ETV Bharat / bharat

Up Exam Paper Leak: યુપીમાં પણ પેપર લીક થતા અંગ્રેજીની ઇન્ટરમીડિયેટ પરીક્ષા રદ કરવામાં આવી

યુપી બોર્ડ દ્વારા બપોરે 2 વાગ્યે લેવાનારી અંગ્રેજીની ઇન્ટરમીડિયેટ પરીક્ષા રદ કરવામાં આવી છે. આ પરીક્ષા બપોરે 2 વાગ્યે શરૂ થવાની હતી. પેપર લીક ( Up Exam Paper Leak) થયા બાદ પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ એડિશનલ ચીફ સેક્રેટરી અવનીશ અવસ્થીએ પેપર લીક કેસની તપાસના આદેશ આપ્યા છે.

Up Exam Paper Leak: યુપીમાં પણ પેપર લીક થતા અંગ્રેજીની ઇન્ટરમીડિયેટ પરીક્ષા રદ કરવામાં આવી
Up Exam Paper Leak: યુપીમાં પણ પેપર લીક થતા અંગ્રેજીની ઇન્ટરમીડિયેટ પરીક્ષા રદ કરવામાં આવી
author img

By

Published : Mar 30, 2022, 3:41 PM IST

Updated : Mar 30, 2022, 3:50 PM IST

બલિયા/લખનૌ: પરીક્ષા પહેલા પ્રશ્નપત્ર અને સોલ્યુશન પેપર વાયરલ થયા બાદ યુપી બોર્ડની ઇન્ટરમીડિયેટ અંગ્રેજી વિષયની પરીક્ષા રદ (Up English Exam Cancel) કરવામાં આવી છે. આ પરીક્ષા બપોરે 2 વાગ્યાથી યોજાવાની હતી. યુપીના 24 જિલ્લાઓની ઇન્ટરમીડિયેટ પરીક્ષા રદ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. પેપર લીક (Up Exam Paper Leak) મામલે એડિશનલ ચીફ સેક્રેટરી અવનીશ અવસ્થીએ તપાસના આદેશ આપ્યા છે.

પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય: ખરેખર, બુધવારે યુપી બોર્ડની 12માની અંગ્રેજી ઇન્ટરમીડિયેટ પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થઈ ગયું છે. આ પરીક્ષા બપોરે 2 વાગ્યે શરૂ થવાની હતી. પેપર લીક થયા બાદ પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ સેટના પેપરનું 24 જિલ્લામાં વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ તમામ જિલ્લાઓની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. રાજ્યના બાકીના જિલ્લાઓમાં ઇન્ટરમીડિયેટ પરીક્ષા લેવામાં આવશે.

પ્રશ્નપત્રનું 24 જિલ્લામાં વિતરણ: માધ્યમિક શિક્ષણ નિયામક વિનય કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, બલિયા જિલ્લામાં બુધવારે ઇન્ટરમીડિયેટ અંગ્રેજી વિષયની શ્રેણી-316 ED અને 316EIનું પ્રશ્નપત્ર બીજી પાળીમાં લીક થવાની માહિતી સામે આવી છે. આ શ્રેણીના પ્રશ્નપત્રનું 24 જિલ્લામાં વિતરણ થવાનું હતું. જેના કારણે આ જિલ્લાઓના તમામ પરીક્ષા કેન્દ્રોની બીજી શિફ્ટની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, આ 24 જિલ્લાઓને બાદ કરતાં બાકીના જિલ્લાઓમાં બીજી પાળીના ઇન્ટરમીડિયેટના અંગ્રેજી વિષયની પરીક્ષાઓ લેવામાં આવશે.

આ પણ વાંચો: ફરી એકવાર ગુજરાતના બેરોજગાર યુવાનોનું નસીબ ફૂટ્યું છે: ગોપાલ ઈટાલિયા

બલિયા ડીએમએ પુષ્ટિ કરી: 24 જિલ્લામાં રદ કરાયેલી પરીક્ષા યોજવાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જિલ્લા મેજિસ્ટ્રેટ ઇન્દર વિક્રમ સિંહે બુધવારે યોજાનાર ઇન્ટરમીડિયેટ અંગ્રેજી પેપરને રદ કર્યું છે. આ પહેલા હાઈસ્કૂલ સંસ્કૃતનું સોલ્વ પેપર સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. ત્યારે આજે 12માનું અંગ્રેજીનું પ્રશ્નપત્ર અને સલવા કોપી સોશિયલ મીડિયા (Exam Paper Social media viral) પર વાયરલ થઈ છે.

આ પણ વાંચો: મહેસાણામાં વન સંરક્ષણની પરીક્ષાનું પેપર ફૂટવાને લઈને જીતુ વાઘાણીનું નિવેદન

આ જિલ્લાઓની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી

1. બલિયા 2. આગ્રા 3. એટાહ 4. વારાણસી 5. બાગપત 6. મૈનપુરી 7. આંબેડકર નગર 8. ગોરખપુર 9. મથુરા 10 અલીગઢ 11. બદાયુ 12. સીતાપુર 13. કાનપુર દેહત 14. લલિતપુર 15. ચિત્રકૂટ 16. શામલી 17. શાહજહાંપુર 18. પ્રતાપગઢ 19. ઉન્નાવ 20. જાલૌન 21. ગોંડા 22. આઝમગઢ 23. મહોબા 24. ગોરખપુર

Last Updated : Mar 30, 2022, 3:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.