ETV Bharat / bharat

IPL 2022 : IPL Points Table માં થયો મોટો બદલાવ, આ ટીમ છે ટોચ પર - પ્લેઓફમાં સ્થાન

IPL 2022ના પોઈન્ટ ટેબલમાં(IPL Points Table) માત્ર ગુજરાત અને લખનૌ જ એવી ટીમો છે, જેમનું પ્લેઓફમાં સ્થાન(Place in playoffs) નિશ્ચિત જણાય છે. કારણ કે બંને ટીમોના 16-16 પોઈન્ટ છે અને હજી ત્રણ મેચ બાકી છે. આવી સ્થિતિમાં જીત સાથે બંને ટીમો પ્લેઓફમાં પહોંચી જશે, પરંતુ ખરી લડાઈ નંબર ત્રણ અને ચારની છે. આ બે સ્થાનો માટે રાજસ્થાન રોયલ્સ (14 પોઈન્ટ), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (14 પોઈન્ટ), દિલ્હી કેપિટલ્સ (10 પોઈન્ટ), સનરાઈઝર્સ હૈદરાબાદ (10 પોઈન્ટ) અને પંજાબ કિંગ્સ (10 પોઈન્ટ) વચ્ચે જંગ ચાલી રહ્યો છે.

IPL 2022
IPL 2022
author img

By

Published : May 9, 2022, 5:48 PM IST

ન્યુઝ ડેસ્ક : 8 મેના રોજ, IPL 2022(IPL Points Table) ની ડબલ હેડર મેચની પ્રથમ મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને બીજી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે શાનદાર જીત નોંધાવી. RCBએ સનરાઇઝર્સ હૈદરાબાદને 67 રનથી હરાવ્યું હતું. CSKએ દિલ્હી કેપિટલ્સને 91 રનથી હરાવ્યું. આ જીત સાથે CSKએ પ્લેઓફમાં જગ્યા(Place in playoffs) બનાવવાની પોતાની આશા જીવંત રાખી છે.

IPL 2022
IPL 2022

આ પણ વાંચો - IPL 2022: ચેન્નાઈની કરારી જીત, દિલ્હીને 91 રને હરાવ્યું

પ્લે ઓફમાં પહોંચશે આ ટીમ - રવિવારે જીત બાદ RCBના 14 પોઈન્ટ થઈ ગયા છે. RCBએ અત્યાર સુધીમાં 12 મેચ રમી છે. RCB પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર છે, પરંતુ તેના નેટ રન રેટમાં સુધારો થયો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે અત્યાર સુધીમાં 11 મેચ રમી છે અને ચારમાં જીત મેળવી છે. CSKના આઠ પોઈન્ટ છે. તે પોઈન્ટ ટેબલમાં આઠમા નંબર પર છે.

આ પણ વાંચો - IPL 2022: લખનૌએ કોલકાતાને 75 રને હરાવ્યું, રાહુલની ટીમ બની ટેબલ ટોપર

પ્લે ઓફની રેસ માંથી બહાર થશે આ ટીમો - શનિવારે (7 મે) લખનૌ સુપર જાયન્ટ્સે પણ અદભૂત વિજય નોંધાવ્યો હતો અને તેઓ ગુજરાત ટાઇટન્સને હરાવીને પોઇન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયા છે. કે.એલ રાહુલની ટીમ અત્યાર સુધી 11 મેચ રમી છે અને 16 પોઈન્ટ સાથે ટોપ પર છે. બીજા નંબર પર હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સ ટીમ છે. ગુજરાતે પણ 11માંથી 8 મેચ જીતીને 16 પોઈન્ટ મેળવ્યા છે.

આ પ્રમાણે છે ટીમમાં સ્થાન - મયંક અગ્રવાલની પંજાબ કિંગ્સે પણ અત્યાર સુધીમાં 11 મેચમાં પાંચ જીત નોંધાવી છે. 10 પોઈન્ટ સાથે પંજાબની ટીમ સાતમા નંબર પર છે. CSK આઠમા નંબર પર પહોંચી ગઈ છે. શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની કોલકાતા નાઈટ રાઈડર્સ 11 મેચમાં ચાર જીત બાદ નવમા ક્રમે છે. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝનમાં તેમના સૌથી ખરાબ પ્રદર્શન સાથે છેલ્લા સ્થાને છે. MIને 10માંથી માત્ર બે જ જીત મળી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.