- ઈન્ડિગો એરલાઈન્સે રસીકરણ અભિયાનને આપ્યુ પ્રોત્સાહન
- ઈન્ડિગાએ તેમના યાત્રિકોને ટિકિટ પર આપી 10 ટકા છૂટ
- 18 વર્ષથી ઉપરના યાત્રિકોને કોરોના લીધી હશે તો મળશે લાભ
નવી દિલ્હી: એરલાઈન કંપની ઇન્ડિગો (IndiGo Airlines) તેમના યાત્રિકોને ખાસ ઓફર (IndiGo offers) આપી છે. આ ઓફરમાં બુધવારથી કોવિડ -19 રસીનો (corona veccination) ઓછામાં ઓછો એક ડોઝ મેળવનારા તમામ યાત્રિકોને ઇન્ડિગો દ્વારા 10 ટકાની છૂટ (IndiGo Discount) આપશે. આ માહિતી એક નિવેદનમાં આપવામાં આવી છે.
મર્યાદિત કેટેગરીમાં આપશે છૂટ
એરલાઇને નિવેદનમાં જણાવ્યું છે કે, આ છૂટ ફલાઈટની ટિકિચની કિંમતના આધારે આપવામાં આવશે. ફક્ત મર્યાદિત કેટેગરીમાં જ ઉપલબ્ધ છે.
18 વર્ષ કે તેથી વધુ વયના લોકોને મળશે લાભ
તેમાં કહેવામાં આવ્યું છે કે, આ છૂટ ફક્ત 18 વર્ષ કે તેથી વધુ વયના લોકો માટે જ ઉપલબ્ધ છે, જેમને રસી આપવામાં આવી છે. જે બુકિંગ સમયે ભારતમાં સ્થિત છે અને જેમણે દેશમાં કોવિડ -19 રસી (ઓછામાં ઓછો એક ડોઝ) મેળવી છે.
આ પણ વાંચોઃ લૉકડાઉનમાં રદ થયેલી ફ્લાઈટના 99 ટકા ગ્રાહકોને પૈસા પરત કરાયાઃ ઈન્ડિગો
COVID-19 રસીકરણનું માન્ય પ્રમાણપત્ર આપવું આવશ્યક
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બુકિંગ સમયે જે યાત્રિઓએ છૂટનો લાભ મેળવ્યો છે. તે યાત્રિકોએ એરપોર્ટ ચેક-ઇન કાઉન્ટર પર તેમજ બોર્ડિંગ ગેટ પર આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરેલા COVID-19 રસીકરણ (corona veccination)નું માન્ય પ્રમાણપત્ર આપવું આવશ્યક છે. તેમાં જણાવ્યું હતું કે, “તેઓ એરપોર્ટ ચેક-ઇન કાઉન્ટર / બોર્ડિંગ ગેટ પર આરોગ્યા સેતુ મોબાઇલ એપ્લિકેશન દ્વારા રસીકરણનું પ્રમાણપત્ર પણ બતાવી શકે છે.
આ પણ વાંચોઃ IndiGo વરિષ્ઠ કર્મચારીઓ માટે પગાર યોજના વિના રજા જાહેર કરી
રાષ્ટ્રીય રસીકરણ અભિયાનમાં આપ્યો ફાળો
ઈન્ડિગોની મુખ્ય વ્યૂહરચના અને મહેસૂલ અધિકારી સંજય કુમારે જણાવ્યું હતું કે, “અમને લાગે છે કે દેશની સૌથી મોટી એરલાઇન તરીકે, રાષ્ટ્રીય રસીકરણ અભિયાન (National Vaccination Campaign) ના સામાન્ય લક્ષ્ય તરફ વધુને વધુ લોકોને પ્રોત્સાહન આપીને આ અભિયાનમાં ફાળો આપવાની જવાબદારી છે.