ETV Bharat / bharat

કોરોનાના દર્દીઓમાં જોવા મળતું મ્યુકરમાઈકોસિસનું સંક્રમણ જીવલેણ હોઈ શકે, કેન્દ્ર સરકારે જાહેર કર્યું પરામર્શ

કોરોનાની સાથે સાથે હવે મ્યુકરમાઈકોસિસનું પણ જોખમ વધતું જાય છે તેવામાં કેન્દ્ર સરકારે કોવિડ-19ના દર્દીઓમાં મ્યુકરમાઈકોસિસ ફૂગ સંક્રમણના મેનેજમેન્ટ માટે પરામર્શ જાહેર કર્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, કોરોનાના દર્દીઓમાં મ્યુકરમાઈકોસિસનું સંક્રમણ જોવા મળી રહ્યું છે, જે જીવલેણ હોઈ શકે છે.

author img

By

Published : May 10, 2021, 12:24 PM IST

  • કોરોનાની સાથે સાથે મ્યુકરમાઈકોસિસનું જોખમ વધ્યું
  • ડાયાબિટીસ અને ICUમાં રહેનારા દર્દીઓમાં મ્યુકરમાઈકોસિસનું સંક્રમણ જોવા મળે છે
  • આગામી સમયમાં ધ્યાન નહીં રખાય તો ઘાતક સાબિત થઈ શકે છે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે રવિવારે જણાવ્યું હતું કે, અનિયંત્રિત ડાયાબિટીસ અને લાંબા સમય સુધી ICUમાં રહેનારા કોરોનાના દર્દીઓમાં મ્યુકરમાઈકોસિસનું સંક્રમણ જોવા મળે છે અને ધ્યાન રાખવામાં નહીં આવે તો તે ઘાતક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં કોરોના સંક્રમણ ઘટ્યું: 24 કલાકમાં 11084 નવા કેસ સાથે 14,770 દર્દીઓએ કોરોનાને માત આપી

કેન્દ્રિય મંત્રાલય અને ICMRએ પરામર્શ જાહેર કર્યા

કેન્દ્ર સરકારે આ અંગે જાહેર પરામર્શમાં કહ્યું હતું કે, ફૂગ સંક્રમણ ખાસ કરીને તે લોકોને સંક્રમિત કરે છે, જેમની સારવાર ચાલી રહી છે અને તેમનામાં પર્યાવરણમાં હાજર રોગાણુઓથી લડવાની ક્ષમતા ઘટી જાય છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય અને ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (ICMR) દ્વારા બીમારીની દેખરેખ, તપાસ અને સારવાર માટે તથ્ય આધારિત પરામર્શ જાહેર કર્યા છે.

આ પણ વાંચોઃ જીવન આપતી માતાઓ, કોરોનાકાળમાં જીવન બચાવવા કાર્યરત

મ્યુકરમાઈકોસિસની સારવાર ન કરવામાં આવે તો તે ઘાતક સાબિત થઈ શકે

કેન્દ્ર સરકારે જાહેર કરેલા પરામર્શમાં જણાવવામાં આવ્યું હતું કે, મ્યુકરમાઈકોસિસની સારવાર ન કરવામાં આવે તો તે ઘાતક સાબિત થઈ શકે છે. હવામાં હાજર ફૂગ શ્વાસના માધ્યમથી શરીરમાં પ્રવેશ કરીને વ્યક્તિના સાઈનસ (વિવર) અને ફેફસાંને અસર કરે છે. આ સાથે જ પીડા, આંખ અને નાક પાસે ચામડી લાલ થવી, તાવ, માથાનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, લોહીની ઉલી, માનસિક સ્થિતિમાં ફેરફાર જેવા લક્ષણ મ્યુકરમાઈકોસિસના છે.

ડાયાબિટીસ અંકુશમાં ન હોવું તે બીમારીનું સૌથી મોટું જોખમ

ICMR અને આરોગ્ય મંત્રાલયના પરામર્શમાં કહેવામાં આવ્યું હતું કે, આ બીમારીનું સૌથી મોટું જોખમ ડાયાબિટીસ અંકુશમાં ન હોવું, સ્ટ્રોયઈના કારણે પ્રતિરક્ષણ ક્ષમતામાં ઘટાડો, લાંબા સમય સુધી ICUમાં રહેવું, નુકસાનકારક અને વોરિકોનાજોલ પદ્ધતિથી સારવાર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.