હૈદરાબાદ : આજે દેશમાં આઝાદીના પર્વની ઉજવણીના (azadi ka amrit mahotsav) કરવામાં આવી રહી છે. ભારતીય સેનામાં ઉચ્ચ હોદ્દા પર અનેક મહિલાઓ કાર્યરત છે, પરંતુ અગાઉ એક સમય એવો હતો જ્યારે સેનામાં માત્ર પુરુષોની જ ભરતી કરવામાં આવતી ( Indian Independence Day ) હતી. પરંતુ એક પત્રે બધું બદલી નાખ્યું, જેના બાદ ભારતીય સેનામાં મહિલાઓ માટે રસ્તાઓ ખુલી ગયા. આજે અમે તમને એક એવી મહિલાની (Nari Shakti) કહાણી જણાવીશું કે, જેણે સમયની માન્યતાઓનો વિરોધ કરીને ભારતીય સેનામાં જોડાવાનું સપનું જોયું. તમને જણાવી દઈએ કે તે સમયગાળા દરમિયાન ભારતીય સેનામાં મહિલાઓની જોડાવા પર પ્રતિબંધ હતો, જેના વિરુદ્ધ પ્રિયાએ સરકારને પત્ર લખ્યો હતો. (Har ghar tiranga champion)
પ્રિયાનું બાળપણ : પ્રિયા ઝિંગનનો (Priya Jhingan an Indian Army officer) જન્મ હિમાચલ પ્રદેશના શિમલા શહેરમાં થયો હતો. પ્રિયાના પિતા પોલીસ અધિકારી હતા, જેના કારણે તેમના ઘરમાં ખૂબ જ અનુશાસન હતું. આમ છતાં પ્રિયા બાળપણમાં ખૂબ જ શેતાની હતી. પ્રિયાએ તેનું શિક્ષણ લોરેટો કોન્વેન્ટ તારા કોલ સ્કૂલમાંથી પૂર્ણ કર્યું, તે શાળામાં તેની રમતિયાળતા માટે પણ જાણીતી છે.
આ પણ વાંચો : નારી શક્તિને સલામઃ બહાદુરીનો રાષ્ટ્રપતિ એવોર્ડ જીતનાર આનંદીબહેન પટેલનું રાજકીયક્ષેત્રે મોટુ યોગદાન
બાળપણથી જ આર્મીનું સપનું : પ્રિયા 9માં ધોરણમાં ભણતી હતી, ત્યારે તેણે પહેલીવાર આર્મીમાં જોડાવાનું મન બનાવ્યું હતું. રાજ્યના રાજ્યપાલ તેમની શાળાના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતા. તે સમયે તેમના એડીસી એટલે કે એર ડિફેન્સ કમાન્ડર પણ તેમની સાથે તૈનાત હતા. એડીસીને જોઈને પ્રિયાએ મન બનાવી લીધું કે, તે એક સૈનિક સાથે લગ્ન કરશે. તે સમયે પ્રિયાએ ઉત્સાહ સાથે કહ્યું હતું કે, 'હું પોતે લશ્કરી અધિકારી બનીશ'. બાદમાં, આ શબ્દે તેનું ભવિષ્ય બદલી નાખ્યું હતું.
સપના સાચા કરવા મુશ્કેલ : સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા બાદ પ્રિયાએ લોમાં એડમિશન લીધું હતું, પરંતુ તેમનું મન હંમેશા ભારતીય સેના તરફ જવાનું હતું. એકવાર પ્રિયાએ કોમર્શિયલ જોયું, જેમાં ફક્ત પુરુષોની ભરતી વિશે લખ્યું હતું. આ જોઈને પ્રિયાએ આર્મીના ચીફ સ્ટાફને પત્ર લખ્યો અને મહિલાઓની ભરતી સાથે જોડાયેલા સવાલો પૂછ્યા. જેનો જવાબ થોડા સમય પછી પ્રિયાને મળ્યો હતો. આ જોઈને પ્રિયાની ખુશીનો પાર ન રહ્યો.
આ પણ વાંચો : નારી શક્તિને સલામ : ગાયનેક ડૉકટરથી વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ સુધીની નીમાબહેન આચાર્યની સફર
લાંબી પ્રતીક્ષા બાદ સારા સમાચાર : પ્રિયા આર્મીમાં જોડાવાની આતુરતાથી રાહ જોઈ રહી હતી. આખરે 1 વર્ષ બાદ પ્રિયા માટે ભરતી સંબંધિત સારા સમાચાર આવ્યા હતા. આ સાથે જ, પ્રિયા ચેન્નાઈમાં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીમાં અભ્યાસ કરતી કેડેટ 001 બની. આ સાથે પ્રિયા ભારતીય સેનામાં ભરતી થનારી પ્રથમ મહિલા (First woman to join Defence) પણ બની હતી. તો આ હતી પ્રિયાની પ્રેરણાદાયી વાત, જેણે મહિલાઓને આર્મીમાં જોડાવાની તક આપી.