ઈન્દોર, મધ્યપ્રદેશ : DRIની ટીમે ઈન્દોરમાં મોટી કાર્યવાહી કરી છે. ટીમ દ્વારા 3 કરોડથી વધુની કિંમતનું સોનું રિકવર કર્યું (gold smuggling Case) છે. આ સોનું દાણચોરો દ્વારા ગુપ્ત રીતે ઈન્દોર લાવવામાં આવી રહ્યું હતું, પરંતુ આ દરમિયાન DRIની ટીમને સમગ્ર મામલાની માહિતી મળી, જે બાદ ટીમે કાર્યવાહી કરીને આરોપીઓની ધરપકડ કરી અને તેમની પાસેથી મોટી સંખ્યામાં સોનું કબજે કર્યું હતું. હજૂ પણ DRIની ટીમ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
કારમાં બનાવાયું ચોરખાનું : DRI (Directorate of Revenue Intelligence) દ્વારા સોનાના દાણચોરો સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલામાં DRIની ટીમને માહિતી મળી હતી કે, કેટલાક બદમાશો મુંબઈથી ઈન્દોર એક કારમાં વિદેશી સોનું લાવી રહ્યા છે. માહિતીના આધારે DRIની ટીમે એબી રોડ પર કારને રોકી હતી અને જ્યારે તેની તલાશી લેવામાં આવી, ત્યારે તેમાંથી કોઈ પણ જગ્યાએ સોનું મળ્યું ન હતું. આ બાદ, ટીમને કારમાંથી એક ચોરખાનું મળ્યું હતું, જેમાં તપાસ કરતા છુપાયેલું સોનું મળી આવ્યું હતું. Indore DRI Big Action
બે દાણચોરોની ધરપકડઃ DRIના અધિકારીઓએ જ્યારે કારની બારીકાઈથી તપાસ કરી તો તેમાં એક છુપાયેલી ડિક્કી જોવા મળી હતી, જ્યારે તેને ખોલવામાં આવી તો તેમાં 3 કરોડથી વધુની કિંમતનું સોનું હોવાનું જાણવા મળ્યું હતું. સોનાનું વજન કરવામાં આવતા લગભગ 7.1 કિલો હતું. DRIની ટીમે સોનું જપ્ત કરીને 2 આરોપીઓની ધરપકડ કરી છે. DRI દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આગામી સમયમાં વધુ કેટલાક મોટા ખુલાસા પણ થઈ શકે છે. DRI seized 3 crore gold in indore