુંબઈ: ભારત અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Former captain Virat Kohli) છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મમાં છે અને બેટ સાથેની નિષ્ફળતાઓની શ્રેણીને કારણે પાટિલ સ્ટેડિયમ (Patil Stadium) IPL 2022ની મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે પ્રથમ બોલે ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો.આ બધાની વચ્ચમાં તેણે નિરાશાજનક મેચની સાથે, કોહલીએ એક વિચિત્ર રેકોર્ડ બનાવ્યો હતો, જેમાં તેણે સદી વિના 100 સ્પર્ધાત્મક મેચ રમી છે. ક્રિકેટના આંકડાશાસ્ત્રી મહઝર અરશદના ટિ્વટ અનુસાર, કોહલી હવે 17 ટેસ્ટ, 21 વનડે, 25 ટી20 અને 37 આઈપીએલ મેચમાં સદી સુધી પહોંચી શ્કયો નથી.

આ પણ વાંચો: IPL 2022: રોયલનો દબદબો યથાવત, દિલ્હીને આપી 16 રને માત

અત્યાર સુધીની સાત મેચો: મંગળવારે RCBના ઓપનર અનુજ રાવત પ્રથમ ઓવરમાં ચાર રને આઉટ થયા બાદ કોહલી બેટિંગ કરવા આવ્યો હતો. કોહલી ખાતું ખોલાવ્યા વિના પહેલા જ બોલ પર આઉટ થયો હતો. IPL 2022 માં અત્યાર સુધીની સાત મેચોમાં, કોહલી 19.83ની એવરેજથી માત્ર 119 રન જ બનાવી શક્યો છે, જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 48 છે.

યાદીમાં સૌથી આગળ: કોહલી IPLના ઈતિહાસમાં અત્યાર સુધી 214 મેચોમાં 5 સદી અને 42 અડધી સદી સાથે 6,402 સાથે ટોપ સ્કોરર છે. તે 23 હજાર 650 રન સાથે ક્રિકેટ ઈતિહાસમાં વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં સાતમા ક્રમે છે. સચિન તેંડુલકર તમામ ફોર્મેટમાં 34 હજાર 357 સંયુક્ત રન સાથે આ યાદીમાં સૌથી આગળ છે.

વિરાટનું ખરાબ પ્રદર્શન: પરંતુ તે છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. તેણે તાજેતરમાં ટેસ્ટ કેપ્ટનશીપ છોડી દીધી છે અને તેના સ્થાને રોહિત શર્માને તમામ ફોર્મેટમાં કેપ્ટન બનાવ્યો છે. આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં રમાનારી T20 વર્લ્ડ કપમાં વિરાટનું ખરાબ પ્રદર્શન ભારત માટે ચિંતાનો વિષય બની શકે છે.

મુશ્કેલી વિશે વાત: મંગળવારે તેની નિષ્ફળતાએ સોશિયલ મીડિયા પર ઘણું ધ્યાન ખેંચ્યું હતુ, ઘણા નેટીઝન્સ તેની તરફેણમાં અને કેટલાક તેની વિરુદ્ધ દલીલ કરી રહ્યા હતા. તેણે IPL સહિત T20 ક્રિકેટમાં સદી ફટકારવામાં પડતી મુશ્કેલી વિશે વાત કરી હતી. IPLમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડીઓની યાદીમાં કોહલી ક્રિસ ગેલ પછી બીજા ક્રમે છે.

ગોલ્ડન ડક બન્યો: વિરાટ કોહલી છેલ્લી 100 મેચમાં સદી ફટકારી શક્યો નથી. IPL 2022ની છેલ્લી મેચમાં તે ગોલ્ડન ડક બન્યો હતો. આવી સ્થિતિમાં હવે તેની બેટિંગની ચર્ચા છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કોહલીને મોટી સલાહ આપી છે.

બ્રેકની જરૂર છે: મંગળવારે સ્ટાર સ્પોર્ટ્સ શોમાં કોહલી પ્રથમ બોલ પર આઉટ થયા બાદ શાસ્ત્રીએ કહ્યું કે, હું અહીં સીધો મુખ્ય ખેલાડી પાસે જઈ રહ્યો છું. વિરાટ કોહલી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે અને તેને બ્રેકની જરૂર છે. કોહલીએ છેલ્લે 2019માં કોલકાતા ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી.

સોશિયલ મીડિયાથી દૂર: ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને પણ શાસ્ત્રીની વાત સાથે સહમત થતા કહ્યું કે કોહલીએ પોતાની નવી ઉર્જા પાછી મેળવવા માટે થોડો સમય રમતગમત અને સોશિયલ મીડિયાથી દૂર રહેવું પડશે.

આ પણ વાંચો: IPL 2022: IPLનો સમાપન સમારોહ ત્રણ વર્ષ પછી યોજાશે

સૌથી મોટો સ્ટાર: પીટરસને કહ્યું, તે ઘણી બાબતોમાં સામેલ છે. તે આ રમતનો સૌથી મોટો સ્ટાર છે. વિરાટ કોહલીએ થોડો સમય વિરામ લેવાની સખત જરૂર છે. તેમને સોશિયલ મીડિયાથી દૂર રહેવું પડશે અને પોતાની જાતને ફરીથી ઉત્સાહિત કરવી પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.