ETV Bharat / bharat

ભારતીય રેલ્વે: હવે ટિકિટ વિના ટ્રેનમાં કરી શકશો મુસાફરી, TTE પણ તમને નહીં રોકે - Indian railways rules

ઘણી વખત એવું જોવા મળ્યું છે કે, જો મુસાફરને કન્ફર્મ ટિકિટ ન મળે (Traveling by train without a ticket) તો રેલવે દ્વારા ભારે દંડ ફટકારવામાં આવે છે. તમે આ પેનલ્ટી કાર્ડ દ્વારા પણ ચૂકવી શકો છો.

ભારતીય રેલ્વે: હવે ટિકિટ વિના ટ્રેનમાં કરી શકશો મુસાફરી, TTE પણ તમને નહીં રોકે

author img

By

Published : Oct 6, 2022, 11:09 AM IST

ન્યુઝ ડેસ્ક: સમય સમય પર, ભારતીય રેલ્વે દ્વારા મુસાફરો માટે તમામ સુવિધાઓ પ્રદાન કરવામાં આવે છે. ઘણીવાર, ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને આ સુવિધાઓ અને રેલ્વે સંબંધિત નિયમોની જાણ હોવી જોઈએ. જો તમે આ નિયમો વિશે જાણતા ન હોય તો ઘણી વખત તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આજે અમે તમને રેલવેની એક એવી સુવિધા વિશે જણાવીશું, જેના હેઠળ તમે ટિકિટ વગર ટ્રેનમાં (Travelling without ticket) જઈ શકો છો. એટલું જ નહીં, TTE પણ તમને ટ્રેનમાં ચઢતા રોકશે નહીં.

કાર્ડ દ્વારા થશે પેમેન્ટ: રેલ્વેના નિયમો અનુસાર, જો તમારી પાસે પ્લેટફોર્મ ટિકિટ છે અને તમારી પાસે મુસાફરીની ટિકિટ (Travelling without ticket) નથી, તો તમે ડેબિટ કાર્ડ દ્વારા ટ્રેનમાં ભાડું અથવા દંડ ચૂકવી શકો છો. એટલે કે, જો તમારી પાસે ટ્રેનની ટિકિટ (Platform ticket price) નથી, તો ટ્રેનમાં ચડ્યા પછી, તમે કાર્ડથી પેમેન્ટ કરીને બનાવેલી ટિકિટ પણ મેળવી શકો છો. ઘણી વખત એવું જોવા મળ્યું છે કે, જો મુસાફરને કન્ફર્મ ટિકિટ ન મળે તો રેલવે દ્વારા ભારે દંડ ફટકારવામાં આવે છે. તમે આ પેનલ્ટી કાર્ડ દ્વારા પણ ચૂકવી શકો છો.

POS મશીનો 4G સાથે ક્નેક્ટ: રેલ્વે વધુ સારી કામગીરી માટે ઈલેક્ટ્રોનિક ઉપકરણોને 4G સાથે જોડી રહ્યું છે. રેલવે બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અધિકારીઓ પાસેના પોઈન્ટ ઓફ સેલિંગ (Point of Selling) મશીનોમાં હાલમાં 2G સિમ છે, જેના કારણે દૂરના વિસ્તારોમાં નેટવર્કની સમસ્યા રહે છે. પરંતુ 4G સાથે કનેક્ટ થયા પછી કોઈ મુશ્કેલી નહીં પડે. આ પછી તમે મુસાફરી દરમિયાન સરળતાથી પેમેન્ટ કરી શકશો.

TTE પાસેથી ટિકિટ મેળવો: જો તમારી પાસે રિઝર્વેશન નથી, તો નિયમો અનુસાર, તમે ટ્રેનમાં ચઢવા માટે ફક્ત પ્લેટફોર્મ ટિકિટ લઈ શકો છો. આ પછી તમારી પાસે સાબિતી છે કે, તમે કયા સ્ટેશનથી મુસાફરી કરી રહ્યા છો. હવે તમે TTE (Travelling Ticket Examiner) પર જઈને ટિકિટ કરાવી શકો છો. પરંતુ આ માટે એ જરૂરી છે કે પ્લેટફોર્મ ટિકિટ લીધા પછી, તમારે ટ્રેનમાં ચડ્યા પછી તરત જ TTEનો સંપર્ક કરવો જોઈએ. આ પછી તે તમારા ગંતવ્ય સ્થાનની ટિકિટ બનાવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.