- પંજાબ નજીક અટારી સરહદ પર સરહદ સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા
- ભારતમાં પ્રવેશ કરવામો કરી રહ્યાં હતા પ્રયાસ
- સેના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ
ચંડીગઢ/નવી દિલ્હીઃ સીમા સુરક્ષાબળ (બીએસએફ)એ આઝે તડકે પંજાબ પાસે અટારી બોર્ડર પર બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. મળતી માહિતી અનુસાર બે હથિયારબંધ ઘુસપેઠિઓ ભારતમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. આ દરમિયાન જવાનોએ તેના પર કાર્યવાહી કરી હતી.
સેનાએ બે આતંકવાદીને કર્યા ઠાર
સેનાએ સરહદ પરથી ભારતમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરેલા બે આતંકવાદીને ઠાર માર્યા છે. આ સાથે જ સેનાએ આતંકીઓ પાસેથી કેટલાક હથિયાર જપ્ત કર્યા હતાં.
સર્ચ ઓપરેશન શરૂ
સેના આ ઘટના બાદ સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે. જોકે ગાઢ ધુમ્મસને લીધે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં થોડી તકલીફ પડી હતી પરંતુ દેશના સૈનિકોએ આતંકવાદીઓને શોધીને તેમના સુધી પહોંચવા માટે મન બનાવી લીધું છે.