ETV Bharat / bharat

Delhi Crime: ઇન્સ્ટાગ્રામ પર બનેલા મિત્રએ કિશોરી પર ગુજાર્યું દુષ્કર્મ, મિત્રો સાથે સંબંધ રાખવા કર્યું દબાણ - મિત્રો સાથે સંબંધ રાખવા કર્યું દબાણ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર બનેલા મિત્ર દ્વારા 14 વર્ષની કિશોરી પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Delhi Crime: ઇ
Delhi Crime: ઇ
author img

By

Published : Apr 23, 2023, 4:22 PM IST

નવી દિલ્હીઃ ઈન્સ્ટાગ્રામ પર બનેલા મિત્રએ 14 વર્ષની કિશોરી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. સામે આવેલી માહિતી પ્રમાણે આરોપી પીડિતાને વાંધાજનક ફોટા અને વીડિયો બતાવીને સતત બ્લેકમેલ કરતો હતો અને તેના મિત્રો સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ પણ કરતો હતો. કિશોરીની ફરિયાદ પર પ્રશાંત વિહાર પોલીસ સ્ટેશને પોક્સો એક્ટ સહિત તમામ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

આ પણ વાંચો: Ahmedabad crime news: કિન્નરને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી વિધર્મી યુવકે ગુજાર્યું દુષ્કર્મ, પોલીસ ફરિયાદ નોંધાઈ

મિત્રો સાથે સંબંધ રાખવા દબાણ: એક 14 વર્ષની છોકરીએ ઇન્સ્ટાગ્રામ પર અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા કરી. વાત કરતા કરતા આ મિત્રતા નિકટતામાં પરિવર્તિત થઈ અને આ જ નિકટતાનો લાભ લઈને આરોપી દ્વારા કિશોરીને બ્લેકમેઈલ કરવાનો સિલસિલો શરૂ થયો. આરોપ છે કે તેની આડમાં આરોપીએ કિશોરી સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. તે જ સમયે બ્લેકમેલિંગ કરતી વખતે આરોપીએ કિશોરીને તેના મિત્રો સાથે પણ સંબંધ રાખવા દબાણ કર્યું હતું. જે બાદ કિશોરીએ આ અંગે પોલીસ ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો: Rape in Idukki: કેરળમાં વૃદ્ધ માતાને રૂમમાં બંધ કરીને વિકલાંગ મહિલા પર દુષ્કર્મ આચર્યું

ચેટ બતાવીને બ્લેકમેઈલ: સપ્ટેમ્બર 2022માં રોહિણી સેક્ટર 36ના રહેવાસી સાથે કિશોરીની વાતચીત ઇન્સ્ટાગ્રામ પર શરૂ થઈ હતી. આ પછી મોબાઈલ નંબરની આપ-લે થઈ અને પ્રાઈવેટ ચેટની પ્રક્રિયા પણ શરૂ થઈ. કિશોરીનો આરોપ છે કે થોડા સમય પહેલા તેણે તેને બ્લેકમેલ કરીને આ બધી ચેટ તેના માતા-પિતાને બતાવવાની ધમકી આપી હતી, ત્યારબાદ તેને ધમકી આપીને તેના ઘરે બોલાવીને દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ અને પૂછપરછમાં વ્યસ્ત છે અને કિશોરીની તબીબી સારવાર કરાવ્યા બાદ પોક્સો એક્ટ સહિતની તમામ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.