ETV Bharat / bharat

આપણી ટીનેજર વિનિશા ઉમાશંકર COP26 Glasgow માં ભાષણ આપી વિશ્વના નેતાઓ સામે છવાઈ ગઈ - જો બાઇડેન

ગ્લાસગોમાં આયોજિત ક્લાઈમેટ સમિટમાં 14 વર્ષની વિનિશા ઉમાશંકરે ઘણી હેડલાઈન્સમાં સ્થાન બનાવ્યું હતું. Vinisha Umashankar તમિલનાડુની છે. તેને પ્રિન્સ વિલિયમ (Prince William) દ્વારા ક્લાઈમેટ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. વિનિશાએ પોતાના ભાષણમાં કહ્યું કે તમે અમારું નેતૃત્વ નહીં કરો તો પણ અમે કરીશું. તમે મોડું કરશો તો પણ આગળ વધીશું. ભલે તમે ભૂતકાળમાં જીવો, અમે આગળ વધતા રહીશું. પરંતુ કૃપા કરીને અમને ટેકો આપવા માટે આ આમંત્રણ સ્વીકારો, તમને કોઈ અફસોસ નહીં થાય.

આપણી ટીનેજર વિનિશા ઉમાશંકર COP26 Glasgow માં ભાષણ આપી વિશ્વના નેતાઓ સામે છવાઈ ગઈ

author img

By

Published : Nov 3, 2021, 7:20 PM IST

  • ગ્લાસગો સમિટમાં ભારતની કિશોરી ઝળકી
  • ક્લાયમેટ ચેન્જ પરનું તેનું ભાષણ હેડલાઈન્સમાં ચમક્યું
  • વિશ્વના ટોચના નેતાઓની હાજરીમાં આપ્યું નિર્ભિક વક્તવ્ય

નવી દિલ્હીઃ સ્કોટલેન્ડના ગ્લાસગોમાં આયોજિત ક્લાઈમેટ સમિટમાં વિશ્વના નેતાઓ એકઠા થયાં હતાં અને સમાચારોનું કેન્દ્ર બન્યાં હતાં. પરંતુ આ દરમિયાન ત્યાં હાજર રહેલી ભારતની એક 14 વર્ષની છોકરી Vinisha Umashankar પણ ચર્ચાનો વિષય બની ગઈ છે. 14 વર્ષની વિનિશા ઉમાશંકરે COP26 Glasgow ખાતે ક્લાઈમેટ ચેન્જ પર પોતાના ભાષણથી ઘણી હેડલાઈન્સ બનાવી હતી.

પૃથ્વીનેે બચાવવા માટે ડાયરેક્ટ કોલની હાકલ

વિનિશાએ ( Vinisha Umashankar ) તેના શક્તિશાળી ભાષણમાં કહ્યું કે તેની "પેઢી વિશ્વના નેતાઓના ખોટા વચનોથી કંટાળી ગઈ છે અને ગુસ્સામાં છે." તેણે પૃથ્વીનેે બચાવવા માટે હવે ડાયરેક્ટ કોલ લેવા માટે હાકલ કરી. વિનિશા 'Eco Oscars' તરીકે ઓળખાતા Earthshot Prize ની ફાઇનલિસ્ટ પૈકીની એક રહી છે. વિનિશાને બ્રિટનના પ્રિન્સ વિલિયમ દ્વારા ક્લાઈમેટ કોન્ફરન્સની ક્લીન ટેક્નોલોજી અને ઈનોવેશન વિષય પરની મીટિંગમાં બોલવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તમિલનાડુની વિનિશાએ કોન્ફરન્સમાં વિશ્વના નેતાઓને પોતાના સંબોધનમાં કહ્યું, 'આજે હું આ પૂરા આદર સાથે કહું છું કે ચાલો વાત કરવાનું બંધ કરીએ અને વાસ્તવમાં કાર્ય કરીએ.

વિનિશા છે Earthshot Prize વિજેતા

વિનિશાએ કહ્યું કે અમે Earthshot Prize ના વિજેતાઓ અને ફાઇનલિસ્ટ, ધુમાડા, પ્રદૂષણ અને અશ્મિભૂત ઇંધણ પર બનેલી અર્થવ્યવસ્થાને બદલે અમારી નવીનતાઓ, પ્રોજેક્ટ્સ અને સોલ્યુશન્સમાં અમારી મદદ માટે તમને પૂછી રહ્યાં છીએ. આપણે જૂની ચર્ચાઓ વિશે વિચારવાનું બંધ કરવું પડશે, કારણ કે આપણે ભવિષ્ય માટે નવી દ્રષ્ટિ બનાવવાની જરૂર છે. તેથી તમારે અમારા ભવિષ્યને તૈયાર કરવા માટે તમારા પૈસા, સમય અને પ્રયત્નો આપવા પડશે.

પીએમ મોદી, બાઇડેન સહિત વિશ્વના ટોચના નેતાઓની ઉપસ્થિતિ

વિનિશાના આ સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બોરિસ જોન્સન, જો બાઇડેન સહિત દુનિયાભરના ઘણા મોટા નેતાઓ હાજર હતાં. વિનિષાએ પોતાના ભાષણમાં કહ્યું કે તમે અમારું નેતૃત્વ નહીં કરો તો પણ અમે કરીશું. તમે મોડું કરશો તો પણ આગળ વધીશું. ભલે તમે ભૂતકાળમાં જીવો, અમે આગળ વધતા રહીશું. પરંતુ કૃપા કરીને અમને સમર્થન આપવા માટે આ આમંત્રણ સ્વીકારો, તમને અફસોસ નહીં થાય.

સૌર ઊર્જાને ચારકોલનો વિકલ્પ બનાવતી શોધ

આપને જણાવીએ કે વિનિશા ઉમાશંકરે અર્થશોટ પ્રાઈઝ માટે સૌર ઊર્જાથી ચાલતી આયર્નિંગ કાર્ટ બનાવી છે. તેનો હેતુ ચારકોલને સૌર ઊર્જાથી વિકલ્પ આપવાનો છે. આ માટે તેને ફાઇનલમાં જગ્યા મળી હતી. પ્રિન્સ વિલિયમ દ્વારા આયોજિત, Earthshot Prize એ લોકો માટે એક સ્પર્ધા છે જેઓ પૃથ્વીને સામનો કરતી પર્યાવરણીય સમસ્યાઓ માટે નવીન ઉકેલો શોધે છે.

આ પણ વાંચોઃ ભારત 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જનમાં અંદાજિત એક અબજ ટનનો ઘટાડો કરશે : વડાપ્રધાન મોદી

આ પણ વાંચોઃ Corona Vaccination : વડાપ્રધાન મોદીને કહ્યું - "દરેક શહેર માટે અલગ વ્યૂહરચના બનાવો"

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.