ETV Bharat / bharat

સાત વર્ષની બાળકીને ઘરે લઈ ગયો અને પછી કાયમ માટે સુવડાવી દીધી

મધ્ય પ્રદેશના મહાનગર ઈન્દૌરમાંથી એક હૈયું કંપી જાય એવી ઘટના સામે આવી છે. જેમાં એક નિર્દોષ સાત વર્ષની બાળકીને ક્રુરતાની હદ વટાવી ગયેલા આરોપીએ મોતને ઘાટ ઊતારીને પતાવી દીધી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા ઈન્દૌર પોલીસે કાયદેસરના પગલાં લઈને કાર્યવાહી કરી દીધી છે.

આરોપીએ 7 વર્ષની બાળકીને મોતને ઘાટ ઉતારી, CCTV ફૂટેજ સામે આવ્યા

author img

By

Published : Sep 28, 2022, 7:06 PM IST

ઈન્દૌર: શહેરના આઝાદ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 7 વર્ષની બાળકી (Indore 7 years old girl murder case) ને ઘરે લઈ જઈને તેની હત્યા કરનાર આરોપીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા (Indore girl murder case CCTV) છે. સીસીટીવી ફૂટેજમાં આરોપી બાળકીને ઉપાડીને ઘરે લઈ જતો જોવા મળ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કડક સજાની જાહેરાત: ઈન્દોરના આઝાદ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાજેતરમાં જ આ ઘટના સામે આવી હતી. આઝાદ નગર પોલીસ સ્ટેશનમાં રહેતો સદ્દામ નામનો યુવક આ વિસ્તારની એક 7 વર્ષની બાળકીને પોતાના ઘરે લઈ ગયો હતો. જ્યારે કેટલાક લોકોએ તે બાળકીને ઉપાડી લઈ જતા જોયો તો તેણે બાળકીની હત્યા કરી નાખી હતી. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ, પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધા છે ત્યાં મુખ્યમંત્રીએ આરોપીને વહેલી તકે કડક સજા કરવાની જાહેરાત પણ કરી છે.

સીસીટીવી ફૂટેજ: તપાસ દરમિયાન ઘટના સાથે સંબંધિત એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં યુવક સદ્દામ 7 વર્ષની બાળકીને તેના ઘરે લઈ જતો જોવા મળે છે, તેની સાથે અન્ય એક બાળક પણ હાજર હતો. યુવક 7 વર્ષની બાળકીને ઘરે લઈ ગયો કે, તરત જ તેની સાથે આવેલા બાળકે બાળકીના પરિવારને સમગ્ર મામલાની જાણ કરી હતી. પહેલા બે મહિલાઓ ત્યાં પહોંચી અને ત્યાર બાદ આખા વિસ્તારના લોકો આરોપીના ઘરની બહાર એકઠા થઈ ગયા હતાં.

બાળકીની હત્યા: પરિવાર અને લોકોએ સદ્દામને લાંબા સમય સુધી છોકરીને છોડાવવા માટે આજીજી કરી, પરંતુ તેણે ગેટ ખોલ્યો નહીં. આ પછી લોકોએ આરોપીના ઘરનો દરવાજો તોડી નાખ્યો હતો. જ્યારે લોકો અંદર પહોંચ્યા તો તેમણે જોયું કે, સદ્દામ દ્વારા બાળકીને મારી નાખવામાં આવી હતી. આ પછી રહેવાસીઓએ સદ્દામને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. આરોપીએ બાળકીની છરી દ્વારા 12 ઘા ઝીંકી હત્યા કરી હતી. બાળકીનું ગળું પણ ચીરી નાખ્યું હતું. માહિતી આપતા ટીઆઈ ઈન્દ્રેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, આરોપીનો જૂનો ગુનાહિત રેકોર્ડ છે. 25 વર્ષીય આરોપી યુવક સદ્દામ માનસિક રીતે અસ્વસ્થ હોવાનું કહેવાય છે. આ ઘટના બાદ રહીશોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને હોબાળો મચાવ્યો હતો અને સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ખાસ વાત એ છે કે, જે બાળકીની હત્યા કરવામાં આવી હતી તેની માતાનું પણ થોડા દિવસ પહેલા મૃત્યુ થયું હતું. તે તેના પિતા સાથે ઘરમાં એકલી રહેતી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.