માઉન્ટ મોંગાનુઈ: ન્યુઝીલેન્ડ સામે રમાયેલી બીજી (India vs New Zealand 2nd T20 match) T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 191 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડના 126 રને ઓલ આઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ સૂર્યકુમાર યાદવની ઝડપી સદીના બળ પર આ મોટો સ્કોર બનાવ્યો છે. સૂર્યાએ પોતાની ઇનિંગમાં 111 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી ટિમ સાઉથીએ હેટ્રિક લીધી હતી. ન્યુઝીલેન્ડના 126 રને ઓલ આઉટ થઈ ગઈ. દિપક હુડ્ડાએ 10 રનમાં 4 વિકેટ ઝડપી.
સૂર્યકુમાર યાદવની ઝડપી સદી: T20 વર્લ્ડ કપમાં સૂર્યકુમાર યાદવે જે શાનદાર ફોર્મ બતાવ્યું તે અહીં પણ જોવા મળ્યું. તેણે માત્ર 51 બોલમાં 111 રન બનાવ્યા જેમાં 11 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે. (Suryakumar scored his second career century) સૂર્યકુમાર યાદવની ટી20 કારકિર્દીની આ બીજી સદી છે.
ટિમ સાઉથીની હેટ્રિક: જ્યારે (Tim Southee hattrick) સૂર્યકુમાર યાદવ ભારત માટે સતત રનનો વરસાદ કરી રહ્યો હતો, તે જ સમયે ટિમ સાઉથીએ ઇનિંગની છેલ્લી ઓવરમાં રન રોકવા અને વિકેટ લેવાનું કામ કર્યું હતું. ટિમ સાઉથીએ આ ઓવરમાં હેટ્રિક લીધી અને ભારતના હાર્દિક પંડ્યા, દીપક હુડા અને વોશિંગ્ટન સુંદરને આઉટ કર્યા.
ભારતીય ટીમ: શુભમન ગિલ, ઈશાન કિશન, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક
ન્યુઝીલેન્ડની ટીમ: ફિન એલન, ડેવોન કોનવે, કેન વિલિયમસન, ગ્લેન ફિલિપ્સ, ડિરેલ મિશેલ, જેમ્સ નીશમ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, એડમ મિલ્ને, લોકી ફર્ગ્યુસન, બ્લેર ટિકનર