- કલવરી ક્લાસની ચોથી સબમરીન છે INS વેલા
- મુંબઈના મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિમિટેડે બનાવી
- INS વેલાની લંબાઈ 75 મીટર અને વજન 1615 ટન
મુંબઈ: ભારતીય નૌસેના (indian navy)માં INS વિશાખાપટ્ટનમ (ins visakhapatnam) બાદ હવે INS વેલા (ins vela submarine) સામેલ થવાનું છે. 25 નવેમ્બર (ગુરૂવાર)ના કલવરી ક્લાસ (kalvari-class submarine)ની ચોથી સબમરીન INS વેલા નેવીમાં સામેલ થઈ જશે. આ સબમરીન (submarine)ને મુંબઈના મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિમિટેડે (mazagon dock shipbuilders ltd) બનાવી છે. આમાં ફ્રાન્સના મેસર્સ નેવલ ગ્રુપે (messrs naval group ltd) સહયોગ કર્યો છે. આ સબમરીન ફ્રાંસીસી સ્કોર્પીયન ક્લાસ સબમરીન (scorpene class submarine)ની ટેકનોલોજી પર બનાવવામાં આવી છે.
સતત 50 દિવસ સુધી દરિયામાં રહી શકે છે
INS વેલાની લંબાઈ 75 મીટર અને વજન 1615 ટન છે. આમાં 35 નૌસૈનિક અને 8 અધિકારી સફર કરી શકે છે. આ સબમરીન દરિયાની અંદર 37 કિ.મી.ની ઝડપથી ચાલી શકે છે. દરિયાની અંદર આ સબમરીનમાં એકવારમાં 1020 કિ.મી.નું અંતર કાપવાની ક્ષમતા છે. તો પોતાના બેઝથી નીકળ્યા બાદ 50 દિવસ સુધી આ દરિયામાં રહી શકે છે.
18 ટૉરપીડો અને 30 દરિયાઈ ટનલ્સ લગાવી શકાય છે
INS વેલામાં દુશ્મનના જહાજને પાણીમાં ધ્વસ્ત કરવાની તાકાત છે, જેના માટે 18 ટૉરપીડો લાગ્યા છે. આમાં ટૉરપીડોની જગ્યાએ 30 દરિયાઈ ટનલ્સ પણ લગાવી શકાય છે, જેનાથી દુશ્મનના જહાજનું નામોનિશાન નાબૂદ થઈ જશે. આ સબમરિન મિસાઇલોથી પણ સજ્જ છે. ઉલ્લેખનીય છે કે ભારતીય નૌસેનામાં આ સમયે કુલ 16 સબમરીન છે.
એન્ટી સબમરીન રોકેટથી સજ્જ છે INS વેલા
INS વેલાના નૌસેનામાં સામેલ થયા બાદ તેની સંખ્યા વધીને 17 થઈ જશે અને ભારતીય નૌસેના (indian navy)ની ક્ષમતા વધારે મજબૂત થશે. ઉલ્લેખનીય છે કે 21 નવેમ્બરના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે (defense minister rajnath singh) મુંબઈ ડૉકયાર્ડમાં વિધ્વંસક યુદ્ધજહાજ વિશાખાપટ્ટનમ (warship visakhapatnam)ને ભારતીય નૌસેનાને સોંપ્યું હતું. છુપાઈને પ્રહાર કરવાની ક્ષમતા, સ્વદેશી ગાઈડેડ મિસાઈલ, વિધ્વંસક યુદ્ધજહાજ INS વિશાખાપટ્ટનમ' બહુવિધ મિસાઈલો અને એન્ટી સબમરીન રોકેટથી સજ્જ છે.
સપાટીથી હવામાં પ્રહાર કરી શકે તેવી મિસાઇલ
અધિકારીઓએ જણાવ્યું કે, INS વિશાખાપટ્ટનમ સપાટીથી સપાટી અને સપાટીથી હવામાં પ્રહાર કરી શકે તેવી મિસાઇલ, મધ્યમ અને નાના અંતરની બંદૂકો, એન્ટિ-સબમરીન રોકેટ અને અદ્યતન ઇલેક્ટ્રોનિક યુદ્ધ અને સંચાર પ્રણાલી સહિત ઘાતક શસ્ત્રો અને સેન્સરથી સજ્જ.
આ પણ વાંચો: UP Assembly elections : AAP નેતા સંજય સિંહ અખિલેશ યાદવને મળ્યા, રાજકારણ ગરમાયું
આ પણ વાંચો: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસીય ઉત્તર પ્રદેશની મુલાકાતે પહોંચ્યા