- સમયનો સદુપયોગ કરી બનાવી કાર બનાવી
- 13 વર્ષના બાળકના આઇડિયાએ દરેકને આશ્ચર્યચકિત કર્યા
- આ બાળકે કારની ડિઝાઇન હાથે તૈયાર કરી
લુધિયાણા ( પંજાબ ) : નવરા બેસીને સમય બગાડવા કરતા તેનો સદુપયોગ કરવો ખૂબ જરૂરી છે. સમયનો ઉપયોગ થોડા સારા કામ માટે કરીએ તો આપણને ખ્યાતિ પણ મળી શકે છે. પંજાબના લુધિયાણાના 13 વર્ષના છોકરાએ સમયના સદુપયોગનો દાખલો બેસાડ્યો છે. આ બાળકનું નામ સુખબીર છે અને આ બાળકના આઇડિયાએ દરેકને આશ્ચર્યચકિત કરી દિધા છે.
10 મહિનામાં કાર બનાવવાનું સ્વપ્ન કર્યું પૂર્ણ
પંજાબના લુધિયાણામાં 8માં ધોરણમાં અભ્યાસ કરનાર સુખબીરે કોરોના કાળમાં પોતાનો સમય બગાડ્યા વગર એક ખાસ કાર બનાવી છે, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. સુખબીરે આ કામ પોતાના દાદાની મદદથી કર્યું છે. 13 વર્ષના છોકરાએ 9-10 મહિનામાં કાર બનાવવાનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે. સમયના મહત્ત્વનું ઉદાહરણ રજૂ કરતાં સુખબીરે ખુદ કારનું સંપૂર્ણ સ્ટ્રકચર તૈયાર કર્યું છે. આ કાર એટલા માટે ખાસ છે કે, તેમાં લાકડાની બોડી અને એક્ટિવાનું એન્જીન લગાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: એક એવી ઈલેક્ટ્રીક કાર કે જેના ફિચર્સ જાણશો તો તમે પણ કહેશો, અરે વાહ...
બાળકો ઓનલાઇન ગેમ રમતા થયા
સુખબીરના દાદા ઉદમજીત સિંહે કહ્યું હતું કે, કોરોના વાઇરસના કારણે લાગેલા લોકડાઉનના કારણે બાળકો 2 કલાકના ઓનલાઇન ક્લાસ બાદ ફ્રી થઈને ગેમ રમવાનું શરૂ કરી દેતા હતા. એક દિવસ મેં સુખબીરને પૂછ્યું કે તું કેમ ગેમ રમે છે, તેણે કહ્યું કે દાદા હું બીજું શું કરી શકું ? મને હવે કંટાળો આવી રહ્યો છે. ગેમ રમતી વખતે તેણે કહ્યું કે, તે ગેમ રમીને કંટાળી ગયો છે અને આથી તમે જ મને કંઈક કામ કહો, આ બાદ મેં તેને ફેક્ટરી આવવાનું કહ્યું. તે બાદ સુખબીરે સતત ફેક્ટરી આવવાનું શરૂ કર્યું.
સાધનો બહારથી લાવવામાં આવ્યાં
સુખબીરે જણાવ્યું હતું કે, અમે ઓટો પાર્ટ્સ કંપનીના માલિક છીએ. ફેક્ટરીમાં હતા ત્યારે, હું મશીનોનું ધ્યાન રાખતો હતો કે તેઓ કેવી રીતે કામ કરે છે, ત્યારે મારા મગજમાં કંઇક બનાવવાનો વિચાર આવ્યો. તે પછી મેં દાદાજીને કહ્યું કે અમે બાઇક બનાવીશું. ત્યારે દાદાએ કહ્યું કે, બાઇક તો અનેક લોકો બનાવે છે, તું કાર બનાવ. પછી મેં કાર બનાવવાનું શરૂ કર્યું. મારી બહેન અને મેં આ કારની ડિઝાઇન તૈયાર કરી, પછી કારનું સ્ટ્રક્ચર તૈયાર થયું અને આ રીતે અમે કાર બનાવી. કાર બનાવવા મોટાભાગનાં સાધનો બહારથી લાવવામાં આવ્યાં હતાં, જેમાં મેગ્રાડ, બમ્પર, લાઇટનો સમાવેશ કરાયો છે. કારમાં બુલેટના ટાયર અને કારના ગિયર બોક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: માત્ર 6.20 લાખમાં બની લેમ્બોર્ગિની કાર, જોવા ઉમટ્યા લોકો
આ રીતે બનાવી આ ખાસ કાર
કાર બનાવવા માટે, સુખબીરે પહેલા તેનું સ્ટ્રક્ચર તૈયાર કર્યું અને ત્યારબાદ કારની ફ્રેમ બનાવી. આ બાદ પાઇપ ખરીદવામાં આવ્યા અને તે અનુસાર કારની લંબાઈ અને પહોળાઈને જોઈને ડિઝાઇન બનાવવામાં આવી હતી. આ બાદ પાઈપ કાપીને તેમને વેલ્ડિંગ કરવામાં આવ્યા હતા. છેવટે સુખબીરે વિચાર્યું કે, તેમાં ક્યા એન્જીનનો ઉપયોગ કરવો. જો આપણે તેમાં અન્ય કારના એન્જિનનો ઉપયોગ કરીશું, તો કારમાં ગીઅર્સ હશે, પરંતુ સુખબીરે આ કારને ઓટોમેટિક બનાવવી પડી હતી, તેથી તેણે એક્ટિવા સ્કૂટીના એન્જિનનો ઉપયોગ કર્યો. આ બાદ, કારમાં એન્જિન ફીટ કરીને તેનું ટ્રાઈલ લેવામાં આવ્યું. કારની ટ્રાઇલ લીધા બાદ તેણે વિચાર્યું કે કારને કેવી રીતે રિવર્સ કરવામાં આવે. બાદમાં સુખબીરે ગિયરબોક્સ ડિઝાઇન કર્યું, તેને બનાવવામાં લગભગ દોઢ મહિનાનો સમય લાગ્યો. ગિયરબોક્સ બન્યા પછી, તે કારની ફ્રેમમાં ફીટ કરવામાં આવી, જે યોગ્ય રીતે કામ કરતી થઈ, આ બધું થઈ ગયા બાદ, કારની બોડીને લાકડાની બનાવવાનો વિચાર આવ્યો. સુખબીરે સુથારની મદદથી કાર માટે લાકડાની બોડી બનાવી હતી.
ઉડતી કાર બનાવવાનું સપનું
સુખબીરે બેટરીવાળી કાર બનાવવા માટેના તમામ ઉપકરણો ખરીદ્યા છે. બાદમાં તે કાર માટે ફ્રેમની ડિઝાઇન કરશે, અને કારમાં બેટરી કેવી ફીટ થશે, તે અંગે કામ કરશે. સુખબીરે તેમના દાદાને કહ્યું હતું કે, અમે બેટરીથી કાર બનાવ્યા પછી ઉડતી કાર બનાવીશું. લગ્નમાં ડ્રોન ઉડતા હોય તેવી જ રીતે અમે ઉડતી કાર બનાવીશું.