- ભારત અને પાકિસ્તાનની સેનાઓએ એક બીજાને પાઠવી શુભેચ્છા
- LOC પર એક બીજાને મીઠાઈ ખવડાવીને અભિનંદન પાઠવ્યા
- ભારત-બાંગ્લાદેશ સરહદ પર બન્ને દેશના સૈનિકોએ મનાવી દિવાળી
નવી દિલ્હી : દિવાળીના (Diwali 2021) અવસર પર ભારત અને પાકિસ્તાનની સેનાઓએ ગુરુવારે જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LOC) પર શાંતિ અને સદ્ભાવને પ્રોત્સાહન આપવા માટે એક બીજાને મીઠાઈ ખવડાવીને અભિનંદન આપ્યા હતા.
શાંતિ અને સદ્ભાવને પ્રોત્સાહન અપાયું
રક્ષા પ્રવક્તાએ કહ્યું કે, શ્રીનગરમાં દિવાળીના પર્વ પર અને તહેવારની સાચી ભાવના સાથે શાંતિ અને સદ્ભાવને પ્રોત્સાહન આપવા ભારતીય અને પાકિસ્તાની સેનાઓએ એક ફ્લેગ મીટિંગ યોજી હતી. આ દરમિયાન, કુપવાડાના તંગધારમાં કિશનગંગા નદી પર તિથવાલ ક્રોસિંગ, ઉરી અને કમાન અમન સેતુ પર ભારત-પાકિસ્તાનના સૈનીકોએ એક બીજાએ મીઠાઈ ખવડાવીને અભિનંદન પાઠવ્યા હતા.
ભારત-પાકના સૈનીકોએ મીઠાઈ આપ-લે કરી
તેમણે કહ્યું કે, બન્ને દેશોની સેનાઓ દ્વારા LOC પર યુદ્ધવિરામ કરારના કડક પાલન વચ્ચે મીઠાઈ ખવડાવી હતી. પંજાબના અમૃતસરમાં અટારી-વાઘા બોર્ડર પર BSF અને પાકિસ્તાની સેના વચ્ચે મીઠાઈની પણ આપ-લે કરવામાં આવી હતી. ત્રિપુરામાં પણ ભારત-બાંગ્લાદેશ સરહદ પર BSF અને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) વચ્ચે મીઠાઈની આપ-લે કરવામાં આવી હતી. BSF ઈન્સ્પેક્ટર જનરલ (ત્રિપુરા) એ અગરતલામાં ઈન્ટીગ્રેટેડ ચેક પોસ્ટ ખાતે ઝીરો લાઈનમાં તેમના બાંગ્લાદેશી સમકક્ષને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે મોટા તહેવારોના અવસર પર ભારત-પાકિસ્તાન સરહદની બન્ને બાજુના સૈનિકો એકબીજાને મીઠાઈ ખવડાવીને શુભેચ્છા પાઠવે છે.
આ પણ વાંચો: