મુંબઈ : ચાલુ સપ્તાહના પ્રથમ દિવસ વેચવાલી બાદ આજે મજબૂત વલણ જોવા મળ્યું છે. ભારતીય શેરબજારના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty આજે અનુક્રમે 275 અને 89 પોઈન્ટ વધીને લીલા નિશાનમાં બંધ થયા હતા. ઉલ્લેખનિય છે કે, આજે બંને ઈન્ડેક્સ ખૂબ સારા વધારા સાથે ખુલ્યા હતા. શેરબજારમાં ચોતરફ લેવાલીથી રોકાણકારોને અંદાજે તગડો નફો થયો છે.
BSE Sensex : આજે 21 નવેમ્બર મંગળવારના રોજ ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈનડેક્સ લગભગ 275 પોઈન્ટ (0.42%) સુધારા સાથે 65,930 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, BSE Sensex ઈનડેક્સ આજે 205 પોઈન્ટ વધીને 65,860 ના મથાળે ખુલ્યો હતો. શરુઆતના કારોબારમાં મજબૂત વલણને જાળવી રાખ્યું હતું. યુરોપીય બજાર ખુલતાની સાથે જ તેની અસર ભારતીય બજારના સેન્ટીમેન્ટ પર થઈ હતી. આજે BSE Sensex 65,849 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. જોકે લેવાલી નીકળતા સતત ઉપર ચડતો રહીને 66,082 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. ઉલ્લેખનિય છે કે, ગતરોજ BSE Sensex 139 પોઈન્ટ તૂટીને 65,655 ના મથાળે બંધ રહ્યો હતો.
NSE Nifty : આજે 21 નવેમ્બર મંગળવારના રોજ NSE Nifty ગતરોજના 19,694 બંધની સામે 76 પોઈન્ટ વધીને 19,770 ના મથાળે ખુલ્યો હતો. શરુઆતના કારોબારમાં સતત મજબૂત વલણને જાળવી રાખી 19,829 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. જોકે NSE Nifty આજે 19,064 પોઈન્ટ ડાઉન ગયો હતો. DII ના ટેકારુપી બાઈંગ વચ્ચે ભારે લેવાલીના પગલે ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty 89 પોઈન્ટ સુધારા બાદ 19,783 પોઈન્ટના ઊંચા મથાળે બંધ થયો હતો. જે લગભગ 0.45 ટકાનો વધારો દર્શાવે છે.
ટોપ ગેઈનર શેર : સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં JSW સ્ટીલ (1.94 %), ટાઈટન કંપની (1.47 %), રિલાયન્સ (1.35 %), ટાટા સ્ટીલ (1.33 %) અને સન ફાર્મા (1.19 %)નો સમાવેશ થાય છે.
ટોપ લુઝર શેર : જ્યારે સૌથી વધુ ગગડેલા શેરોમાં લાર્સન (-0.45 %), SBI (-0.37 %), એનટીપીસી (-0.36 %), ટેક મહિન્દ્રા (-0.30 %) અને મારુતિ સુઝુકી (-0.25 %)નો સમાવેશ થાય છે.
ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1144 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 964 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં ટાટા સ્ટીલ, JSW સ્ટીલ, બજાજ ફિનસર્વ અને ટાટા મોટર્સના સ્ટોક રહ્યા હતા. જ્યારે Nifty IT 57 પોઈન્ટ ઘટીને 32325.70 ના મથાળે બંધ રહ્યો હતો.