ETV Bharat / bharat

ઇન્ટરનેશનલ નર્સિસ ડે - નર્સ દિવસ

આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ દર વર્ષે 12 મેના રોજ ઉજવવામાં આવે છે. 1820માં આ દિવસે, વિશ્વની સૌથી પ્રખ્યાત નર્સ - ફ્લોરેન્સ નાઈટિંગેલનો જન્મ થયો હતો. ફ્લોરેન્સ નાઈટિંગેલ એક અંગ્રેજી સમાજ સુધારક, આંકડાશાસ્ત્રી અને આધુનિક નર્સિંગના સ્થાપક હતા.

ઇન્ટરનેશનલ નર્સ ડે
ઇન્ટરનેશનલ નર્સ ડે
author img

By

Published : May 12, 2021, 8:50 AM IST

Updated : May 12, 2021, 5:42 PM IST

  • નાઈટિંગેલ અને 34 સ્વયંસેવક નર્સોની સેવાને કારણે ક્રિમિઅન યુદ્ધમાં ઈજાગ્રસ્ત થયેલા સૈનિકોના મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો
  • નર્સો માટે ઔપચારિક તાલીમ સ્થાપિત કરનારી પ્રથમ મહિલા હતી
  • કોવિડ -19 મહામારી સામે લડવામાં નર્સ મોખરે છે

હૈદરાબાદ: દર વર્ષે 12 મેના રોજ, ફ્લોરેન્સ નાઈટિંગેલની જન્મજયંતિ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1820માં આ દિવસે, વિશ્વની સૌથી પ્રખ્યાત નર્સ - ફ્લોરેન્સ નાઈટિંગેલનો જન્મ થયો હતો. ફ્લોરેન્સ નાઈટિંગેલ એક અંગ્રેજી સમાજ સુધારક, આંકડાશાસ્ત્રી અને આધુનિક નર્સિંગના સ્થાપક હતા.

આ પણ વાંચોઃ સગર્ભાવસ્થા મુસ્લિમ નર્સ રોજા રાખી દર્દીઓની કરી રહી છે સેવા

1860માં લંડનમાં નર્સિંગ સ્કૂલ- નાઈટિંગેલ સ્કુલ ઓફ નર્સિંગનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું

ક્રિમિઅન યુદ્ધ દરમિયાન તે નર્સના મેનેજર અને ટ્રેનર તરીકે સેવા આપતી વખતે ખૂબ પ્રખ્યાત થઈ હતી. નાઈટિંગેલ અને 34 સ્વયંસેવક નર્સોની સેવાને કારણે ક્રિમિઅન યુદ્ધમાં ઈજાગ્રસ્ત થયેલા સૈનિકોના મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. નર્સિંગ વ્યવસાયમાં તેમનો મોટાભાગનો ફાળો ઈજાગ્રસ્તોની સંભાળ રાખવામાં અને તેમની સેવા કરવામાં ખર્ચવામાં આવ્યો હતો. તે નર્સો માટે ઔપચારિક તાલીમ સ્થાપિત કરનારી પ્રથમ મહિલા હતી. 1860માં લંડનમાં નર્સિંગ સ્કૂલ- નાઈટિંગેલ સ્કુલ ઓફ નર્સિંગનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.

ઇન્ટરનેશનલ નર્સ ડે
1860માં લંડનમાં નર્સિંગ સ્કૂલ- નાઈટિંગેલ સ્કુલ ઓફ નર્સિંગનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું

દવાઓની તાલીમ માટે સ્કૂલની સ્થાપના પાછળ ફ્લોરેન્સ નાઈટિંગેલ મુખ્ય વ્યક્તિ હતી

આ સાથે જ દવાઓની તાલીમ માટે સ્કૂલની સ્થાપના પાછળ ફ્લોરેન્સ નાઈટિંગેલ મુખ્ય વ્યક્તિ હતી. તે પ્રથમ મહિલા હતી જેમને ઓર્ડર ઓફ મેરિટ 1907થી સમ્માનિત કરવામાં આવી હતી. 2021માં અમે બતાવવા માગીએ છીએ કે, નર્સિંગ ભવિષ્યમાં કેવી દેખાશે તેમજ વ્યવસાય કેવી રીતે આરોગ્ય સંભાળના આગામી તબક્કામાં ફેરફાર કરશે.

આંતરરાષ્ટ્રીય નર્સ દિવસનું મહત્વ

કોવિડ -19 મહામારી સામે લડવામાં નર્સ મોખરે છે. ડૉક્ટરો અને અન્ય આરોગ્ય કર્મચારીઓની જેમ નર્સ પણ સતત વિરામ વગર કાર્યરત છે. નર્સો હંમેશાં એકમાત્ર આરોગ્ય વ્યવસાયિકો હોય છે, જેમને લોકો સંકટના સમયમાં પોતાની સાથે જુએ છે.

નર્સોની અછત

WHO અનુસાર દુનિયાના તમામ આરોગ્ય કર્મચારીઓમાં નર્સોની સંખ્યા અડધાથી વધુ છે. આમ છતાં સમગ્ર દુનિયામાં નર્સોની અછત છે અને 5.9 મિલિયનથી વધુ નર્સોની હજુ જરૂરીયાત છે. ખાસ કરીને ઓછી અને મધ્યમ આવકવાળા દેશોમાં.

ભારતની સ્થિતિ

ભારતમાં પ્રશિક્ષિત નર્સોની પણ અછત છે, WHOના ધારાધોરણો અનુસાર, ભારતની વસ્તીની તુલનામાં નર્સની નોંધપાત્ર અછત છે.

કોવિડ-19 દરમિયાન ફ્રન્ટલાઈન વર્કર

નર્સ હોસ્પિટલ અને ક્લીનિકોની કરોડરજ્જુ છે. જે પોતાનો જીવ ખતરામાં નાખીને મહિનાઓ સુધી કોવિડ-19ના લાખો દર્દીઓની સારસંભાળ રાખી રહી છે. આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તેમના માટે અમારી કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો શાનદાર અવસર છે. ICAN(ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સ) મુજબ 31 ડિસેમ્બર 2020 સુધી કોવિડ-19 દ્વારા 34 દેશોમાં 1.6 મિલિયનથી વધુ ઓરોગ્ય કર્મચારીઓ સંક્રમિત થયા છે. ફેબ્રુઆરી 2021માં સરકારે જાહેર કર્યું કે, અત્યાર સુધી 107 નર્સોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.

આ પણ વાંચોઃ માતા-પિતાને ગુમાવ્યા છતા બીજા દિવસે ફરજ પર હાજર થયા પોરબંદર સિવિલ હોસ્પિટલના નર્સ

ભારતમાં કોરોનાની પ્રથમ લહેરને કાબૂમાં લેવા નર્સોની ભૂમિકા

WHOએ 2020માં સ્વિકાર્યું કે, નર્સો અને આરોગ્ય કર્મચારીઓની મહેનત અને નિસ્વાર્થ સેવાના કારણે જ દેશમાં કોરોના દર્દીઓની રિકવરી એટલી બધી સંભવ બની છે,

Last Updated : May 12, 2021, 5:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.