ETV Bharat / bharat

ટ્રેન અથડામણ સુરક્ષા સિસ્ટમ 'કવચ'નું પરિક્ષણ, રેલવે પ્રધાને આપ્યું મોટું નિવેદન

author img

By

Published : Mar 4, 2022, 5:55 PM IST

'કવચ' સિસ્ટમમાં ઉચ્ચ આવર્તન(Railway Kavach Technology) રેડિયો સંચારનો ઉપયોગ થાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કવચ SIL-4 ને અનુરૂપ છે, જે કોઈપણ સુરક્ષા સિસ્ટમનું સર્વોચ્ચ સ્તર છે. એકવાર આ સિસ્ટમ દાખલ થયા પછી, પાંચ કિલોમીટરની રેન્જમાંની તમામ ટ્રેનો અડીને આવેલા ટ્રેક પર ઉભી રહેલી ટ્રેનની સુરક્ષા(Indian Railway Two Train Collide) માટે થોભશે.

ટ્રેન અથડામણ સુરક્ષા સિસ્ટમ 'કવચ'નું પરિક્ષણ, રેલવે પ્રધાને આપ્યું મોટું નિવેદન
ટ્રેન અથડામણ સુરક્ષા સિસ્ટમ 'કવચ'નું પરિક્ષણ, રેલવે પ્રધાને આપ્યું મોટું નિવેદન

સિકંદરાબાદ/નવી દિલ્હી: સ્વદેશી રીતે વિકસિત(Indigenously developed) ટ્રેન અથડામણ સુરક્ષા સિસ્ટમ 'કવચ'નું(Railway Kavach Technology) આજે સિકંદરાબાદમાં પરીક્ષણ કરવામાં આવ્યું(indian railway anti collision test today)હતું. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ(Rail Minister Ashwini Vaishnaw) હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે જો બે ટ્રેનો એક જ ટ્રેક પર સામસામે આવી રહી છે, તો કવચ આપોઆપ તેમને સુરક્ષિત અંતરે રોકશે. તેમણે વધુમાં કહ્યું કે જો ટ્રેન લાલ સિગ્નલ તરફ આગળ વધે છે તો તે આપોઆપ ધીમી પડી જશે અને બંધ થઈ જશે. આ વર્ષે કવચ 2000 કિલોમીટર પર લગાવવામાં આવશે અને આગામી વર્ષોમાં દર વર્ષે 4000 થી 5000 કિલોમીટરનું લક્ષ્ય રાખશે. આત્મનિર્ભર ભારતનું આ ઉદાહરણ વિશ્વના વિકસિત દેશોમાં પણ નિકાસ કરવામાં આવશે.

હવે અકસ્માતથી મળશે રાહત

રેલવે દ્વારા 'કવચ'ને વિશ્વની સૌથી સસ્તી ઓટોમેટિક ટ્રેન અથડામણ સુરક્ષા સિસ્ટમ તરીકે પ્રમોટ કરવામાં આવી રહી છે. રેલ્વેને 'ઝીરો એક્સિડન્ટ'ના લક્ષ્યને હાંસલ કરવામાં મદદ કરવા માટે સ્વદેશી રીતે વિકસિત ઓટોમેટેડ ટ્રેન પ્રોટેક્શન (ATP) સિસ્ટમ વિકસાવવામાં આવી છે. કવચને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે જો તેને નિર્ધારિત અંતરની અંદર સમાન લાઇન પર બીજી ટ્રેનની હાજરી વિશે માહિતી મળે તો તે આપમેળે ટ્રેનને રોકશે.

રેલ પ્રધાને આપ્યું નિવેદન

વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ડિજિટલ સિસ્ટમના કારણે, રેડ સિગ્નલને અવગણવા અથવા અન્ય કોઈ ખામી જેવી માનવીય ભૂલોને કારણે ટ્રેન આપમેળે બંધ થઈ જશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કવચની સ્થાપના માટે ઓપરેશનલ ખર્ચ રૂપિયા 50 લાખ પ્રતિ કિલોમીટર આવશે, જ્યારે વૈશ્વિક સ્તરે આવી સુરક્ષા વ્યવસ્થાનો ખર્ચ પ્રતિ કિલોમીટર રૂપિયા 2 કરોડ જેટલો છે. રેલવે પ્રધાને અશ્વિની વૈષ્ણવ સનથનગર-શંકરપલ્લી રૂટ પર સિસ્ટમના ટ્રાયલ રનનો ભાગ બનવા સિકંદરાબાદ પહોંચ્હા હતા. રેલ્વે પ્રધાને અને રેલ્વે બોર્ડના ચેરમેન 4 માર્ચે યોજાનારી ટેસ્ટમાં ભાગ લિધો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે, અમે બતાવીશું કે કેવી રીતે અથડામણ સંરક્ષણ પ્રણાલી ત્રણ પરિસ્થિતિઓમાં કામ કરે છે - એક હેડ-ઓન અથડામણ, પાછળની બાજુની અથડામણ અને ભયનો સંકેત.

કવચ સિસ્ટમનાં ફાયદાઓ

'કવચ' સિસ્ટમમાં ઉચ્ચ આવર્તન રેડિયો સંચારનો ઉપયોગ થાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કવચ SIL-4ને અનુરૂપ છે, જે કોઈપણ સુરક્ષા સિસ્ટમનું સર્વોચ્ચ સ્તર છે. એકવાર આ સિસ્ટમ દાખલ થયા પછી, પાંચ કિલોમીટરની રેન્જમાં તમામ ટ્રેનો અડીને આવેલા ટ્રેક પર ઉભી રહેલી ટ્રેનની સુરક્ષા માટે થોભશે. કવચને 160 કિમી પ્રતિ કલાકની ઝડપ માટે મંજૂરી આપવામાં આવી છે. વર્ષ 2022ના કેન્દ્રીય બજેટમાં આત્મનિર્ભર ભારત પહેલ હેઠળ 'કવચ' રેલ નેટવર્કને 2,000 કિલોમીટર સુધી લાવવાની યોજના છે. દક્ષિણ મધ્ય રેલવેના ચાલી રહેલા પ્રોજેક્ટ્સમાં અત્યાર સુધીમાં 1098 કિલોમીટરના રૂટ પર કવચ લગાવવામાં આવ્યા છે. કવચને દિલ્હી-મુંબઈ અને દિલ્હી-હાવડા રેલ માર્ગો પર પણ સ્થાપિત કરવાની યોજના છે, જેની કુલ લંબાઈ લગભગ 3000 કિલોમીટર છે.

151 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું

ઈસ્ટ સેન્ટ્રલ રેલવે હવે ટ્રેનોના સુરક્ષિત સંચાલન માટે એન્ટિ-કોલિઝન ટેક્નોલોજી 'કવચ'ની મદદ લેશે. આ ક્રમમાં, ટ્રેનોના સુરક્ષિત સંચાલન માટે પં. દીનદયાળ ઉપાધ્યાય જંક્શનથી પ્રધાનખાંટા સુધી 'કવચ' સિસ્ટમની સ્થાપના માટે લગભગ રૂપિયા 151 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ સાથે પૂર્વ મધ્ય રેલવેના અન્ય મહત્વપૂર્ણ રેલવે વિભાગો પર પણ આ સિસ્ટમ સ્થાપિત કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે.

અકસ્માતો આવશે નિયંત્રણ

પૂર્વ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વીરેન્દ્ર કુમારે કહ્યું કે, આ સિસ્ટમથી ટ્રેનોના અકસ્માતોને હદ સુધી નિયંત્રિત કરી શકાય છે. તેમણે માહિતી આપી હતી કે આ સિસ્ટમ 408 કિલોમીટર લાંબા પંડિત દીનદયાળ ઉપાધ્યાય જં.-માનપુર-પ્રધાનખંટા રેલ્વે સેક્શન પર લગાવવામાં આવનાર છે. આ રેલ્વે લાઈન ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ રાજ્યોમાંથી પસાર થાય છે. આ વિભાગ પર 8 જંકશન સ્ટેશન, 79 લેવલ ક્રોસિંગ ગેટ અને 7 મધ્યવર્તી બ્લોક સિગ્નલો સહિત કુલ 77 સ્ટેશનો છે. આ રેલ્વે લાઇન પર તમામ પ્રકારની મિશ્ર ટ્રાફિક નૂર, મેલ, એક્સપ્રેસ, પેસેન્જર ટ્રેનો ચલાવવામાં આવે છે.

મિશન રફ્તાર

હાલમાં આ સેક્શન પર 130 કિમી પ્રતિ કલાકની સ્પીડને મંજૂરી આપવામાં આવી છે અને મિશન રફ્તાર હેઠળ તેને 160 કિમી પ્રતિ કલાક સુધી વધારવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે 'કવચ' એક અથડામણ વિરોધી ટેક્નોલોજી છે, જે માઇક્રોપ્રોસેસર, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ અને રેડિયો કમ્યુનિકેશનના માધ્યમો સાથે જોડાયેલ છે. જેવી આ ટેક્નોલોજી ચોક્કસ અંતરમાં સમાન ટ્રેક પર બીજી ટ્રેનને શોધી કાઢે છે, તે ટ્રેનના એન્જિનમાં લગાવેલા ઉપકરણ દ્વારા સતત ચેતવણી આપીને ઓટોમેટિક બ્રેક લગાવવામાં સક્ષમ છે.

સ્વદેશી ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ

કવચ એ RDSO (રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન) દ્વારા વિકસિત સ્વદેશી ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ છે. આ સિસ્ટમ લોકો પાઇલટને સિગ્નલની સ્થિતિ તેમજ અન્ય પાસાઓ, સ્પીડ પર કાયમી પ્રતિબંધ અને ઓવર સ્પીડ વિશે ડ્રાઇવરને એલર્ટ કરતી રહે છે. કવચ સિસ્ટમ હાલની સિગ્નલિંગ સિસ્ટમ સાથે સંપર્કમાં રહે છે અને કામગીરીમાં સામેલ અધિકૃત વ્યક્તિઓને સતત માહિતી શેર કરે છે. આ સિસ્ટમ બાજુ-અથડામણ, સામ-સામે અથડામણ અને પાછળના ભાગની અથડામણને રોકવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ હોવાનું માનવામાં આવે છે, કોઈપણ કટોકટીના કિસ્સામાં તાત્કાલિક પગલાં લેવા માટે સ્ટેશન અને લોકો ડ્રાઇવરને ચેતવણી આપે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.