કોલકાત્તા: ભારત-શ્રીલંકા વનડે સિરીઝની બીજી મેચ આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ રહી છે. જેમાં શ્રીલંકાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. શરૂઆતી 14 ઓવરમાં શ્રીલંકાએ 1 વિકેટ ગુમાવીને 83 રન કર્યા છે. શ્રીલંકાની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રીલંકાના નુવાનિડુ ફર્નાન્ડો આજે ભારત સામે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. તેમનું આખું નામ મુથુથંથીરીગે નુવાનિડુ કેશવા ફર્નાન્ડો છે.
શ્રીલંકાની ટીમમાં બે ફેરફાર: શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. કેપ્ટન શનાકાએ કહ્યું કે કોલકાતાની વિકેટ સારી છે અને તે અહીંના આંકડાને જોતા પહેલા બેટિંગ કરવા માંગે છે. ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. પથુમ નિસાન્કા ઈજાના કારણે બહાર છે. દિલશાન મદુશંકા પણ ખભાની ઈજાને કારણે બહાર છે. તેની જગ્યાએ નુવાનિડુ ફર્નાન્ડોએ પદાર્પણ કર્યું છે અને આજે લાહિરુ કુમારા પણ રમી રહ્યો છે.
ચહલની જગ્યાએ યાદવને તક: ટોસ બાદ રોહિતે કહ્યું કે તેઓ પિચને જોઈને પહેલા બોલિંગ કરવા માંગે છે. મને અહીં રમવાનું ગમે છે. ટીમ ઈન્ડિયાએ પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો છે. યુઝવેન્દ્ર ચહલની જગ્યાએ ચાઇનામેન બોલર કુલદીપ યાદવને સ્થાન મળ્યું છે. ચહલને ખભામાં ઈજા પહોંચતા તેની જગ્યાએ કુલદીપને તક મળી છે.
આ પણ વાંચો Hockey World Cup 2023: ઓપનિંગ સેરેમનીમાં લોકોએ સ્ટાર્સ સાથે ડાન્સ કર્યો
શ્રીલંકા સામે ભારતનું વર્ચસ્વ: વનડેમાં પણ ભારત હંમેશા શ્રીલંકા પર પ્રભુત્વ ધરાવે છે. ઘરઆંગણે રમાયેલી 52 મેચોમાંથી ભારતે 37માં જીત મેળવી છે. શ્રીલંકાની ટીમે 12 મેચ જીતી છે, જ્યારે ત્રણ મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી. ભારત માત્ર ઘરઆંગણે જ નહીં પરંતુ શ્રીલંકામાં પણ પ્રભુત્વ ધરાવે છે. બંને ટીમો વચ્ચે 64માંથી 30 મેચમાં ભારતે જીત મેળવી છે. શ્રીલંકાએ 28 મેચ જીતી છે અને છ મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી.
આ પણ વાંચો Virat Suryakumar Interview: વિરાટ કોહલી સાથે સૂર્યકુમાર યાદવની મસ્તી
ભારતની ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, ઉમરાન મલિક, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ.
શ્રીલંકાની ટીમ: દાસુન શનાકા (કેપ્ટન), કુસલ મેન્ડિસ, ચરિથ અસલંકા, અશાન બંદારા, વાનિન્દુ હસરાંગા, અવિષ્કા ફર્નાન્ડો, નુવાનિન્દુ ફર્નાન્ડો, ચમિકા કરુણારત્ને, લાહિરુ કુમારા, દિલશાન મદુશંકા, પથુમ નિસાંકા, પ્રમોદુન મદુષા, રાજમારા, સામ્વિકા, રાજવી, કૌશલ તિક્ષાના, જ્યોફ્રી વેન્ડરસે અને ડ્યુનિથ વેલાલ્ગે.