ETV Bharat / bharat

Nirmala Sitharaman Said About Adani Issue : અદાણી મુદ્દાને કારણે ભારતની છબી અને સ્થિતિ પર કોઈ અસર થઈ નથી : નિર્મલા સીતારમન - અદાણી ગ્રૂપ

અદાણી ગ્રૂપના (Adani Group) મુદ્દા પર નાણાપ્રધાન નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman Said About Adani Issue) કહ્યું, 'એફપીઓ અગાઉ પણ પરત કરવામાં આવ્યા છે, પરંતુ... 'અદાણી ગ્રૂપના ઘટતા શેર હેડલાઇન્સમાં છે. ગત દિવસે વિપક્ષે આ મુદ્દે સંસદમાં હોબાળો મચાવ્યો હતો. હવે આ મામલે નાણામંત્રી બોલ્યા છે.

Nirmala Sitharaman Said About Adani Issue : અદાણી મુદ્દાને કારણે ભારતની છબી અને સ્થિતિ પર કોઈ અસર થઈ નથી : નિર્મલા સીતારમન

author img

By

Published : Feb 4, 2023, 2:54 PM IST

Updated : Feb 4, 2023, 3:07 PM IST

નવી દિલ્હી : અમેરિકન ફર્મ હિંડનબર્ગના અહેવાલ બાદ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં થયેલા જંગી ઘટાડાને કારણે વિપક્ષે ગત રોજ દેશની સંસદમાં હોબાળો મચાવ્યો હતો. શેરોના ઘટાડાને કારણે અદાણી ગ્રૂપની માર્કેટ મૂડીમાં ભારે ઘટાડો નોંધાયો છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે અદાણીના કેસ પર સર્જાયેલા હંગામા પર મોટું નિવેદન આપ્યું છે. નાણાપ્રધાને કહ્યું છે કે, ભારતની સ્થિતિને કોઈ પણ રીતે અસર થઈ નથી.

નિર્મલા સીતારમને શું કહ્યું : છેલ્લા બે દિવસમાં આપણી વિદેશી મુદ્રા ભંડાર વધીને ડોલર 8 મિલિયન થઈ ગયો છે. FII આવે છે અને જાય છે અને FPO આવે છે અને જાય છે, પરંતુ અદાણીના કેસથી ભારતની છબી અને સ્થિતિને કોઈ અસર થઈ નથી. તેમણે કહ્યું કે, રેગ્યુલેટર તેમનું કામ કરશે. રિઝર્વ બેંકે તેનું નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે અગાઉ પણ FPO પાછા ખેંચી લેવામાં આવ્યા છે.

'FPO આવતા-જતા રહે છે' : નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, છેલ્લા બે દિવસમાં આપણી વિદેશી મુદ્રા ભંડાર વધીને ડોલર 8 મિલિયન થઈ ગયો છે. FII આવે છે અને જાય છે અને FPO આવે છે અને જાય છે, પરંતુ અદાણીના કેસથી ભારતની છબી અને સ્થિતિને કોઈ અસર થઈ નથી. તેમણે કહ્યું કે, રેગ્યુલેટર તેમનું કામ કરશે. રિઝર્વ બેંકે તેનું નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે અગાઉ પણ FPO પાછા ખેંચી લેવામાં આવ્યા છે. શુક્રવારે, સંસદમાં વિપક્ષી સભ્યો અદાણી જૂથના મુદ્દા પર ચર્ચા અને સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસની માંગ કરી રહ્યા હતા.

આ પણ વાંચો : Ashwini Vaishnav: કર્ણાટકમાં વંદે ભારતની જેમ વંદે મેટ્રો બનશે: રેલવે પ્રધાન

રિઝર્વ બેંક રાખી રહી છે નજર : રોકાણકારોની ચિંતાઓને દૂર કરતી વખતે ભારતીય રિઝર્વ બેંકે કહ્યું હતું કે, દેશની બેંકિંગ સિસ્ટમ લવચીક અને સ્થિર છે. આરબીઆઈએ કહ્યું કે, તે સાવચેત છે અને દેશના બેંકિંગ ક્ષેત્રની સ્થિરતા પર નજર રાખવાનું ચાલુ રાખે છે. આરબીઆઈ વતી એવું કહેવામાં આવ્યું છે કે એક નિયમનકાર અને સુપરવાઈઝર તરીકે, આરબીઆઈ નાણાકીય સ્થિરતા જાળવવા માટે બેંકિંગ ક્ષેત્ર અને વ્યક્તિગત બેંકો પર સતત નજર રાખે છે.

20,000 કરોડની કિંમતનો FPO પાછો ખેંચી લેવામાં આવ્યો હતો : અદાણી ગ્રૂપે બુધવારે તેની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસની રૂપિયા 20,000 કરોડની ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) પાછી ખેંચી લીધી હતી. 20,000 કરોડનો આ એફપીઓ 27 જાન્યુઆરીએ સબસ્ક્રિપ્શન માટે ખોલવામાં આવ્યો હતો અને સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ થયા બાદ 31 જાન્યુઆરીએ બંધ કરવામાં આવ્યો હતો. ફોલો-ઓન-પબ્લિક ઑફર (FPO)ને સેકન્ડરી ઑફર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એવી પ્રક્રિયા છે કે જેના હેઠળ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપનીઓ વર્તમાન શેરધારકો તેમજ નવા રોકાણકારોને નવા શેર જારી કરે છે.

હિન્ડેનબર્ગ ચાર્જ : હિન્ડેનબર્ગનો રિપોર્ટ 24 જાન્યુઆરીએ આવ્યો હતો. ત્યારથી અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં ઘટાડાનો સમયગાળો શરૂ થયો હતો. હિંડનબર્ગે તેના અહેવાલમાં દાવો કર્યો છે કે અદાણી ગ્રુપની લિસ્ટેડ સાત કંપનીઓ 85 ટકા ઓવરવેલ્યુડ છે. અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અદાણી જૂથ દાયકાઓથી સ્ટોક મેનીપ્યુલેશન અને મની લોન્ડરિંગમાં વ્યસ્ત છે.

આ પણ વાંચો : 'Make in India' initiative: IAFને 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ નવા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મળશે

સાત દિવસમાં 9 લાખ કરોડ ડૂબી ગયા : આ કારણે અદાણી ગ્રુપે છેલ્લા સાત ટ્રેડિંગ સેશનમાં રૂપિયી 9 લાખ કરોડનું માર્કેટ કેપ ગુમાવ્યું છે. અદાણી ગ્રૂપના કુલ 10 શેર શેરબજારમાં લિસ્ટેડ છે જેમાં અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ, અદાણી વિલ્મર, અદાણી ગ્રીન, અદાણી ટ્રાન્સમિશન, અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઈઝ, અંબુજા સિમેન્ટ્સ, એસીસી અને એનડીટીવીનો સમાવેશ થાય છે. હિન્ડેનબર્ગના રિપોર્ટ બાદ આ શેરોમાં 50 ટકા સુધીનો ઘટાડો થયો છે.

Last Updated : Feb 4, 2023, 3:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.