ETV Bharat / bharat

International Flights:કોરોનાના નવા વેરિયન્ટની દહેશત વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ થશે શરૂ

ભારતથી ઇન્ટરનેશનલ ફ્લાઇન્ટ્સ (international flights from india) 15 ડિસેમ્બરથી ફરી શરૂ થવા જઈ રહી છે. ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયની સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ સરકારે આ નિર્ણય કર્યો છે. આ વાતની જાણકારી નાગરિક ઉડ્ડયન મંત્રાલયે (ministry of civil aviation about international flights) આપી છે.

કોરોનાના નવા વેરિયન્ટની દહેશત વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ થશે શરૂ

author img

By

Published : Nov 26, 2021, 9:00 PM IST

  • તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ થશે
  • કોરોનાના કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ છે
  • એર બબલ કરાર હેઠળ વિશેષ ઇન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઇટ્સ કાર્યરત થશે

નવી દિલ્હી: લાંબી રાહ જોયા બાદ 15 ડિસેમ્બરથી ફરી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ (international flights from india) શરૂ થઈ શકે છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું કે (ministry of civil aviation about international flights) , 15 ડિસેમ્બરથી ભારતમાં આવતી-જતી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ (International Flights) સામાન્ય રીતે ઓપરેટ (international flights operate in india) થશે.

એર બબલ કરાર હેઠળ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ કાર્યરત થશે

ઉલ્લેખનીય છે કે, કોવિડ-19 રોગચાળા (covid 19 in india)ને કારણે 23 માર્ચ, 2020થી ભારતમાં આવતી અને જતી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ છે. જો કે ગયા વર્ષે જુલાઈથી, લગભગ 28 દેશોની સાથે થયેલા એર બબલ કરાર (air bubble agreement with 28 countries) હેઠળ વિશેષ ઇન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઇટ્સ કાર્યરત થઈ રહી છે.

ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રાલય વચ્ચે મંત્રણા

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક આદેશમાં કહ્યું છે કે, ભારતમાં અને ત્યાંથી આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ પેસેન્જર ફ્લાઇટ્સ ફરી શરૂ કરવા અંગેનો નિર્ણય ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે વિચાર-વિમર્શ કરીને લેવામાં આવ્યો છે. તમામે સાથે મળીને 15 ડિસેમ્બરથી ભારતમાં આવતી-જતી આ આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

નવા વેરિયન્ટને લઇને સ્વાસ્થ્ય વિભાગે ચેતવ્યા

આ પહેલા સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે દક્ષિણ આફ્રિકામાં મળેલા કોરોનાના નવા વેરિયન્ટ (new corona variant in south africa) B.1.1.529ને લઇને ચિંતા વ્યક્ત કરી છે. તાજેતરમાં વિઝા પ્રતિબંધોમાં આપવામાં આવેલી છૂટના સંદર્ભમાં તેમણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ વેરિયન્ટના ઝડપથી ફેલાવાના કારણે સાવચેત રહેવાને લઇને એક પત્ર પણ લખ્યો હતો. બોત્સવાના, દક્ષિણ આફ્રિકા અને હોંગકોંગમાં આ વેરિયન્ટના કેસ મળ્યા છે.

આ પણ વાંચો: Constitution Day2021: PM મોદીએ દેશવાસીઓને બંધારણ દિવસની શુભેચ્છા પાઠવી

આ પણ વાંચો: Afghanistan: અફઘાન મહિલા અને સૌથી પ્રખ્યાત અફઘાન રેફ્યુજી શરબત ગુલા હવે ઇટાલીમાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.