મેલબોર્નઃ ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team) સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની T20 હોમ સિરીઝ (Three-match T20 home series) રમશે. Fox Sports.com.au ના રિપોર્ટ અનુસાર, ઓસ્ટ્રેલિયાની ટીમ ઝિમ્બાબ્વે, ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ અને ભારત સામે ત્રણ (india host three t20 matches ) T20 મેચ રમશે.
આ પણ વાંચો: IPL 2022: ચેન્નાઈની કરારી જીત, દિલ્હીને 91 રને હરાવ્યું
ઑસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડ કપની તૈયારી: આ સિરીઝ ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડ કપની તૈયારીમાં હશે. આવતા વર્ષે ઓસ્ટ્રેલિયાએ ફેબ્રુઆરી-માર્ચમાં ચાર ટેસ્ટ મેચ માટે ભારતનો પ્રવાસ કરવાનો છે. ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે 9 થી 19 જૂન દરમિયાન પાંચ મેચોની T20 શ્રેણી રમવાની છે.
આ પણ વાંચો: IPL 2022: ગુજરાત હાર્યું, મુંબઈ જીત્યું, ડેનિયલ સેમ્સ બન્યો હીરો
ટી-20 અને ત્રણ વનડે મેચ પણ રમવાની : ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે 1 જુલાઈથી પાંચમી અને છેલ્લી ટેસ્ટ રમશે, જે ગયા વર્ષે કોરોના મહામારીને કારણે મુલતવી રાખવામાં આવી હતી. ભારતે ઈંગ્લેન્ડ સામે ત્રણ ટી-20 અને ત્રણ વનડે મેચ પણ રમવાની છે.